"અનંત"ના પત્રોમાથી ......
October
7, 2012 at 2:44am
પ્રેમને આખરે સ્પર્શની જરૂર પડે છે. ...!
~~~~~~~
~~~~~~~~~~~~~~~~~
શું પત્ર સુધી જ સીમિત રહેશે આપણો પ્રેમ.?
શું સ્પર્શ સુધી નહીં પહોચી શકે આપણો પ્રેમ.?
કદાચ ન પણ પહોંચે તો શું ફર્ક પડે છે ?
તારા પત્રો મારી પાસે મારા પત્રો તારી પાસે છે જ ને ?
પત્રોમાં લખેલ તારા નાજુક અંગ સમા મરોડદાર અક્ષરોમાં ,
મારા પ્રત્યે નો તારો પ્રેમ વ્યક્ત થતાં સ્નેહ નીતરતા શ્બદોમાં
મારા પ્રત્યે નો તારો પ્રેમ વ્યક્ત થતાં સ્નેહ નીતરતા શ્બદોમાં
મને તારા હોવાનો અહેસાસ થાય છે ....
તારા પ્રેમાળ શબ્દોમાં પણ મને તો સ્પર્સની અનુભૂતિ થાય જ છે.
પણ આ ઈચ્છા નું શું કરવું જે સતત વધતી જાય છે ...
અને મને તને સ્પર્શવાની ઈચ્છા થાય છે..
શું તને આવી અનુભૂતિ થાય છે . ?
હાં તારા શબ્દોમાં પણ મને હેતાળ સ્પર્શની અનુભતી થાય છે.
અને તેથી જ ઈચ્છા આગળ વધે છે, અને બસ વધતી જ ચાલે છે...
હાં ઈચ્છા જ માત્ર ઈચ્છા ...! અપેક્ષા નહીં.!
આ સ્પષ્ટતા એટલા માટે કરું છું કે તને ખ્યાલ આવે કે..
ઈચ્છા અને અપેક્ષામાં પણ બડો તફાવત છે.
ઈચ્છા સ્વાવલંબી હોય છે. જ્યારે અપેક્ષા પરાવલંબી.
છતાં પ્રેમમાં સૌ કોઈને પરાવલંબી થવું ગમે છે!
માટે જ હું માત્ર ઈચ્છા કરું છું હા..માત્ર ઈચ્છા તને પામવાની ઈચ્છા...
મારી ભીતર જે સતત વધે છે.
કદાચ તારી ભીતર પણ...!
ઈચ્છા એટલે
જ કરું છું જે કદાચ
પૂરી ના પણ થાય.....
તો એક બીજાને દોષ આપવાને અવકાશ ના રહે ....
પણ અગર જો એક બીજા પ્રત્યે અપેક્ષા રાખી હોય...
અને મજબૂરન આપણાં
માથી કોઈ એક અપેક્ષા સંતોષી ના શકે તો દોષ દેવાય
જાય...
જ્યારે ઈચ્છા એક પક્ષીય પણ હોય શકે છે !
અને જો એવું જ હોય તો કોઈને દોષ દેવાનો અવકાશ ના રહે ..
અને જો એવું જ હોય તો કોઈને દોષ દેવાનો અવકાશ ના રહે ..
માટે જ હું માત્ર ને માત્ર ઈચ્છા જ
કરું છું
....
હા પ્રિયે હું જાણું છું ઈચ્છા નો કોઈ જ અંત નથી ...
અને એ પણ જાણું છું જ્યાં સુધી ઈચ્છા છે ત્યાં સુધી જ જગત છે ....
અને જ્યાં સુધી માનવ દેહમાં ઈચ્છા નામતું તત્વ છે ,
ત્યાં સુધી જ જગત જીવંત છે ...
ઇચ્છાનો અંત જગતનો અંત ...
મારા માં પણ ઈચ્છા નામનું એ તત્વ છે ...
છે તેથી સતત વધે છે , અને વધે તો હું શું કરું ?
અને જ્યાં સુધી માનવ દેહમાં ઈચ્છા નામતું તત્વ છે ,
ત્યાં સુધી જ જગત જીવંત છે ...
ઇચ્છાનો અંત જગતનો અંત ...
મારા માં પણ ઈચ્છા નામનું એ તત્વ છે ...
છે તેથી સતત વધે છે , અને વધે તો હું શું કરું ?
અને એમાં ખોટું પણ શું ? એ
તો પ્રાકૃતિક છે .
બે શરીર એક સ્ત્રી એક પુરુષ.....
બે ચહેરા બન્ને આકર્ષક..... .
કોઈ આકર્ષક છે, એ ખબર કેમ પડે છે ?
કારણ કે બન્ને ચહેરા રૂપાળા છે, આકર્ષક છે ...
અને બન્ને ચહેરા પર ચોંટેલી છે બબ્બે આંખો.
અને બસ એ આંખો થકી જ જાગ્યું આકર્ષણ ...
કેમકે આંખોએ જોઈ લીધી સુંદરતા ....
કેમકે આંખોએ જોઈ લીધી સુંદરતા ....
સુંદરતા હમેશા સુખ જ આપે છે એવું નથી ....
આ સુંદરતા જ ક્યારેક દૂ:ખનું પણ..! કારણ બને છે.
શું તું જાણે છે પ્રિયે આ વિશ્વમાં સર્જાતી અઢળક કહાનીનું કારણ .... ?
હું જણાવું , આ વિશ્વમાં સર્જાતી અનેક જાતની અઢળક વાર્તા માત્ર
બે કારણે જ સર્જાય છે...
પહેલું કારણ આકર્ષણ ....અને બુજુ અધૂરપ .... !
હર એક માનવી પોતાની એ અધુરપને પૂર્ણ કરવા નીત નવા પ્રયાસ કરતો રહે છે ...
ક્યારેક આવો પ્રયાસ કોઇની આજીવિકાનું કારણ પણ બની જતું હોય છે...
અને આકર્ષણ નો સિદ્ધાંત તો જન્મતાજ પોતાનું કાર્ય કરવા લાગે છે...
જે પ્રાકૃતિક છે ભલા એને કેમ રોકી શકાય....
એક સ્ત્રી પુરુષને
આકર્ષવા, કે એક પુરુષ સ્ત્રીને પોતાની તરફ આકર્ષવા,,,
સતત કઈ ને કઈ કરતાં જ રહેતા હોય છે..
એજે કઈ કરી રહ્યા છે તો એ પ્રકૃતિક છે એમાં ખોટું શું છે ...?
ક્યારેક પ્રકૃતિને ધ્યાનથી જો ..! કે હર એક નર માદા નાના નાના જીવ જંતુથી લઈ ..
મોટા મોટા પ્રાણીને તું જો.! અને એની હરકતોને પણ તું ક્યારેક ધ્યાનથી જોજે તને બધુ જ સમજાઈ જશે....
અરે નાનું નાદાન ના સમજ બાળક પણ સામેની વ્યક્તિને પોતા તરફ આકર્ષવા...
જાત જાતના અડપલાં કરતું હોય છે ..
એ ગુણ કહો કે અવગુણ પણ છે... પ્રાકૃતિક ...
બસ આમ જ મે તને જોઈ તે મને જોયો અને આપણે બન્ને ...
પ્રકૃતિ સહજ એક બીજા તરફ આકર્ષાયા ...
આકર્ષાવા માટે મૂળ તત્વ હતું સુંદરતા ...
અને સુંદરતાને ક્યારેય અવગણી ના શકાય ...
સુંદરતા ને અવગણવું કોઈ થી સહજ શક્ય નથી..!..જ ..!
સુંદરતા ને અવગણવું કોઈ થી સહજ શક્ય નથી..!..જ ..!
અને આપણે પણ અવગણી ના શક્યા .....
આપણી આંખોએ પણ જોઈ એક બીજામાં સુંદરતા ...
સમજુ વ્યક્તિ માટે એક્ બીજાને આકર્ષવા માત્ર તનની સુંદરતા જ કાફી નથી હોતી....
સમજુ વ્યકતી બાહ્ય યાને શારીરિક સુંદરતા ઉપરાંત મનની. વિચારો ની સુંદરતા પણ
ઝંખે છે .
જે સ્ત્રી પુરુષમાં અરસ પરસ સુંદરતા ઉપરાંત સમજમાં, વિચારોમાં પણ જો,
સરખા પણું
હોય તો
તેમની વચ્ચે પ્રેમ થવાની અને થાય તો લાબો સમય ટકવાની શક્યતા વધુ રહે છે
અન્યથા માત્ર બાહ્ય યાને દેહની સુંદરતા જોઈ આકર્ષાયેલા પ્રેમી
જ્યારે સામી કોઈ એક ખામી આવે ત્યારે અધવચ્ચે જ છૂટા પડી જાય છે ...
જ્યારે સામી કોઈ એક ખામી આવે ત્યારે અધવચ્ચે જ છૂટા પડી જાય છે ...
અગર જો પ્રેમ લગ્નમાં રૂપાંતર થઈ ચૂક્યો હોય તો જેને ખામી વર્તાય તે એક અથવા
બન્ને,
યાતો સાથે રહી જીવન ભર સમજોતા કરે છે રિબાય છે...
યા તો છૂટા છેડા લઈ છૂટા પડી જાય છે ..
આ બધુ સમજ્યા પછી વિચારવાનું તારે છે....
પણ આ બધુ શરૂ ક્યાથી થયું ? આંખો જુવે છે. આંખોએ જોયું,
જે જોયું તે સુંદર જોયું, (સુંદરતા જ પ્રેમની શરૂવાતનું કારણ)
અને આ સુંદરતા કાયમ સુખ આપે એ જરૂરી નથી ...
ક્યારેક આ સુંદરતા જ સૌથી વધુ પીડા આપતી હોય છે ...
જે મને આપે જ છે. પહેલા પણ અને આજે પણ...
જે મને આપે જ છે. પહેલા પણ અને આજે પણ...
તે અને મે પણ પ્રથમ એક બીજામાં સુંદરતા
જ જોઈ હતી ને ?
બસ એ જોઈ એટલે આંખોને
ગમ્યું અને મન આકર્ષાયું ....
“આકર્ષણનો સિધ્ધાંત પણ જન્મ જાત”
ગમ્યુ તેથી જાગી ઈચ્છા,
તો એમાં શું
ખોટું છે.?
ઇચ્છાથી જ તો જગત જનમ્યું.
ને જગતમાં જન્મ્યા એક સ્ત્રી અને એક પુરુષ.
ઈચ્છા થકી જન્મ્યા એટલે.
ઈચ્છા નામનો ગુણ કહો યા અવગુણ,
એ તો સૌને વારસામાં જ મળ્યો હોય ...
વધારામાં જે ગમ્યું તેને પામવાની ઝંખના.
વધારામાં જે ગમ્યું તેને પામવાની ઝંખના.
એવું તો બુજુ ઘણું બધુ ...
“ઈચ્છા યાને ઝંખના, જેનામાં નથી એ જીવતો છે જ નહીં.”
મરેલો છે એ..!જેનામાં કોઈ ઝંખના નથી. અને હું જીવું છું.
અગર જો તું પણ જીવતી હોય, યા જીવવાની ઈચ્છા હોય.
અગર જો તું પણ જીવતી હોય, યા જીવવાની ઈચ્છા હોય.
મને મળવાની, તને પણ.! હોય જો "અનંત"ઝંખના હોય ,
તો. ! એક બીજાના તનને સ્પર્સી શકે..! આપણો પ્રેમ.
અગર એ શક્ય નથી તો મારા અક્ષરોમાં મારા શબ્દોમાં હું હયાત છું.
ગમે ત્યારે મન પડે ત્યારે સ્પર્શી લેજે મને મારા અક્ષરોમાં મારા શબ્દોમાં તું.
પણ હાં એ રીતે સ્પર્શ કરજે કે મને એવી અનુભૂતિ થાય ,
કે જાણે તું મારા તન મનને સ્પર્શી હોય ...
અને જ્યારે તું મને પત્ર લખશે, ત્યારે હું પણ તારા પત્રમાં,
ઊપસેલા પ્રેમ વ્યક્ત કરતાં , હૂંફાળા તારા મરોડદાર અંગ સમા શબ્દોને
આંખોથી એ રીતે સ્પર્શી લઇશ જેની અનુભૂતિ પણ તને થશે જ ...!
થઈ કે નહીં ?
મને કહેજે ..!
તારે કહેવું જ પડશે ..!
મને કહેજે ..!
તારે કહેવું જ પડશે ..!
કેમકે આપણા સંબંધને હવે "અનંત"સ્પર્શની જરૂર છે.
એક સરખી "અનંત"ઝંખના હશે તો જરૂર પહોંચી જશે.
આપણો સંબંધ શબ્દથી સ્પર્શ સુધી.......
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
“અનંત”

ichha ...jaageli ichha adhurap aanne che ...pucho anant ne...adhurap saaathe jivavu?? ke eni saathe j marvu??
ReplyDeleteke kyare thashe aa adurap puri??!! sampurn ??