Thursday, 26 December 2013

"અનંત" ની રચનાઓ માંથી .....


મને અનુકરણની બિલકુલ આદત નથી.....! 
સૌથી અલગ કૈક કરવા હું  ટેવાયેલો છું ......! 

@@@@@@@@@@@@@@@@@@

સુવાળા શબ્દોની વચ્ચે..! સતત ઘેરાયેલો છું 
કોરા આ કાગળમાં સ્યાહી માફક રેલાયેલો છું. 

કોઈનું અનુકરણ કરવું બિલકુલ મારી આદત 
નથી. સૌથી અલગ કૈક કરવા હું ટેવાયેલો છું 

ઠોકર સિવાય, ના કોઈનો ચેલો હું, ના સિવાય 
એના કોઈ મારો ગુરુ. હું ઠોકરોથી ઘડાયેલો છું. 

માત્ર પાત્ર બદલાય છે.પ્રેમ નહીં ! હું તો છું 
એનો એજ તોયે એ કહે છે કે હું બદલાયેલો છું. 

પ્રેમ હું કરતો હતો, કરું છું, અને કરતો રહીશ,
મૂળ તત્વ પ્રેમ છે, બસ પ્રેમથી વગોવાયેલો છું 

જેને ભૂલી ગયાનો હું ઢોંગ કરું છું. હ્રદયમાં એ, 
બધીના આજે પણ હું ઊંડે સુધી કોતરાયેલો છું. 

પ્રેમના નામે છેતરપિંડી થવી વાત નવી નથી ! 
જાણી બૂજીને ઘણી વાર પ્રેમથી છેતરાયેલો છું.

ભીંજાતા હશે લોકો કેવળ વરસાદમાં. કોરાકટ, 
મૌસમમાં પણ હું કાયમ પ્રેમથી ભીંજાયેલો રહું. 

“અનંત” ખૂણામાં પ્રગટું છું અગરબતીની માફક. 
ને સુગંધની માફક દૂર દૂર સુધી હું ફેલાયેલો છું.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&& 
“અનંત”


@@@-: બ્લાસ્ટ :-@@@
 “અજ્ઞાની” 

સ્ત્રી સગડી જેવી હોય છે. 

અને પુરુષ દિવાસળી જેવો.... 

સગડીને તપતા વાર લાગે છે...! 

અને જો તપી જાય તો પછી....

ઠરતા પણ વાર લાગે છે... 

જ્યારે દિવાસળી...!!!

માચીસના એક ઘસરકે સળગી ઊઠે છે. 

અને એને બુજાતા પણ વાર નથી લાગતી....



@@@@@@“અજ્ઞાની” @@@@@@@@
@@@@@@@@@@@@@@@@@@@

2 comments:

  1. matra patra badlaay che??

    matra??

    ae patro ne tamari jem lakhta aavdate, to jarur emni laagnio ni vyatha lakte..


    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete