Friday, 16 May 2014

जरा संभल के


ચૂંટણી આવે છે જાય છે .! જાય છે આવે છે ..! નેતા બદલાય છે ... સરકાર બદલાય છે ... 

પણ પ્રજાની હાલત કોઈ પણ સંજોગોમાં બદલાતી નથી ... 

સતા પર કોઈ પણ નેતા આવે પબ્લિકને એનાથી કોઈ ખાસ ફર્ક પડતો નથી ... 

સતા પર આવતા વેંત નેતા બે પેટાળા થઈ જતાં હોય છે ..! 

એટલે સતાપર આવતા વેંત  અકરાંતિયાની માફક ખાવ લાગે છે ..! 

જાણે ખાવા માટેજ સતા પર આવતા હોય એમ ... 

પ્રજા મૂરખ નથીજ ..! પ્રજા બધુ જાણે છે ... 

પહેલા કરતાં કદાચ વધુ જાણે છે..! 

પણ જાણવા છતાં અજાણ થઈને રહેવું પડે ,

ખૈર... 

હું કહું છું એ કઈ નવું તો નથીજ ..! 

માટે આ બાબતે હવે બહુ વાત કરવાનો અર્થ નથી ..! 

વહી  લીખ લીખ કે ક્યાં હોગા યે સબ કિસ્સે  પુરાને હૈ ... 

એટલેજ તો વર્ષો પહેલા આ ગીત લખાયું હશે ... 

ये जो पबलिक हें ये सब जानती है ... 

બસ સાંભળો અને સંભળાવો ... 

બ્લાસ્ટ :- 

વર્ષો પહેલા ... 

દેશ દુનિયાની અને દુનિયાની બદલાતી સ્થિતી જોઈને  અને, 

ચંદ લોકોની બદલાતી માનસીકતાને આધારે 

 ભાઈબંધ અનંત અને અજ્ઞાની કહેતાજ હતા કે , 

આવનારા સમયમાં આ સમાજમાં દુનિયામાં ... 

માત્ર ને માત્ર ગાંડાઑ અને ગુંડાઓજ રાજ કરશે ... 

સીદા સાદા લોકોનું જીવવું દૂસ્કર થઈ જશે ... 

અરાજકતા ફેલાઈ જશે ... 

વિશ્વ વિનાસ તરફ જડપથી ગતિ કરશે...  

અસ્તુ ... 

વર્ષો પહેલા ભાઈબંધ અનંત એક દિવસ મારી ઈચ્છા વિરુધ્ધ વર્તયો ... 

યાની કી પોતાની ઈચ્છા મુજબ વર્તયો... 

એનું એ વર્તન મને ગમ્યું નહીં . 

એટલે  હું એના પર ખૂબ ગુસ્સે થયો અને અનંતને ઘઘલાવીને ઘરભેગો થઈ ગયો . 

પછી જ્યારે હું રાબેતા મુજબ રાત્રે ત્યાં ખંડેર પર ચાઇ લઈને ગયો ત્યારે .... 

કાયમ દીવાલ પર લટકતું કાગળિયા ભરાવેલું પાટિયું ટીપોય પર પડેલું હતું ... 

મારી ખાલી ખુરશી પર બેસીને  મે ટીપોય પર ચાયની કીટલી મૂકી , 

અને મે એ પાટિયું ટીપોય પરથી ઉઠાવી  ઉપરના કાગળમાં લખેલું લખાણ વાંચ્યું ... 


જાણે એ મનેજ  કહેતો હોય એવું મને લાગ્યું ... 

ત્યાર બાદ એને એ શબ્દો સાર્વજનિક કરી નાખ્યા ... 

અનંત કાયમ આ રિતેજ પોતાની વાત કરતો .

અને પછી સૌને સ્પષ્ટતા કરતાં અનંતે એ કાગળમાં લખ્યું હતું કે,  

સૌની ઈચ્છા મુજબ ક્યારેક હું ના પણ વર્તી શકું . 
બની શકે ત્યારે કદાચ હું કોઈકને સ્વાર્થી લાગુ . 

"અનંત"મને કબુલ મંજૂર છે , અભિપ્રાય આપ સૌના-  
જે પણ  હોય . કોને ખબર હું કોને કેવો ક્યારથી લાગુ. 
"અનંત"

એક ઘટના સમાપ્ત ... 
એક રચના સમાપ્ત...