Friday, 27 June 2014

"અનંત" ના જૂના ઝર્ઝરિત સાહિત્યમાથી .... "ઇટ્ટા કિટ્ટા છોડ હવે..."

ઇટ્ટા કિટ્ટા છોડ હવે...
@@@@@@@@@
હાં મારુ અંતિમ સત્ય તુજ છે...!
હાં મારુ અંતિમ લક્ષ્ય તુજ છે....!

શું મારી આ દશા જોઈ રવેશમાં  ઊભી  તું ખુશ થાય છે...?
કેમ કહું ?ક્ષણ ક્ષણ મને અહી તારી કમી મહેસૂશ થાય છે....!

પણ આ વાત સ્વીકારવામાં ,

અને બસ તને આટલું  અમથું કહેવામાં તો મને,
મને મારો મસ મોટો પુરુષ સહજ અહં આડે આવે છે ...!

અને  એજ રીતે તને પણ !તારું  સહજ સ્ત્રી પણું ....!

પ્રથમ હોય, અનંત હોય કે અંતિમ... !

ભૂલ તો આખરે ભૂલ જ હોય છે ને.....?

હું તો સાવ નાદાન હતો, હજુય છું.

પણ ! તું તો સમજદાર હતી ને...?

અને એ તો હજુ પણ છેજ ને..??

તો પણ સાવ આવું ???

ચાલ જે થયું તે થયું.

હવે ભૂલી જા બધુ.!

'ને હવે આ ઇટ્ટા કિટ્ટા ખતમ કર... !

ખુલાસા હું વધુ નહીં  જ આપું !તારે માનવું હોય તો માની જા.
મનમાં મારા લગીરે મેલ નથી !આવ ભીતર આવી ઝાંકી જા.

"અનંત" રવેશ ઉપર ઊભી રહી છુપાઈ છુપાઈ ને તું વાંચે છે શું.!
આવ ! નીચે આવ ! પાસે આવી મારા મનનેય જરી વાંચી જા .!

લે...! મે છેલ્લી બે આંગળી ને અંગુઠો હથેળીમાં વાળી લીધા...!
અને બાકી બચેલા  બે આંગળા સીધા ! તારી સામે ધરી દીધા ...!

ચાલ હવે તું પણ મારી જેમજ  અંગુઠો ને બે આંગળી વાળીદે .
પછી બાકી બચેલી બે પતલી આંગળી મારી આંગળી પર રાખી દે.

પ્રેમથી હસી હું તને તું મને ને કહી દે .

લે ..! કર હવે તો બિટ્ટા ...!

“અનંત” છોડ આ ઇટ્ટા કિટ્ટા ...!  

પાણીમાં ક્યાં સુધી તાણશે લીંટા ..!

છોડ આ ઇટ્ટા કિટ્ટા ...!  

કર હવે તો બિટ્ટા .!

"અનંત"

એ મહોલ્લો જેનો માહોલ આજે બિલકુલ બદલાઈ ચૂક્યો છે .

એ મહોલ્લો જ્યાં આખો દિવસ ધિંગા મસ્તી થતી રહેતી ...

હાં એ મહોલ્લો આજે સુમસાન ખંડેર સમો થઈ ચૂક્યો છે.

એ રંગીન મહોલ્લો આજે  તો સાવ  શાંત ખંડેર ભેંકાર ને  ઉદાસ છે .
પણ આજેય એ ગમગીન છતાં  રંગીન માહોલ મારી આસપાસ છે .\



એક જમાનો હતો જ્યારે આ મહોલ્લોમાં અનેક છોકરીઓ હતી ને એક અનંત...

જે પોતાના કામમાં ગળાડૂબ , પોતાની મસ્તીમાં ચૂર , સુરબસૂરું ગાયા કરે.

રેડિયાના સમયે રેડિયો વગાડે ને બાકીના સમયમાં ટેપ.

ક્યારેક વળી કોઈના પ્રેમમાં પડે, તો જટ ઊભો  ના થાય......

એક દિવસ પડ્યો , રાજશ્રીના પ્રેમમાં.

હાં એ રાજશ્રીને પ્રેમથી રાજો કહેતો.

અને જ્યારે પ્રેમમાં પડે ત્યારે તો સામસામે ગીત વાગે.

ગીત એકજ હોય , એ એના ઘેર આ એના ખંડેર ....

એક કડી આ વગાડે તો બીજી કડી પેલી વગાડે.

ગીત એકજ હોય પણ આ ધીમું કરે ત્યારે પેલી ફાસ કરે  ને  પેલી ધીમું કરે ત્યારે આ ફાસ.

જેમકે ફિલ્મ હોટલનું આ ગીત...

પ્યાર કરતે હે હમ તુમ્હે ઈતના. દો આખે તો ક્યાં દો જહામે સમાયે  ના જીતના ...

આટલું વગાડી એ ટેપ ધીમું કરે પછી પેલી ફાસ કરે.

દિલમે કબતક કરોગે બસેરા સાથ કબતક ના છોડોગે મેરા....

ફરી એ ટેપ ધીમું કરે ને આ ફાસ..

આમ સવારથી સાંજ ધીમું ફાસ, ધીમું ફાસ ચાલ્યા કરે ગીતો વાગ્યા રે.

અને જો આ ભાઈ ક્યારેક છટકે તો પેલી સાથે ઝગડી પણ લે .'ને પછી , થોડા દિવસ મૌન ....

જ્યારે મોઢું બંધ થાય ,ત્યારે એની કલમ ચાલુ થઈ જાય.

અને ભાઈ ગાંડાની માફક ફળિયામાં આવેલી દીવાલ પર જે મનમાં આવે તે લખવા માંડે...

ક્યારેક પોતાને જ સમજાવે , તો ક્યારેક પેલીને સંબોધીને લખે.

અને આ બધુ પેલીને ગમવા માંડે....

એટલે પાછા ક્યાં ગ્યાં તા તો ક્યે ક્યાય નૈ હતા ત્યાં ના ત્યાં...

આમ રંગીન દિવસો પસાર થતાં હોય છે .

તેવામાં એક દિવસ રાજોની કોઈ સગલી નામ જેનું વિધ્યા તેના ઘેર ફરવા આવી ...

રાજો મહોલ્લાના ઉપલા મજલે રહે ..

નવરીપડે ત્યારે રવેશમાં ઊભી ઊભી ડોકીયા કર્યા કરે..

હવે તો રાજો સાથે વિધ્યા પણ રવેશમાં આવી ઉપર ઊભી ઊભી પેલા ને જોયા કરે...

આવતા વેંત વિધ્યા આખાયે મહોલ્લાની રોનક થઈ ગઈ .

એ એક અલ્લડ નારી ને બીજો અલ્લડ ટપૂ મારો આત્મ સખો. અનંત ...

વિધ્યાની છટા ને  વાળની ઘાટા એવિ કે...

એના આગમન માત્રથી માત્ર કિશોર કે યુવાનજ નહીં બલ્કે બુઢા પણ ઝણઝણી જતાં..

ધીરે ધીરે એ એવિ તો છવાઈ ગઈ કે...

એના પગલાં ફળિયામાં પડતાં જ મહોલ્લો આખો જીવંત થઈ જાય ....

આ ભાઈને પણ વિધ્યા આવતા વેંત ગમી ગયેલી.

બધા સામે બિન્ધાસ્ત હસતી બોલતી પણ અનંત પ્રત્યે થોડો વધુ જુકાવ  ....

અનંતને પણ થવા લાગ્યો એના પ્રત્યે વધુ લગાવ...

થોડા જ દિવસમાં પેલી ને અનંત ગમતો થયો..

આ ભાઈ થોડું વધુ લખતો થયો...

રોજ રોજ ફળિયામાં આવેલ દીવાલ પર કઈને કઈ રચના લખે પેલી વાંચે..

એને પણ ગમે , અને ગમે એટલે નીચે કઈક અંગ્રેજીમાં લખી આવે.

આ ભાઈ અભણ અને પેલી ભણેલી .

આને કઈ સમજાય નૈ ...

એટલે પાછો બે શરમ થઈ લખી આવે નૈ ફાવે....

એક દિવસ વિધ્યાએ નીચે આવી એની રચના વાંચી .

અને પછી કઈક ગુજરાતીમાં લખ્યું.

ને ઉપરથી લખી આવી અનંત  તારા માટે ખાસ....

આ બેઉનું જાહેરમાં આવું ખુલ્લુ વલણ જોઈ  રાજો સિખે ઘણા ઈર્ષ્યા થી દાજવા લાગ્યા ....

અને આ અલ્લડ અક્કલ વગરનો સાવ....

પેલી શું લખે ને આ શું જવાબ આપે કઈ ઠેકાણું નૈ....

પેલીના જુકાવનું કારણ માત્ર એના શબ્દો , એ જે લખતો તે આને ગમતું બસ એટલુજ ...!

અને આને પણ આમ મનમાં કાઇ જ નૈ .

ભઈ ગમે ત્યારે ગમે તે બોલી નાખે.

એ ના વિચારે કે સૌની સામે તેના પેલી ને જે મનમાં આવે તે કહી દેવાથી -

એના હ્રદય પર શું વિતતિ હશે , બસ બોલવું એટલે બોલવું...

હાં એ ખરું કે એના મનમાં લગીરે પાપ નહીં.

જે કાઇ પણ લખતો  બોલતો સાવ નિર્દોષ અને ભોળા ભાવે એ લખતો બોલતો.

અને આ હકીકત છે કે, જેના મનમાં કોઈ પાપ ના હોય એજ સામે પુરુષ છે કે સ્ત્રી એ ના જુવે .

અને બસ હૈયે જે આવે તે બકી મારે.

જેના મનમાં પાપ હોય, એ લોકો સ્ત્રી સાથે જાહેરમાં વાત કરતાં ડરે છે ..!
ને મનનો મેલા માનવી સ્ત્રી સાથે વાત કરવા બસ ખૂણા શોધતા ફરે છે ..!

પણ આને એવું કાઇજ નૈ ...

છતાં એક દિવસ એવું બન્યું કે એની આવી હરકતોથી પેલી ત્રાસી ગઈ, કંટાળી ગઈ……

અને એણે નીચે ઉતરવાનું બંધ કરી દીધું.

હા રવેશમાં ઊભા ઊભા સંતાય ને બધુ જોયા કરે પણ કઈ બોલે નૈ...

પેલાની હરકત કારણ હોય,  કે પછી કોઈ ઈર્ષાળુ ની ધાક ધમકી એ તો ઈશ્વર જાણે...

પણ પછી આ ભઈ ને પણ સમજાયું કે સાલું બૌ ખોટું થઈ ગયું....

સમજાઈ જવા છતાં થોડો સમય કઈ મનમાં ના લીધું.

પણ પછી તો અંદર અંદર અકળાવા  લાગ્યો....

પણ ભઈ ને પુરુષ સહજ અહં નળે...

અંતે પ્રકૃતિગત નિયમ મુજબ, પુરુષ પહેલ કરે અને એજ પહેલા ઢળે,પલળે...

આખરે એણે અહં છોડી પેલીને મનાવવા વિચાર્યું .

અને પછી ફળિયામાં આવેલી દીવાલ પર આ રચના લખી કાઠી....
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

ઇટ્ટા કિટ્ટા છોડ હવે...
@@@@@@@@@
હાં મારુ અંતિમ સત્ય તુજ છે...!
હાં મારુ અંતિમ લક્ષ્ય તુજ છે....!

શું મારી આ દશા જોઈ રવેશમાં  ઊભી  તું ખુશ થાય છે...?
કેમ કહું ?ક્ષણ ક્ષણ મને અહી તારી કમી મહેસૂશ થાય છે....!
પણ આ વાત સ્વીકારવામાં ,

અને બસ તને આટલું  અમથું કહેવામાં તો મને,
મને મારો મસ મોટો પુરુષ સહજ અહં આડે આવે છે ...!

અને  એજ રીતે તને પણ !તારું સહજ સ્ત્રી પણું ....!

પ્રથમ હોય, અનંત હોય કે અંતિમ... !

ભૂલ તો આખરે ભૂલ જ હોય છે ને.....?

હું તો સાવ નાદાન હતો, હજુય છું.

પણ ! તું તો સમજદાર હતી ને...?

અને એ તો હજુ પણ છેજ ને..??

તો પણ સાવ આવું ???

ચાલ જે થયું તે થયું.

હવે ભૂલી જા બધુ.!

'ને  હવે આ ઇટ્ટા કિટ્ટા ખતમ કર... !

ખુલાસા હું વધુ નહીં  જ આપું !તારે માનવું હોય તો માની જા.
મનમાં મારા લગીરે મેલ નથી !આવ ભીતર આવી ઝાંકી જા.

"અનંત" રવેશ ઉપર ઊભી રહી છુપાઈ છુપાઈને તું વાંચે છે શું.!?
આવ ! નીચે આવ ! પાસે આવી મારા મનનેય જરી વાંચી જા .!


લે...! મે છેલ્લી બે આંગળી ને અંગુઠો હથેળીમાં વાળી લીધા...!
અને બાકી બચેલા  બે આંગળા સીધા ! તારી સામે ધરી દીધા ...!

ચાલ હવે તું પણ મારી જેમજ  અંગુઠો ને બે આગલી વાળીદે .
પછી બાકી બચેલી બે પતલી આંગળી મારી આગળી પર રાખી દે

પ્રેમથી હસી હું તને તું મને ને કહી દે .. 


લે ..! કર હવે તો બિટ્ટા ...!

“અનંત” છોડ આ ઇટ્ટા કિટ્ટા ...!  

પાણીમાં ક્યાં સુધી તાણશે લીંટા ..!

છોડ આ ઇટ્ટા કિટ્ટા ...!  

કર હવે તો બિટ્ટા .!

"અનંત"







Thursday, 26 June 2014

अकेले होते तो तन्हा होना बड़ी बात न थी ..

अकेले होते तो तन्हा होना बड़ी बात न थी .. 
साथ होके भी तन्हा जीना बड़ा मुश्किल है. 
 
इस जिन्दगीका, ये तन्हा पन, दूर करे....  
ऐसा भी कोई हो. जो मेरी बात मेरे जझ्बात समजे.. 
 
 हे कोई ऐसा जो दूर होके भी मेरी ख़ुशी मेरे गमोमे सामिल हे. 
अकेले होते तो तन्हा जीना बड़ी बात न थी...  
साथ होके भी तन्हा जीना बड़ा मुश्किल है. 


"અનંત" એકલા જ જો હોય તો એકાંતનો કોઈ ડર નથી લાગતો. 

હોય સાથે કોઈ છતાં જો એકાંત જેવુ લાગે તો ગભરામણ થાય છે.  

Wednesday, 25 June 2014

ભૂલો ની ભરમાર....

તે દિવસે પરિયાએ ખંડર તરફ ધીમા ડગ મંડાયા....

રાત્રિ ની નીરવ શાંતિ મંદ મંદ લહેરાતો ઠંડો પવન ને ભીતર ઉની આગ.... 

ધીમા પગલે, ઊતરેલ ચહેરે પરિયો ચૂપ ચાપ અધખુલ્લા દરવાજાની ભીતર  પ્રવેશ્યો.... 

ભીતર જીરોના લેમ્પનો આછો ઉજાસ રેલાતો હતો.... 

પરિયાને આ રીતે આવેલો જોઈ,

  ટીપોય પર સામસામે પગ લંબાવી ઝર્ઝરિત ખુરશી પર બેઠેલા અનંત અને અજ્ઞાની  હસવા લાગ્યા 

અજ્ઞાની મંદમંદ અને અનંત ખડખડાટ હસ્યો... 

પરિયો ચૂપ ચાપ પોતાની ખુરશી પર ગોઠવાઈ ગયો ...

ટીપોય પર પાણી ભરેલા લોટામથી ગ્લાસ ભરી પાણી પિતા  પરિયો કહે  હસો દોસ્ત હસો ...

તો શું તારી જેમ મો લટકાવી બેસીએ ? અનંત બોલ્યો. 

અજ્ઞાનીએ અનંતને મજાક કરતો રોક્યો .... 

છોડ યાર અનંત,  દુખી ને વધુ દુખી ના કર અને એને પૂછ આખરે થયું છે શું ?  

અનંત વ્યંગમાં બોલ્યો... 

એમાં પૂછવાનું શું હોય , સમજીજ જવાનું હોય, પકડ્યું હશે ફરી સળગતું , કરી હશે ફરી કોઈ ભૂલ. 

હાં..  હાં..  હાં ... ! ભૂલ તો હમેશા હુજકરું છું ને....! તમે લોકોએ તો જાણે કદિ કોઈ ભૂલ જ નથી કરી કેમ...?    

અજ્ઞાની એ પરિયાનો  ખભો દાબીને કહ્યું. 

શાંત પરિયા શાંત....જીવનમાં થોડી ભૂલ મે પણ કરી છે , 

અજ્ઞાની આગળ બોલે એ પહેલાજ અનંત વચ્ચે બોલ્યો ... 

અને જાજી બધી ભૂલો મે પણ કરી છે .   

પણ અમે લોકો ભૂલમાથી હમેશા સબક લીધો છે .! સમજ્યો...?

એક વાર કરેલી ભૂલ  હું ફરી ક્યારેય નથી કરતો... 

હાં સાચી વાત છે હો , બિલકુલ સાચી વાત છે તારી અનંત ! 

તું  કરેલી ભૂલ ફરી ક્યારેય નથી કરતો ,  હમેશા નવી નવી  જ કરે છે ..નૈ .?

અનંતને આમ વ્યગમમાં કહી અજ્ઞાની હસ્યો...   

અનંત :- અબે ચૂપ ..!  દાઢી ... 

પરિયો મૂંગો મંતર બેઠો  બસ પાણી પીધા કરે છે.  

ત્યાં અચાનક અનંત ને ચાય યાદ આવતા  સફાળું પરિયાને  પૂછ્યું .

અલ્યા પરિયા એ બધુ તો ઠીક પણ ચાય ક્યાં... ?

ભાડમાં ગઈ ચાય , મને ઊંઘ આવે છે..! પરિયો ગુસ્સે થઈ ગયો.. 


અરે એમાં ક્યાં નવાઈ છે  એ તો તને આઠે પ્રહર આવતી જ હોય છે ને...! 

પણ એમાં આમ ગુસ્સે શું થવાનું  હે !  આખરે તને તકલીફ શું છે ? ખુલાસો  કર તો ખબર પડે ! 

અનંતે પરિયાને શાંત કરવા પ્રયાસ કર્યો . 

તકલીફ  મને નહીં એને છે ! 

અજ્ઞાની  કહે 'તને પણ છે જ ને...?'

પરિયો કશું ના બોલ્યો તેથી અનંતે કહ્યું જો પરિયા ચૂપ રહેવાથી કઈ વાત નૈ બને.!

પરિયો ગુસ્સે થઈ બોલ્યો. 'તો બોલવાથી પણ ક્યાં કોઈ વાત બને છે..!?'   

તો મૌન રહેવાથી કોઈ સમજે છે ખરું ? ક્યારનો રાડો પાડે છે તે ! 

અનંતે પણ સામે ગુસ્સે થઈ જવાબ આપ્યો. 

બન્ને ને સામસામે ગૂસામાં વાત કરતાં જોઈ અજ્ઞાની બોલ્યો. 

યાર કમ્માલ છે, પહેલા એક નો પારો ચડેલો હતો હવે બન્ને સરખા થઈ ગયા ... 

હું તો એમ કહું છું પહેલા આપણે ચાય પી લેવી જોઇયે ... 

ચાય..! પરિયો  ચમક્યો , પણ ચાય તો હું નથી લાવ્યો... 

તું ફિકર ના કર અમે વ્યવસ્થા કરી લીધી છે . 

વ્યવસ્થા શેની વ્યવસ્થા ચાયની ..! 

પરિયાએ આશ્ચર્ય સહ પૂછ્યું . 

હવે  અજ્ઞાની તપ્યો. 

હાસ્તો કરવીજ પડે ને ! તારા ક્યાં આજકાલ નેઠા હોય છે...? 

મન પડે ! મતલબ હોય ત્યારે તું આવે !  બાકી અમારો ભાવ ક્યાં પૂછે છે તું...? 

કોને ખબર ક્યાં ક્યાં ભટકે છે ! અનંત અજ્ઞાની ની વાતમાં સૂર પુરાવતા બોલ્યો. 

પરિયો બે હાથ જોડી માફી માગતા  બોલ્યો. 

માફ કરો યારો  ભૂલ થઈ ગઈ , ઉતાવળમાં હું ચાય લીધા વિના જ આવતો રહ્યો .

વાત માત્ર આજની નથી પરિયા . તેથી જ અમે લોકોએ નાનકડો પ્રાઇમસ વસાવી લીધો છે . 

અને અમે રોજ તારા ભાગની ચાય પણ બનાવીએ ,  તારી રાહ પણ જોઇયે .. 

પછી ...? પરિયાએ પૂછ્યું . 

પછી શું ! અક્કલ વગરના તારી રાહ જોઈને થાકીએ , 

તું ના આવે તો અમે જ તારા હિસ્સાની ચાય પી જઇયે ને સૂઈ જઇયે..... 

લે ! તમને પણ નીંદર આવે...? 

હાસ્તો આવે જ ને કેમ અમે  માણસ નથી .?

લાગતાં તો નથી પરિયા યે હસતાં હસતાં મજાક કરી...

ચાલો અનંત સાહેબ જરા મૂડમાં આવ્યા છે જા હવે ચાય ગરમ કરીને લેતો આવ... 

અનંત અંદરની ઓરડીમાં જઇ ચાય ગરમ કરી કીટલી ભરી લાવ્યો ... 

  બ્લ્યુ રંગના જીરોના લેંપના આછા ઉજાસ.... 

ચોતરફ પ્રસરતી સુખડની અગરબતીની સુવાસ...  

વચ્ચે ખખડધજ ટીપોય એની ફરતે ત્રણ જર્ઝરિત ખુરસી ને ત્રણ અમે.  

અમે ત્રણેય પોતપોતાની જગ્યા પર સરખા ગોઠવાઈ ગયા અનંતે ચાયની પિયાલી  ભરી...

ચાયની ચૂસ્કી  ભરતા  અનંતે પરિયાને કહ્યું . 

હવે કહે શું વાત છે કે તું આજે મો લટકાવી ને આવ્યો ..? 

ચાયની ચૂસકી ભરી પરિયો બોલ્યો વાત જાણે એમ છે . 

હું સમજ્યો એને મારી સાથે પ્રેમ છે . 

પણ હકીકતમાં  એના  મનમાં એવું કશું છે જ નહીં...! 

અજ્ઞાની યે ચૂસ્કી ભરી પૂછ્યું તને એવું શાથી લાગ્યું  કે એને તારી સાથે પ્રેમ છે ? 

અને એ ક્યારે ખબર પડી કે એના મનમાં એવું કશું જ નથી ?

પરિયાએ સપષ્ટતા કરતાં કહ્યું. જુવો દોસ્તો હું તમારાથી કશું નહીં છુપાવું.  

અનંત બોલ્યો. . હા એતો અમે બંને ભલી ભાતી જાણીએ  છીયે .

તો હું તમારા લોકોની વર્ષોથી કબાટમાં રિબાતી રચનાઓને અવસર પ્રાપ્ત થતાં ,

 જાહેરમાં પ્રદર્શિત કરવા લાગ્યો  ઘણા ને એવો ભ્રમ થયો કે હું લખું છું . ! 

એ વાતને લઈને  એક સ્ત્રી મારા પરિચયમાં  આવી . 

અને બસ હું બૌ લાંબુ નૈ કરું , ટૂંકમાં  એટલું જ કે મને ભ્રમ થયો . પણ....! 

થોડી વાર નીરવ શાંતિ પથરાઈ ગઈ. 

પણ બોલી ને અટકી ગયેલ  પરિયો ચાયની ચૂસકી ભરવા લાગ્યો ... 

અનંત અને અજ્ઞાની પણ ચાય પીવાની સાથે સાથે પરિયાની વાત સાંભળવામાં લીન હતા ...

પણ શું ? અનંત અજ્ઞાની એ એક સાથે સવાલ કર્યો... ! 

પણ પછી  મને ખબર પડી કે એ મારા નહીં તમારા બે માથી એકના પ્રેમમાં છે ! 

જોકે મને અનંત એ તારા પ્રેમમાં હોય એવું વધારે લાગ્યું. 

અનંતે  પરિયાને કહ્યું એ પણ તારો ભ્રમ જ છે પરિયા .... 

અજ્ઞાનીએ અનંત ને કહ્યું . એ તારો પણ ભ્રમ છે અનંત. 

પરિયાએ અનંત ને કહ્યું . હાં અજ્ઞાનિની વાત બિલકુલ સાચી છે.  

પરિયો  ચાયની ચૂસ્કી ભરીને બોલ્યો...  

લ્યો બોલો તો પછી સત્ય શું છે.? પણ મારો ભ્રમ..? 

હાં યાર બિલકુલ ભ્રમ  ! તું સાવ મૂર્ખ છે ! 

અરે યાર કોઈને પણ અમારા શબ્દો અમારી રચના ગમી જાય , 

અને એને લઈને એ તારી સાથે મિત્ર ભાવે વાત કરે ,

કે પછી અમારા શબ્દો ને લઈને વાત કરે એનો અર્થ એ થોડીના થાય , કે એ પ્રેમ કરે છે ! 

પણ તો પછી ... આટલું બોલી  પરિયો અટકી ગયો વિચારમાં પડી ગયો..

તો પછી કાય નૈ  ..! અનંતે ચાયની છેલ્લી ચૂસ્કી મારી પિયાલી  ટીપોય પર મૂકાતા કહ્યું. 

એ પ્રકરણ અહી પૂરું કર . ચાલ બીજી વાત કર. 

હે ! પહેલી વાત કઈ હતી  ?અનંત વિચારમાથી ઝબકી ને બોલ્યો. 

અજ્ઞાની કહે  છોડો યાર પહેલી , બીજી, ત્રીજી.... 

જિંદગી નો અંત આવી જશે પણ  તમારા બેઉની આ પ્રેમની વાતોનો ક્યારેય અંત નહીં આવે ...

હાં યાર વાત તો સાચી છે . અનંત બોલ્યો... 

પણ મજા આવે છે . પરિયાએ કહ્યું. 

અચ્છા... મજા આવે છે ...! તો કરો તમ તમારે મજા ...!  

કેમ તારે પોઢી જવું છે ? અનંતે અજ્ઞાની ને પૂછ્યું . 

હાસ્તો ... અજ્ઞાની એ હસતાં હસતાં કહ્યું. 

એ હાસ્તો વાળી,  તારા વિના અમને મજા ના આવે, 

 તું  સૂઈ જશે તો અમે શું મંજીરાં વગાડશુ ? 

પરિયાએ અકળાઇને કહ્યું. 

ઘણા પ્રશ્નો એવા છે  અજ્ઞાની , જેનો જવાબ  માત્ર તુજ આપી શકે છે ! 

સાચી વાત, સાચી વાત, સાચી વાત ... અનંત પરિયાના સૂરમાં સૂર મિલાવતા બોલ્યો. 

હાં તો અજ્ઞાની મને એ કહે કે  માણસ ની ભૂખ કેટલા પ્રકારની એને એમાં સૌથી ઉતમ ભૂખ કઈ..? 

પરિયાએ અજ્ઞાનીને સવાલ કર્યો .... 

અનંતે વાતને વચ્ચે અટકાવતાં કહ્યું . 

પરિયા એ બધા  સવાલ જવાબ પછી પહેલા તું અમને એ કહે કે,

 તું આવ્યો ત્યારે તારું મો લટકેલું શા માટે હતું ?

પરિયો કહે ,કાઇ નહીં હવે જવાદે ને યાર એ બધી વાતો... 

અજ્ઞાની કહે , ના એમ હવામાં જવા ના દેવાય અમારે જાણવું છે. આખરે સત્ય શું છે..! 

અરે ભાઈ સત્ય બીજું કાઇ જ નથી ભ્રમ છે માત્ર ભ્રમ...! 

અને જે પણ હતું હું મારી ભૂલ સ્વીકારું છું પછી શું છે....! 

ના એવું કદિ ના બને ભૂલ ક્યારેય કોઈ એકની ના જ હોય શકે.... ! 

અને હવે તું બૌ ચોળીને ચીકણું ના કાર અને માંડીને વાત કર ..! 

અજ્ઞાનીએ અનંતની વાતમાં સૂર પુરાવતા કહ્યું .

હાં પરિયા અનંત ઠીક કહે છે ચાલ હવે બૌ ઢીલ ના કર સમય ઓછો છે ને વાતો ઘણી. 

પરિયો મૌન થઈ ગયો શું કહેવું શું ના કહેવું એજ એને સમજાતું ના હતું... 

પરિયો  મૌન થઈ જતાં અનંત બોલ્યો . 

જો પરિયા તારે ના કહેવું હોય તો હું જે જે સવાલ કરું એના જવાબ આપ...! 

હા એ ઠીક રહેશે . અજ્ઞાની બોલ્યો.  

પૂછો તમારે જે પૂછવું હોય એ પૂછો ..! 

અનંત :- તો કહે તું સામે ચાલીને ગયેલો ... ?

ના ..!

અજ્ઞાની:- તો એણે તને આકર્ષવાનો પ્રયત્ન કરેલો ....?

ના ..! 


અનંત:- તો પછી  આવાજ પ્રશ્ન જ્યારે તને એ પૂછતી, 

 ત્યારે તું  એને હર વખતે  પયગંબરમાં ખુદાની સહી નથી હોતી એવું શા માટે કહેતો હતો...?

પરિયો ફરી મૌન ....
  
જો પરિયા તું કહે ના કહે તો પણ અમે બધુ જ જાણીએ છીયે .  

એટલે મૌન રહેવાનો કોઈ અર્થ નથી દિલ ખોલી વાત કરી હળવો થા ...! 

પેટની,પ્રેમની, કાનની . આંખની, જીભની , જીવની આત્માની, સ્થૂળની, શૂક્ષ્મની , 

તનની,મનની, નામની , પૈસાની, કિર્તિની. કદરની,

કેટકેટલી ગણાવું  ! અનગીનત ભૂખ હોય છે માનવીની ... 

અને હર એક ભૂખની તીવ્રતાની વધઘટ સમય સંજોગ પ્રમાણે  થયા કરતી હોય છે .

પણ સૌથી ઉતમ ભૂખ કઈ  ? આ સવાલ અનંતે કર્યો. 

પરિયાએ કહ્યું . હાં મારે પણ એ જ જાણવું  છે.! 

અજ્ઞાનીએ હસતાં હસતાં કહ્યું . 

ભઈ મને ખબર છે તમારે બન્ને ને શું જાણવું છે શું નથી જાણવું ... 

પણ પહેલા મારી વાતનો જવાબ દે શું શૂક્ષ્મ રીતે પ્રેમ થઈ શકે...? 

અજ્ઞાની:- હાં જો સ્થૂળ દેહે મળવાના સંજોગ ના હોય તો એ એક માત્ર સાધન છે ! 

અને બીજી એક સ્પષ્ટતા કરી દઉં ,

 કોઈ પણ ચીજ ની કલ્પના એ માત્ર અધૂરી ઝંખના ને પૂર્ણ કરવાનું એક માત્ર સાધન છે . 

પણ તે તો એવું લખ્યું છે ને કે કલ્પના જ સત્ય ને સત્ય જ કલ્પના એવું કશુક ! 

હાસ્તો એ પણ એટલુજ સત્ય છે . આ જગતનું નિર્માણ એ પણ કોઇની કલ્પનાનું જ પરિણામ છે. 

તું જ કહે ઇમારત બન્યા પહેલા શું બને  .. ? 

અનંતે મસ્તી કરતાં આંગળી ઊંચી કરી સાયબ હું કૌ  , હું કૌ ?

હાં શિષ્ય તું કે '  

નક્શો.... અનંતે ઉછળીને જવાબ આપ્યો. 

સાચું બિલકુલ સાચું હવે એ કહે કે નક્શો પહેલા ક્યાં બને .. 

કાગળમાં પરિયાએ અક્કલ્નુ પ્રદર્શન કર્યું .

ડોબા ! કાગળમાં નક્શો  પછી બને ..! 

પહેલા ઇમારતની આકૃતિ મગજમાં યાને કલ્પનામાં આકાર લ્યે  ..! 

સાવ અક્કલ વગરનો જ છે હો તું ..! 

અજ્ઞાનીએ ઊછળતા અનંતના ખભે હાથ મૂકી કહ્યું. 

ભઇલા બૌ ઉછળમા , તારામાં કેટલી છે,  એ મને ખબર છે. 

મને  બોલાવમાં મારુ મો ખોલાવમાં ... 

કેમ  ? તો શું મે ખોટું કહ્યું. અનંત મો બગાડી બોલ્યો. 

અજ્ઞાનીએ કહ્યું . 

ખોટો હું પણ હોય શકું છું ! 

એક વાત સાચી પડે એનો અર્થ એ નહીં કે  મને કે તને બધી ખબર પડે છે ! 

હાં ભઈ હવે મુકોને લપ મૂળ વાત પર આવો. મને નીંદર આવે છે. 

પરિયાએ આંખો ચોળતા ચોળતા કહ્યું.... 

અનંતે પરિયાને કહ્યું. તો આવા અઘરા સવાલ ના કરાય ને. ! 

પરિયાએ કહ્યું . તો જવાબની જિજ્ઞાસા તને પણ હતી જ ને ? 

અજ્ઞાની બન્ને ને વઢ્યો . 

યાર તમે આમ વાતે વાતે ઝગડશો તો પછી હું સૂઈ જવાનો કૈ દઉં છું .... 

પરિયો અનંત સામે જોઈ બોલ્યો. 

જો ...જો..જો છટકબારી શોધી લીધી  આયે ... 

અજ્ઞાની સામે જોઈને. તું પણ સુવા માટેના બહાના શોધતો હોય છે .. 

ભઈ હવે આગળ ચલાવો નહીં તો હું કોઈને કહીશ પૂછીશ નહીં અહિજ ઢળી પડીશ... 

અને સાચે અનંત ખુરશી પર ઢોઇંગ થઈ ગ્યો... 




  




Tuesday, 24 June 2014

"અનંત" ના જર્ઝરિત સાહિત્ય સંગહ માંથી...

એકજ રસ્તે રોજ રોજ આવતા ને જતાં....   

એક નર અને એક માદા...

જો એક બીજાને નિહાળે ...

તો નિર્દોષ નજરમાં દોષ જન્મે ...

અને હ્રદયમાં એક ઘોષ જન્મે...  

પણ જો એ નજરનો દોશ અને હ્રદયનો ઘોષ સાવ નિર્દોષ હોય તો....

આવી જ કઈક ઘટના એની સાથે બની ...

અને પછી બને છે એવું જ બન્યું .....

એકજ  રસ્તાના  બેઉ મુસાફિરના ચરણ અંતે એક દિવસ સામસામે થંભી ગયા...

પ્રથમ દિવસે ઝાડની ઓથે ઊભા રહી થોડી વાતો કરી વહેતા થયા ...

પછી તો રોજનું થયું, સમયાંતરે એક બીજાને આમ કહેતા થયા....

એક દિવસ નરે માદા ને પ્રેમથી કહ્યું ..

બહુ જાજી નૈ બસ.! મારી પાસે જરીક તો આવ.
યાર મસ્ત વાત કહું કાનમાં, તું કરીબ તો આવ.

માદાએ  લજવાઈને  પૂછ્યું . પણ શું..???

નરે નિર્દોષ ભાવે કહ્યું...  

આ હવા છે ને એ પણ આપણી વચ્ચેથી સરકી ના શકે.
આવ પ્રેમથી, એકવાર એ રીતે સાવ નજીક તો આવ.

માદા ફરી શરમાઈને બોલી ...

ના મને શરમ આવે...

નરે કહ્યું...

સાચું કહું ? આ તારી પણ શરમ ક્ષણમા આપો આપ છૂટી જશે હોં.
ખોટું નથી બોલતો , અરે ગાંડી તારી કોક સખીને ને તું પૂછી તો જો. 

માદા લજવાતી લજવાતી નીચી નજરે  નરની નજીક ગઈ...

નરે કહ્યું બે ફિકર થઈ તારી આંખો બંધ કર. હું કૈક આપું.
કઈક અલગ જ રીતે આજે તું મને માપ, ને હું તને માપુ.

માદા આંખ બંધ કરી લજવાતી સંકોચાતી ઊભી રહી ...

નર નમણી લજવાતી માદાને અપલક નિરખતો રહ્યો...

પેલી અધિરી થઈ જરીક અમથી આંખ ખોલી બોલી ...  

અલ્યા તે કહ્યું ને.! કે આંખ બંધ કર, તો લે મે આંખ બંધ કરી. 
અને તે એમ પણ કહ્યું હતું ને !  કે તું કઈક આપીશ તો આપ.!

માદાના હોઠ થયા પાણી પાણી ...

પણ નરે માત્ર ગાલ પર ચૂટકી જ ખણી...  

માદા આકળાઈ ને બોલી ...

એમ નહીં.!  તે કહ્યું હતું ને ! કે કઈક અલગ જ રીતે.
તું માપ આપીશ ને મને પણ એ રીતે માપીશ તો માપ.!     

નરે હળવાશથી કહ્યું.  તે ધાર્યા કરતાં વધારે ધારી લીધું. 
અને મે , મારે જે વિચારવું હતું એ ક્ષણમા વિચારી લીધું. 


મારે જે આપવું હતું તે અપાઈ ગયું.
શું મારુ મન તારાથી મપાઈ ગયું ?

માદા લજવાઈને બોલી હાં હવે. સાવ પાગલ જેવો જ છે તું ...

એ સિવાય બીજું ...?

માદા :- હજુ તો ઘણું બધુ તારા મુખે થી સાંભળવાની ઈચ્છા છે. 
નર:- પણ એમ દૂરથી નૈ , તોજ કહું પ્રેમથી તું સમીપ જો આવ.!

માદા ખુશ થઈ ગઈ જોઈ નરની આંખો નિર્દોષ.
નરે પણ સાંભળી લીધો  માદાના હ્રદયનો ઘોષ.    

માદા એ કહ્યું , તે કહ્યું તે મે કર્યું હવે હું જે માગું તું આપીશ...?
નરે નજીક જઈ હળવેકથી પૂછ્યું  તું જીવ તો નહીં ને માંગીશ ?

માદાએ કહ્યું  કેમ ડરી ગયો....?

નર કહે ના રે.. યાર એમાં ડરવાનું શું. !
પણ તુજ કહે, મરીને પછી કરવાનું શું.!  

અને પછી નરે માદાનો હાથ લઈ હાથમાં હળવેકથી દાબતા કહ્યું.

હું જાણું છું જાનું તું જાન તો નહીં જ માંગે.!  હાં મારી ભીતર.
અનંતપ્રેમ છે ! આજીવન એ પ્રેમથી આપીશ.. લે માંગ..!.

આમ ને નર માદા એક બીજાના પ્રેમને પ્રેમથી માપતા રહ્યા.
અનંતપ્રેમ આપતા રહ્યા, “અનંતપ્રેમ પામતા રહ્યા...    

નર અને માદા વચ્ચેના પ્રેમનું  આ ઝરણું સદીઓથી નિરંતર ઝર્યા કરે છે.
અનંતકોઈ ભળી જાય છે એકમેકમાં કોઈ વિખૂટા પડી બસ ઝૂર્યા કરે છે... 

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@





બહુ જાજી નૈ બસ.! મારી પાસે જરીક તો આવ.
યાર મસ્ત વાત કહું કાનમાં, તું કરીબ તો આવ.

આ હવા પણ આપણી વચ્ચેથી સરકી ના શકે.
આવ પ્રેમથી, એકવાર સાવ નજીક તો આવ. 

અલ્યા તે કહ્યું ને.! કે આંખ બંધ કર, તો લે મે આંખ બંધ કરી
અને તે એમ પણ કહ્યું હતું ને !  કે તું કઈક આપીશ તો આપ.

એમ નહીં.!  તે કહ્યું હતું ને ! કે કઈક અલગ જ રીતે.તારું,
તું માપ આપીશ ને મને પણ એ રીતે માપીશ તો માપ.!     

માદા :- હજુ તો ઘણું બધુ તારા મુખે થી સાંભળવાની ઈચ્છા છે. 
નર:- પણ એમ દૂરથી નૈ , તોજ કહું પ્રેમથી તું સમીપ જો આવ.


હું જાણું છું જાનું તું જાન તો નહીં જ માંગે.! હાં મારી ભીતર.
અનંત પ્રેમ છે ! આજીવન એ પ્રેમથી આપીશ.. લે માંગ..!

"અનંત"