Friday, 21 November 2014

અનંત ના ઝર્ઝરિત સાહિત્ય માંથી...






જોકે  આમ તો એ પોતે કદિ કોઈના પ્રેમમાં ઊંડો નહોતો ઉતાર્યો તેમ છતાં.... 

 જ્યારે એ, પ્રેમના ઊંડાણની વાત માંડતોને ! ત્યારે ....

ભલ ભલા / ભલીને  એ પોતાનામાં ઊંડા ઉતારવા મજબૂર કરી દેતો ... 

જૂઠું તે અનહદ બોલે.. 
ને જૂઠમાં સાચ ખોલે .. 

એવા મારા ભાઈબંધ અનંતે  ... 

મારા પ્રેમ વિશેના એક સવાલના જવાબમાં  આ શબ્દ રચના  લખેલી.... 

 જેમ  જેમ તું ઘટાડવા મથશે... 
તેમ તેમ પ્રેમ ઔર વધશે....

જેટલી તું દૂર થશે ... 
તેટલી જ નજીક આવશે... 

આજ નહીં તો કાલ 
તને પણ મારી યાદ સતાવશે...  

@@@@@@@@@@

આ સત્ય તું પણ સમજી  લે તો સારું છે , કે, જ્યાં સુધી પ્રેમી અળગા નથી પડતાં .
ત્યાં સુધી માત્ર ધીમા ધીમા અવાજ આવે છે , પણ પ્રેમના પડઘા નથી પડતાં.

પ્રેમમાં  એજ ઉપર ઊઠે છે  જે  આખે આખા ડૂબે છે , ડૂબીને છેક ઊંડા ઉતરે છે . 
છીછરો પ્રેમ એ કરતાં નથી 'ને  છીછરામાં કદિ એ છબ છબિયા નથી કરતાં. 

 ભરોશો હોય છે જેને ખુદ પર 'ને પોતાના પ્રેમ પર એ દિવસે નિશ્ચિત રહે છે, 
'ને  રાતે પણ  ઊંઘે છે નિરાંતે.પથારીમાં આમતેમ એ પડખા નથી ઘસતા .    

જે પ્રેમી નટખટ 'ને  મસ્તી ખોર હોય છે ,તે સદા હળવા  મૂડમાં રહે છે ,મજા- 
પ્રેમમાં કેમ આપવી ને પામવી એ જાણે છે તેથી ગંભીર અડપલાં નથી કરતાં.

પ્રેમમાં પ્રેમથી હુંફ આપવા 'ને હુંફ પામવા કાજે  સૌ કોઈ તરસે છે. આ જગતમાં 
એક બીજાને ચાહીને દાઝવા કે દઝાડવા  શબ્દોના તણખા ભડકા  નથી કરતાં.  

તમે માનો કે ના માનો પણ આ સત્ય છે . ત્યાં સુધી  પ્રેમમાં "  અનંત"  ઊંડાણ નથી -
આવતું ,જ્યાં સુધી પ્રેમી  જીવનમાં થોડા ઘણા  કળવા મીઠા જગડા નથી કરતાં.

ઘણા એવા છે , મારા જેવા છે,  જે સુધરતા નથી  કેમે કરી,જ્યાં સુધી કે ઠોકર ના ખાય .  
પ્રેમમાં જ્યાં સુધી ઠોકરના ખાય, ત્યાં સુધી "અનંત"આ પાગલ પ્રેમી સખણા નથી મરતા. 

મનથી, વચનથી , કર્મથી , હ્રદયથી  સાફ સૂથરા પ્રેમી  માત્ર શુધ્ધ પ્રેમ કરે છે."અનંત" 
પ્રેમના નામે એ કોઈનેય છેતરતા નથી કે લોફરની માફક  એ માત્ર લફડા નથી કરતાં .

"  અનંત "    

બ્લાસ્ટ :-  

પ્રેમની જે આગ તન મનને હુંફ આપતી હોય છે . 
"અનંત"   એ ક્યારેક દીલને દઝાડતી પણ  હોય છે.  
"અનંત"
ત્યાં સુધી  સાવ નજીક આવવાને  મજબૂર  નથી થતાં . 
"અનંત"જ્યાં સુધી કે પ્રેમી એક બીજાથી  દૂર નથી જતાં.

"અનંત" 

અપવાદ બાદ કરતાં... 

 હર એક સ્ત્રી અને પુરુષના જીવનમાં બે પાત્ર હોય છે. 

એક આંખ સામે હોય છે તો  બીજું  હોય છે આંખમાં...    

"અનંત"



Tuesday, 18 November 2014

अनंत अज्ञानी की बाते.... ब्लास्ट के साथ ...


આમ તો એ બંને અભણ જેવા હતા.

અને હું આઠ ચોપડી પરાણે પાસ... 

એ લોકોને ચોપડાના હિશાબ ક્યારેય સમજમાં નહોતા આવતા, પણ...

કર્મોના હિશાબ એ બંને ખૂબ સમજતા ...

અમારે રોજ રાત્રે મળવાનું હોય,

હું ચાય લઈને જાઉં પછી અમે ત્રણેય સાથે બેસી ચાયની ચૂસ્કી ભરતા ભરતા ,

નિત નવા વિષય પર ચર્ચા કરીયે મનન મંથન કરીયે ...

તે દિવશે અમારી ચર્ચાનો વિષય હતો કર્મ અને હિશાબ ..

હું માત્ર સવાલ કરીને ચૂપ થઈ જાઉં,

 અને એ બંને જેવો આવડે એવો જવાબ આપે.

 પછી થી એ લોકો દિવસ દરમ્યાન કામ કરતાં કરતાં 

મંથન કરે અને પછી ગરબડીયા અક્ષરે વિચારોને શબ્દોનું રૂપ આપે. 

અને જૂના પુરાણા જે કાગળ હાથમાં આવે તેમાં લખી નાખે .

પછીથી હું એ સુધાર્યા મઠાર્યા કરું...

એ દિવસની ચર્ચા અને મનન મંથન બાદ એ બંને એ જે લખ્યું તે મે વાંચ્યું ..

જે બ્લાસ્ટ ના રૂપે મે મઠાર્યું શણગાર્યું ...   

બ્લાસ્ટ
કોઈ સ્વીકારે નહીં વાત જુદી છે,

પણ..! આ હકીકત છે..!

આપણે જે આપીએ તે અચૂક પરત મળતુંજ હોય છે..!

અને જ્યારે મળે છે ત્યારે આપ્યા કરતાં હમેશા વધુજ હોય છે.!

પછી અનંત સુખ આપો કે અનહદ દૂ:ખ..!

અસિમ પીડા આપો કે અનંત આનંદ..!

મધર હાસ્ય આપો કે કરૂણ રુદન..

હોઠ પર હાસ્ય આપો કે આંખમાં આંશું. 

જે જે આપીશુ
તે તે પામીશું.

એમ ના માનશો કે તરત મળશે.
ગમે ત્યારે એ તો પરત મળશે.

જે આપશો તે બધુજ મળશે.
આપશો એનાથી વધુજ મળશે.

સખત નફરત આપો કે સતત પ્રેમ..
અચૂક વધુ મળશે આપશો જેમ જેમ ...

બોલો અનંતહવે , તમે, શું આપશો..?

મધુર હાસ્ય કે કરૂણ રુદન..??

આપશો એનાથી વધુજ મળશે . 
પરત વ્યાજ સમેતઅચૂક મળશે.

બોલો અનંતહવે , તમે, શું આપશો..?
અનંતઆનંદ કે અસિમ પીડા...?

સખત નફરત કે “અનંત” પ્રેમ...???
 આપશો જે , જેમ જેમ તે વધશે તેમ તેમ....

જે જે આપશો તે તરત નહીં મળે .
પણ એમ ના માનશો પરત નહીં મળે.

આજમાં નહીં તો કાલમાં થશે.
હિશાબ તો હર હાલમાં થશે.

  બહાર જવાબ તું શોધશે નહીં મળે .! 

એ છુપાયો તારાજ સવાલમાં હશે .   

“અનંત”

એ લોકોની આ વાત વાંચી મને એક પ્રશ્ન થયો, 

મે એમને પૂછ્યું કે આ બધુ તો સમજ્યો પણ...

ઘણી વાર મે જોયું છે કે...

 કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને અઢળક પ્રેમ આપે હુંફ આપે..

 તેમ છતાં સામે પક્ષે તેની ઉપેક્ષા કેમ થતી હોય છે..?

એજ રીતે કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિની સતત ઉપેક્ષા કરતી હોય ...

છતાં બીજી વ્યક્તિ તેની હર વખતે અપેક્ષા કેમ સંતોષતી હોય છે..?

એક વ્યક્તિને પ્રેમમાં વિખૂટા પડ્યા બાદ ખૂબ વેદના થાય છે તો બીજી વ્યક્તિને

વિખૂટા પડવાથી કોઈજ ફર્ક નથી પડતો ...

આવા વિરોધાભાષ પણ મે જોયા છે તો આવું કેમ ...?

અગર એ વિચાર કરીયે તો તમારા આ વિચારો નિરર્થક સાબિત થાય..

ક્ષણ વારમાં જ અજ્ઞાની એ મારા પ્રશ્નોનો ટૂંકમાં જવાબ આપી દીધો ....

એ જવાબ સાંભળી ને હું અને અનંત એના વિચાર સાથે  સહમત થયા...

 અને પછી જ મને સંતોષ અને ભીતર શાંતિનો અહેસાસ થયો ..

મારા સવાલોના જવાબમાં અજ્ઞાની એ કહ્યું કે...  

અગર જો સુખ કે દૂ:ખ , આનંદ કે પીડા , હાસ્ય કે રુદન , નફરત કે પ્રેમ....

 આપ્યા મુજબ ના મળે અથવા ઓછું કે વધુ મળે તો....

 સમજી લેવું કોઈ જૂનો હિશાબ સરભર થયો છે, થઈ રહ્યો છે ...

"અજ્ઞાની" ના ગમતું જ્યારે કઈ પલભર થાય છે ...! 

ત્યારે હું સમજી લઉં છું કે , હિશાબ સરભર થાય છે...!

"અજ્ઞાની"


https://www.facebook.com/katira.paresh/posts/146452452131131



કેમકે આ હિશાબ અનંત છે,…

છેક લગી એ કોઈ સમજી નથી શકતું કે
હિશાબ જૂના ચૂકતે થાય છે કે નવા ચડત.

અગર જો આટલું સમજાય જાય તો ...

દૂ:ખમાં પણ સુખની અનુભતી થાય ...

પીડામાં પણ આનંદ અનુભવાય...

રુદનમા પણ હાસ્ય છલકાય ...

“અજ્ઞાની” 

गर आज चली जाए.
कल कभी ना आये. 

"अनंत" बीते हुवे हर पल 
खाव्ब बनके रहे जाए.!
"अनंत"
      





જે જે આપશો તે તે તરત નહીં મળે .
પણ એમ ના માનશો કે પરત નહીં મળે.

આજમાં નહીં તો કાલમાં થશે.

હિશાબ તો હર હાલમાં થશે...! 

બહાર જવાબ તું શોધશે નહીં મળે .! 

એ છુપાયો તારાજ સવાલમાં હશે .   

“અજ્ઞાની"


અંતમાં એણે કહ્યું કે... 


આમ તો હરએક પ્રશ્નો ના  જવાબ  સવાલમાં જ છુપાયેલા હોય છે . 


તેમ છતાં અહી તહિ ક્યહીથી  જ્યારે તારા સવાલોનો જવાબ ના મળે ત્યારે....


તું તારી ભીતર શોધજે જવાબ જરૂર મળશે ...

"અજ્ઞાની " 


"અજ્ઞાની" ના ગમતું જ્યારે કઈ પલભર થાય ને.. ! 

ત્યારે તું સમજી લેજે કે હિશાબ સરભર થાય છે. 

"અજ્ઞાની"

"અનંત" ઝર્ઝરિત પત્રો માંથી .... મંજીલ નથી ‘હું’ કે ‘તું’ હું જાણું છું. તું પણ ચાલ હું પણ ચાલુ છું...





તને કાયમ પ્રશ્નો  ઉદભવે અને મને જવાબ .... 

મે તને પહેલા પણ બંધન અને મુક્તિ વિષે મારી સમજ મુજબ સમજાવેલું ... 

ફરી તને અઢળક પ્રશ્નો થાય છે ... 

તો, સારું છે ને કે  ...  

આગળ વધતાં પહેલા એથી પણ આગળ નું વિચારી લેવું .

જેથી પછી પાછું વળીને જોવાનો વખત ના આવે.... 

બની શકે આવનારા સમયમાં પ્રશ્નો વધે ..! 

તો, એમાં કશું ખોટું નથી જ !

કેમકે આતો યુગોથી નિરંતર ચાલતી  પ્રક્રિયા છે.... 

જે સતત આગળ વધે છે .... 

હાં તો, તું આ વાત સમજી લે કે

બંધનમાં મજા પણ હોય છે , 'ને સજા પણ હોય છે. 

જોકે બાલ્યાવસ્થા  , કિશોરાવસ્થા, યુવાવસ્થા ....

ક્રમશ આ બધી અવસ્થા .....

પ્રથમ વર્તમાન બાદ  ભૂતકાળ છે.  

પ્રથમ બંધન ગમે ને પછી મુક્તિ નું મન થાય ..  

પ્રથમ આનંદ લાગે ને પછી લાગે જંજાળ એ  ...  

જીવન દરમ્યાન આવતા આ બધા કાળ છે.... 

જીવન સફરમાં આવતા આ ઉતાર ચઢાવ છે ... 

એક તો પ્રથમથી જ લોકો ભટકેલા હતા હવે... 

ભટકાવનારી સફેદ, કેસરી ,ને ભગવી જમાત છે...   

જોકે બંધન અને મુક્તિ આ બધુ માત્ર મનની માયા જાળ છે...!

"તુજે ઉસકા, ઉસે તેરા , મન, કભી લગે પિજરા તો,  કભી લગે પંછી.... " 

કઈક એવું જ ...!   

ખુદ બંધે ઔર બાંધે વો પીંજરા ભી મન ... 
ખુદ ઊડે ઔર તુજે ઉડાએ વો પંછી ભી મન.... 

@@@@@@@@@@@@@@@@@@@@

 યે જિંદગી કુછ એસી હે .... 

તું ખુદ જાકે બંધે ઉસમે ઉસકી તો કોઈ ગલતી નહીં...   
તું ચાહે બંધે ચાહે ઊડે વો તો કભી તુજે રોકતી નહીં...

@@@@@@@@@@@@@@@@@@@@@@

"અજ્ઞાની" એ આજ વાત કઈક આ રીતે કહી ... 

કભી કિસિકો બાંધે , કભી ખુદ જાકે બંધે...  
કભી લગે પીંજરા કભી પંછી લગે મન...  

ઔર કુછ ભી નહીં અજ્ઞાનીમનકી-   
માયા જાલ હે યે મુક્તિ ઔર બંધન...   

"અજ્ઞાની"

@@@@@@@@@@@@@@@@

અને પછી અનંતે પત્રમાં ખુલાસો કરેલો છે ... 

અનંતે લખ્યું છે કે , હે પ્રિયે...  

આ બધા વિચારો મારા પોતાના છે ... !  

તારે સહમત થવું બિલકુલ જરૂરી નથી...! 

અનુભવે થયેલી આ અનુભૂતિ પછી,

 હું કદિ કોઈને બાંધતો કે કોઈનામાં બંધાતો નથી  ... 

અગર ક્યાક કોઈ સાથે પ્રેમના નાતે ... 

અગર બંધાય જવાય  તો પણ ,

અનેક અનુભવના અંતે  હવે મને,

બંધાઈને આઝાદ રહેવાની ફાવટ આવી ગઈ હતી .... 

હાં હું બંધાઇ  ને પણ આઝાદ રહું છું  ....

હાં હું સ્વીકારું છું પ્રિયે કે

ક્યારેક કોઈ મારી સામે હાથ લંબાવે છે તો

બેશક ! હું પણ ક્યારેક મને ગમતી વ્યક્તિ સામે  હાથ લંબાવું છું  ... 

મગર પ્રેમથી !  

ક્યારેય કોઈ જાતનું દબાણ નહીં

પરાણે તો કોઈ જ સંબંધ બિલકુલ નહીં.... 

પરાણે  લેવું દેવું કઈ પણ મને હરગિઝ મંજૂર નથી  ... 

એટલે કોઈ સામે હાથ લંબાવતા પહેલા.... 

કે, પછી,  કોઈનો લંબાવેલો હાથ પકડતા પહેલા... 

અનંત સ્પષ્ટતા કરી લેતો ...      

આવીજ કઈક વધુ  સ્પષ્ટતા કરતી "અનંત" ની રચના.... 
  
મંજીલ નથી ‘હુંકે ‘તું

હું જાણું છું. 

તું પણ ચાલ.! 

હું પણ ચાલુ છું. 

"અનંત"રસ્તો છું માત્ર રસ્તો અનંત .... 

તું મારી સાથે સતત સાથે ને સાથે

ચાલ કે પછી રાહ મોડ તારી મરજી. 

આજ વાતને આગળ દોહરાવતા વર્ષો પહેલા અનંતે.... 

 એની કોઈ , (કઈ એ ખબર નથી )

ચહિતીને લખ્યું છે કે ,,,,, 
   
 હું બોલી લઉં પછી તું બોલ તારી મરજી.  
હું ખુલ્લો છું તું ભીતર ખોલ તારી મરજી.      

મે હાથ લંબાવ્યો પ્રેમથી મારી મરજી. 
હવે તું પકડ ચાહે  છોડ તારી મરજી. 

હું આનંદી કાગડો હર હાલમાં હસતો. 
તું હસ ચાહે મો મચકોડ તારી મરજી. 

મારે મન તું દોસ્તતારે મન હું કૌન ? 
તું પાડ કે ના પાડ ફોડ તારી મરજી. 

પ્રેમ પછી આપોઆપ પાગરશે. પ્રથમ. 
ઉગાડ એક નાનકડો છોડ તારી મરજી.  

 હું તોડવામાં નહીં જોડવામાં માનું છું.
હવે તું જોડ ચાહે તું તોડ તારી મરજી. 

હું સાથે ચાલવામાં માનું છે તું આગળ- 
ચાલ કે, મારી પાછળ દોડ તારી મરજી. 

હું ઉબડ ખાબડ રસ્તે પણ આગળ વધીશ.    
તું પસંદ કર સીધો સરળ રોડ તારી મરજી.   

મારા મનમાં તો હોય છે કઈ કેટલીય કલ્પના.  
બની શકે તારા મનમાં હો’ કઈ ઔર તારી મરજી. 

મે તો મનમાં જે હતું તે કહી દીધું ,હવે તું કહે,  
યા ના કહે મને તારા મનના કોડ તારી મરજી.


તું જે આપે મને કબુલ મંજૂર છે ! ચાહે તું દઝાડ- 
ચાહે આપ તારી પ્રેમાળ હૂંફાળી સોડ તારી મરજી . 

"અનંત"  

બ્લાસ્ટ:- 

 ભઈ આતો ખ્વાવોની  મંઝિલ છે. 
જ્યાં રોજ ખયાલોની મહેફિલ છે. 


"અનંત" આ પંખીનું તો એવું કે,  
જ્યાં માળો બાંધે એજ એની મંઝિલ છે . 

"અનંત"

*બ્લાસ્ટ *"

અજ્ઞાની" 


और फिर कितनी सारी जानकारी मिली "अज्ञानी" लोगोसे . 


मेने बस सिर्फ इतना कहा था की मै कुछ भी जानता नहीं .! 


"अज्ञानी "







मेने बस सिर्फ इतना कहा था की मै कुछ भी जानता नहीं .! 

"अज्ञानी "

બસ આવું બધુ એ બંને લખતા રહેતા સતત .. સતત...  સતત ....

જે હવે હું ઉકેલ્યા કરું છું ક્યારેક દિવસે તો ક્યારેક રાતભર... 

બસ, મને મજા આવે છે ... 

કારણ કે

મને ખબર છે ... 

પ્રિયે ... 

તું વાંચે છે ... 

વાંચે છે ને...

મને વિશ્વાસ છે કે

તું વાંચે જ છે ..! 

એ પણ હું જાણું છું કે

તું વાંચે તો છેજ ..! 

પણ, છુપાઈ છુપાઈ ને ....

કાફી છે ...