Friday, 29 December 2017

ભાઈબંધોની અટપટી વાતો



નિર્દોષ ગુનેગાર updated his cover photo.
વર્ષો પહેલા......
“અનંત” પ્રેમથી પેટ ભરાય ના ભરાય પેટ ભોજનથી "
"અનંત"
વર્ષો પહેલા ભાઈબંધ અનંતે માત્ર એકજ ટુંકી ને 'ટચ'
લીટીમા આ વાત ખૂબ ઊંડાણ પૂર્વક,
સમજી વિચારી ને કહી હતી / લખી હતી.
“અનંત” પ્રેમથી પેટ ભરાય ના ભરાય પેટ ભોજનથી "
"અનંત"
આવી આવી ઘણી વાતો ત્યારે થતી જ્યારે.....
અધ રાત્રે મધ રાત્રે અમે ત્રણેય ભાઈબંધો....
હું, અનંત અને અજ્ઞાની એક જૂના ખંડેર સમા મહોલ્લામાં સાથે બેસતા.
ત્યારે, આવી બધી વાતો થતી.
એ એક અલગ અને અલૌકિક મસ્તી હતી....
મને જ્યારે અનંતની આ અટપટી
વાતનો મર્મ ના સ્સંજાયો ત્યારે....
મે મર્મ પૂછતાં કહ્યું ,
યાર મને કાઇ કરતાં કાઇજ સમજ ના પડી !
ત્યારે ચાયની ચૂસ્કી મારવામાં મસ્ત અનંતે અજ્ઞાનીને આંખ ના
ઇશારે, હાથના ઈસારે કહ્યું .
ભાઈ આને મર્મ તું સમજાવ !
મને સમજાવતા નૈ ફાવે !
ત્યારે અજ્ઞાનીએ છેલ્લો ઘૂંટ ભરી ચાયની પિયાલી ટીપોય પર મુક્તા કહ્યું .
પરિયા બૌ સીધી સરળ વાત છે, છતાં તારી માફક કઈ કેટલાયને,
સીધી વાતો સમજાતી નથી...
પણ ખૈર ... મને જેવુ અને જેટલું સમજાય છે તેટલું સજાવું તો ....
અનંતની વાત બે મતલબની છે !
મે કહ્યું શું વાત કરે છે યાર તું ! સાવ એવું તો નાજ હોય !
કઈક તો મતલબ હશેજ એની વાતનો !
મારી ગેર સમજ દૂર કરતાં અજ્ઞાનીએ કહ્યું .
યાર હું પણ એજ કૌ છું !
તે બે મતલબનો અર્થ આમ જો તો અસલ ,
આમ જો તો ગલત મતલબ કર્યો ...
હું ગુચવાઈ ગયો અને મને ગુસ્સો પણ આવ્યો ...
શું યાર અજ્ઞાની તું પણ મતલબ બે મતલબનાં લૌચા મારે છે !
સમજાવવું હોય તો સરખું ને સીધું સમજાવને ..!
અજ્ઞાની મૂછમાં મર્માળું હસતાં બોલ્યો,
અર્થાત:- હું એમ કહું છું કે, અનંતની વાત બે અર્થથી ભરેલી છે..!
અર્થાત અનંતે એકજ વાત બે અર્થમાં કરેલી છે ..!
જેમકે ? મે પૂછ્યું.
ત્યારે એણે કહ્યું .
હું કાન સરવા કરી અનંત ની વાતનો મર્મ અજ્ઞાનીના મુખે
સાંભળવા બેતાબ હતો.
અજ્ઞાની એ મર્મ સમજાવતા કહ્યું.
વાતનો ઊંડો મર્મ એ છે કે પ્રેમ એક એવિ અલૌકિક ચીજ છે !
ધ્યાનથી સાંભળજે હું માત્ર “પ્રેમ” ની જ વાત કરું છું !
પ્રેમ ગોડ ગિફ્ટ છે ભાગ્ય શાળીને જ એ પ્રાપ્ત થાય છે ...!
હું વચ્ચે બોલ્યો ...
હ અ એ તો ખબર જ છે કે , તું અને અનંત ભાગ્યશાળી છો...!
તમને અનેક તરફથી અઢળક પ્રેમ પ્રાપ્ત થયો ,,,,
હું આગળ કશું બોલું એ પહેલા અજ્ઞાની વચ્ચે બોલ્યો ....
હાં , અને તું રહી ગયો ! એમજ કહેવા જતો હતો ને તું પરિયા...
મે કહ્યું હાં ! એજ તો હું રહી ગયો....
ખૈર....
એ તો, જેવુ મારુ ભાગ્ય, તું તારે આગળ ચલાવ.
હું આવતી વખતે લડી લઇશ....
બળતરાના ભાવ સાથે મો વકાસી મે વાત જતી કરતાં,
અજ્ઞાનીને વાત આગળ ચલાવવા કહ્યું.
અજ્ઞાનીએ વાત આગળ ચલાવતા કહ્યું.
પ્રેમ એવિ ચીજ છે જેનાથી ક્યારેય કોઈનું પેટ ભરાતું નથી !
અહી પેટ માત્ર પ્રતિક રૂપે કહ્યું છે.
ખરા અર્થમાં વાત મનની છે,
આત્માની છે !
બૌ વાર પછી....
અનંત સુઉરરરર કરતો ચાયનો છેલ્લો કસ ખેંચી,
ટીપોય પર પિયાલી મૂકી વચ્ચે ટપક્યો ...
યાર અજ્ઞાની સાવ એવું ના હોય...
અમે બન્ને અનંત સામે પ્રશ્નાર્થ નજરે જોતાં એક સાથે બોલ્યા ..
કેવું ના હોય ...
અજ્ઞાની ની મને ખબર નથી પણ મને મનમાં ને મનમાં ઉત્સુકતા જાગી ,
અને એ વાત ને લઈને મજા પણ આવી કે હવે અનંત કાંક રંગીલું ....
આધ્યાત્મિકતાથી પર , વાસ્તવિકતાથી સભર હોય એવું કાંક ચોક્કસ બોલશે ....
અને એ બોલ્યો ધાર્યા મુજબ જ ...
યાર અજ્ઞાની "માત્ર" "પ્રેમ" પર ભાર મૂકીને....
તું શું એમ કહેવા માંગે છે કે એ સિવાય બધુય બેકાર ?
મતલબ , શું બેકાર છે પ્રેમ સિવાય નો વિચાર... !!?
તો તું રેવા દે ! દેહ ને અનેક પ્રકારના આકર્ષણ હોય છે ....
અને એ આકર્ષણો જ પ્રેમ થવાનું મુખ્ય કારણ હોય છે...!
અરે યાર ...! હું પણ "પ્રેમ" પર ભાર મૂકીને જ કહું છું ! કે,,,
આંખ થી શરૂ થતી પ્રેમની યાત્રા ધીરે ધીરે આગળ વધતાં આખરે અંગ સુધી પહોચે છે !
પ્રથમ પ્રેમમાં ઉદભવતી કલ્પના અને બાદમાં આકાર લેતી સત્ય ઘટના ..
બે પ્રેમી વચ્ચે એકમેકના પ્રેમમાં ઘટતી અનેક ઘટના / હર એક ઘટના ...
પ્રેમના ભાગ રૂપે ,પ્રેમના જ પરિપાક રૂપે, પ્રેમથી જે કઈ ઉપજે એ પ્રેમની જ દેન કહેવાય ...
એ તું કેમ ભૂલે છે શું વારે વારે મારે બધુ વિગતે સમજાવવાનું ..?
રાત જામી વાત જામી અને મને મનમાં ને મનમાં મજા આવવા લાગી....
પ્રેમ ગમે ત્યાથી ગમે ત્યારે પ્રાપ્ત થાય...
અને સંજોગે પ્રેમની સાથે બાકી બધી ફ્રી ગિફ્ટ પ્રેમથી અગર અરસ પરસની સમજ અને સંમતીથી જો પ્રાપ્ત થતી હોય તો શું એ નૈ સ્વીકારવાની ?
અરે યાર પ્રેમની સાથે સાથે જે પણ પ્રેમથી પરસ્પરની સંમતીથી ...
જે કઈ પણ મળે એ બધુ /બધી ગોડ ગિફ્ટ જ ગણાય...
વાત કરે છે તી !
તારા એ વિચારનીય હું કદર કરું છું !
તારી વાત અલૌકિક છે !
પણ આ લોકમાં જે સત્ય છે તેનાથી બચી ના શકાય કે ના દૂર હટી શકાય...
અનંતની વાત સાંભળી મને મૌજ પડતી હતી ...
પણ અજ્ઞાનિની વાતનુય મહત્વ ઓછું નહોતું !
અનંત ને જો રોકું નહીં તો એ સવાર પાડી દે અને મારી આંખો ઘેરાતી હતી , તેથી,
મે અનંત ને કહ્યું હશે તારી વાત વિષે પછી વિર્મશ કરીશું....
અત્યારે તારીજ વાતનું વતેસર અર્થાત.....
તારી પ્રેમ અને ભૂખ ને ભોજન વાળી વાતનો મર્મ....
અજ્ઞાની સમજાવે છે એ તુય સમજ !
અને મનેય સમજવા દે..!
મારી વાત સાંભળી અજ્ઞાની મૂછમાં મરક મરક હશે છે !
એને મારી કે અનંતની વાતથી ક્યાં કશોજ ફરક પડે છે !
અનંત અજ્ઞાની સામે જોઈને કહે ઠીક છે ઠીક છે અજ્ઞાની તું આગળ ચલાવ ....
અજ્ઞાની જ્યાથી અટક્યો હતો ત્યાથી જ શરૂ થયો ....
હાં તો, મન જરા અલગ ચીજ છે !
મન સતત બદલાયા કરે છે !
મનની ઈચ્છા પણ સતત બદલાયા કરે છે !
જ્યારે આત્મા ક્યારેય બદલાતો નથી હાં પરિયા..!
આત્મા યુગો યોગો સુધી એજ રહે છે એ ક્યારેય બદલાઈ ના શકે !
અને આત્માની ઝંખના કેવળ “પ્રેમ” છે ! ”આનંદ” છે !
માટે ખરા અર્થમાં પેટ ને ભોજનની જરૂર પડે છે ...
પેટ ભરાય છે ત્યારે પેટ ભરાઈ ગયા બાદ ધરાય ગયા બાદ
ઓડકાર આવે છે !
જે પેટ ભરાયાની ચાડી ખાય છે !
જો કે ઓડકાર ભૂખના કારણે પણ આવતા હોય છે !
પણ એ ઓડકાર ભૂખના છે કે પેટ ભરાયા ના એ એજ સમજી શકે છે !
જે યાતો ભૂખ્યો હોય યા પેટ ભરેલો !
બાકી કોઈ ઓડકાર ખાતી વ્યક્તિને જોઈને ,
સામેની વ્યક્તિ એને ધરાયેલો જ માની બેસે છે !
આડ વાત પૂરી કરતાં,
અજ્ઞાનીએ મૂળ મર્મ તરફ આગળ ચલાવ્યું ...
પ્રેમથી પેટ ભરાય ના !
ભરાય પેટ ભોજનથી !
અર્થાત :- એ મન એ આત્મા શુ કામના જે પ્રેમથી ઊભરાતા નથી....
પ્રેમ એવી ચીજ છે કે પ્રેમથી ક્યારેય મન કે આત્મા ધરાતા નથી !
જ્યારે બીજો અર્થ એ કે....
સતત જેને પ્રેમ મળતો હોય તેને પણ અન્નની ભૂખ !
યાને ભોજનની જરૂર પડેજ છે માત્ર પ્રેમથી પેટ ના ભરાય
પ્રેમીને ભોજનની જરૂર ના પડે એવું ના હોય....
કોઈ ગમે તેટલો પ્રેમ પીરસે તો પણ !
આખરે આ શરીરને ભોજનની ભૂખ તો લાગે જ છે ..!
પ્રેમ આત્માનો ખોરાક છે !
જ્યારે અન્ન શરીરનો ખોરાક !
મે કહ્યું. અચ્છા એવું છે એમને.!
અજ્ઞાની એ કહ્યું હા પરિયા એવું જ છે !
“શરીરના નોખા નોખા અવયવોની નોખી નોખી ભૂખ,નોખી નોખી તરસ હોય છે “
શરીરના કોઈ એક અવયવ પર થતી ક્રિયાની પ્રતિકિરીયા,
અચૂક બીજા અવયવ પર થાય છે .
કેમકે શરીર એક બીજા અંગો સાથે સંકયાલાયેલું હોય છે !
બધુ અરસ પરસ હોય છે.!
હાં ક્યારેક પ્રેમના કારણે ભૂખ મરી જાય એવું બને !
આટલું કહી અજ્ઞાનીએ મને કહ્યું .
હાં તો પરિયા, હવે કદાચ તને થોડુક અમથું સમજાયું જ હશે, કે નૈ...?
અજ્ઞાની એ સવાલ કર્યો એટલે મે કહ્યું હાં થોડું થોડું સમજાય છે !
ખૈર, એક તને જ નહીં પરિયા !
અહી સૌને સૌની સમજ મુજબ જ સમજાય છે ...
તને કે સૌને જેટલું સમજાય કે ના સમજાય એ તમારો વિષય છે !
પણ એક વાત નક્કી છે માણસની બધીજ ભૂખ !
કોઈને કોઈ સમયે મરી જાય છે !
પૂરી થઈ જાય છે. સંતોષાય ને યાતો સંતોષાયા વગર ...
પણ એક પ્રેમની ભૂખ એવી છે !
કે જે ક્યારેય મરતી નથી ! સંતોષાતી નથી !
અજ્ઞાની ની સમજાવટ પૂર્ણતા ને આરે જ હતી,
ત્યાં અનંત બોલ્યો ...
“ ઉમ્રભર નહીં મીટતી ‘અનંત” યે દો ભૂખ !
એક પ્રેમકી ઈચ્છા ! ઔર દુજે પ્રેમી સે હુંફ “
આમ અનંતે પોતાની પહેલી વાતને-
બીજા અર્થ માં સાવ ટૂંકમાં યાની ...
માત્ર બે લીટીમાં .....
પોતાના નામનો "અનંત" બખૂબી ઇસ્તેમાલ કરી ને કહી નાખ્યું ...
કે,
“હુંફની ઈચ્છા અને પ્રેમની ભૂખ અનંત....હોય છે ! “
બસ આટલી વાત કરી અમે ફરી મળવા માટે છૂટા પડ્યા...
આવું અનંતેજ એક વાર કહ્યું/ લખ્યું હતું કે,,,
બ્લાસ્ટ :-“અનંત”
ભેગા થવા માટે પણ છૂટા પડવું પડે છે !
મળવા માટે પણ એકવાર વિખૂટા પડવું પડે છે !
આ ભવમાં ચહિતા સાથી ને મળ્યા તો ઠીક છે ,
“અનંત” નહી તો આવતા ભવે મળવા મરવું પડે છે !
“અનંત”
Comments
LikeShow more reactions
Reply29w
નિર્દોષ ગુનેગાર એક દિલ દિલમાં એક બથમા એનેક દિલ દિમાગમા ઝગમગ ઝગમગ... 

અચ્છા લગા યે મંઝર ઐ મંજરી.... 


બજને લગી દિલમૈ ખંજરી.... 

જોડકણુ પૂરૂ... 

એવુ ને એવુ ઈ મૌજી
Manage
LikeShow more reactions
Reply29w
मंजरी महाजन એય ને મોજે મોજ..ભેરુ!..કેમ હમણે દેખાતા નથ?😊
Manage
LikeShow more reactions
Reply29w
નિર્દોષ ગુનેગાર 



મૂંગુ હાસ્ય કરતુ લાલ ઈ મૌજી
Manage
LikeShow more reactions
Reply29w
LikeShow more reactions
Reply29w
નિર્દોષ ગુનેગાર એજ, એનુ એજ ઈ મૌજી
Manage
LikeShow more reactions
Reply29w



નિર્દોષ ગુનેગાર
July 5, 2015
ભરાય પેટ ભોજનથી "અનંત"પ્રેમથી પેટ ભરાય ના
ભોજનથી કદાચ પેટ ભરાય જાય મગર પ્રેમથી મન ધરાય ના
"અનંત"

ચાય પીતા પીતા ઉપર લખ્યું એ વર્ષો પહેલા ખુદ અનંત બોલ્યો હતો ...

ત્યારેપણ હું કશુજ સમજ્યો નહીં મને એમ કે અનંતને ભૂખ લાગી હશે

અને ભૂત ભોજન કરવાની ઈચ્છા હશે અકલે ,

આદત વશ અટપટું કહે છે સીધે સીધું નથી કહેતો કે મને ભૂખ લાગી છે ..!

અકલે મે અનંતને કહ્યું.

લે, તો વહેલું કે'વાય ને..! તો હું ચાય સાથે નાસ્તો પણ લેતો આવત ને..!

અનંત કશુજ બોલ્યો નહીં. અકલે મે,

ચાયની ચૂસકી ભરતા અનંત ને પૂછ્યું ...

કેમ આજે તને અડધી રાત્રે ભૂખ લાગી છે કે અનંત ?

અનંત ચુપજ રહ્યો અકલે એના વતી અજ્ઞાનીએ મને કહ્યું .

ના પરિયા એને ભોજનની ભૂખ નથી લાગી...

મે અનંત સામે જોઈ અનંતને પૂછ્યું . તો ...?

એને પ્રેમની અતી ભૂખ લાગી છે ! ફરી અજ્ઞાનીએ અનંત વતી જવાબ આપ્યો.

તું શા માટે જવાબ આપે છે ! મે તને પૂછ્યું ..!?

તું ચૂપ બેસ ! અનંત ની સિફારીસ રહેવા દે.

અનંત વતી જવાબ આપતા અજ્ઞાની પર મને ગુસ્સો આવ્યો .

મે અનંત ને પૂછ્યું છે અનંત ને જ જવાબ દેવા દે...

મને કોઈ વતી કોઈ જવાબ આપે તે ના ગમે,અકલે હું અજ્ઞાની ને વઢયો...

પછી ફરી મે અનંતને પૂછ્યું .

બોલ ને લ્યા શું તને ખરેખર ભૂખ લાગી છે..?

તો નાસ્તો લેતો આવું.

ધીમા સ્વરે અનંતે કહ્યું. અજ્ઞાની સાચો છે પરિયા ..!

તું એની વાત સાંભળ અને સમજ..!

મારા સવાલનો ખુદ જવાબ આપવાને બદલે,

અનંતે મને અજ્ઞાનિની વાત સાંભળવા સમજવાનું કહ્યું અકલે,

મને અનંત પર પણ ગુસ્સો આવ્યો. અકલે મે અનંતને કહ્યું.

મારે કાય સમજવું નથી હું જાઉં છું મને ઊંઘ આવે છે ..!

તમે જ આપસમાં સમજી લ્યો..!

હું ગુસ્સે થઈ ચાલ્યો ગયો પણ પછી આખી રાત.....

મારી ભીતર અનંત ના શબ્દો પડઘાતા રહ્યા ...

ભરાય પેટ ભોજનથી "અનંત"પ્રેમથી પેટ ભરાય ના
ભોજનથી કદાચ પેટ ભરાય જાય મગર પ્રેમથી મન ધરાય ના

આખરે શું કહેવા માંગતો હતો સાલું બૌ અટપટું ,અઘરું અધૂરું ....

ખૈર... કાલે મરમ જાણી લઇશ આમ વિચારી હું પોઢી ગ્યો..

સવારે ઉઠ્યો ત્યારથી હું રાત પડવાની રાહ જોતો રહ્યો ...

અંતે રાત ઢળી અને હું ચાય સાથે નાસ્તો પણ ભેગો લઈને ખંડેર પર ગયો...

કેમકે ગઈ રાત્રે અનંત ને ભૂખ લાગેલી ...

સાંકડી ગલીમાં છેક ભીતર આવેલ ખંડેર જેવા ઘરના,

અધ્ધ ખુલ્લા દરવાજામાથી શરીર સંકોરી હું ભીતર પ્રવેશ્યો ...

અને ફટફટ મારી ખુરશી પર બેસી હું ઝડપથી ચાયની પિયાલી ભરવા લાગ્યો .

આ જોઈ અજ્ઞાની બોલ્યો લ્યા કેમ આજે કશું બોલ્યા વિના ફટાફટ ચાય ભરે છે ...

મે કહ્યું.

યાર મારી આંખ ભારે છે,

કાલે રાત્રે મને બરોબર ઊંઘ નથી આવી.

રાતભર અનંતના અટપટા,અઘરા ,

આધા અધૂરા શબ્દો મારા કાનમાં ગુંજતા રહ્યા છે.

ભરાય પેટ ભોજનથી "અનંત"પ્રેમથી પેટ ભરાય ના
ભોજનથી કદાચ પેટ ભરાય જાય મગર પ્રેમથી મન ધરાય ના

હું સમજી નથી શક્યો એના કહેવાનો મર્મ ...

ચાયની ચૂસકી ભરી અજ્ઞાની બોલ્યો .

કશું અટપટું,અઘરું,અકે આધુ અધૂરું નથી પરિયા...

અચ્છા તો તું સમજી ગયો છે એમને ..!

તું અગર અનંતની વાત સમજી ગયો હોય તો ,

ચાલ એનો મર્મ મને સમજાવ ... મે કહ્યું.

અનંત ચાય પીવામાં મસ્ત મસગુલ હતો.

અજ્ઞાનીએ મને અનંતે કહેલી વાતનો મર્મ સમજાવતા કહ્યું.

પરિયા તને યાદ છે..!

એક વાર અનંતે પોતાના નામનો બખૂબી ઇસ્તેમાલ કરીને કહ્યું/લખ્યું હતું કે

ઉમ્ર ભર નહીં મીટતી "અનંત".... યે દો ભૂખ..!
એક પ્રેમી કી ઈચ્છા ઔર દુજે પ્રેમી સે હુંફ...!

મે કહ્યું.

હાં ...હાં... યાદ આવ્યું ..

અજ્ઞાનીએ કહ્યું . બસ તો પછી આ એના જેવુજ છે ...

અનંત ના કહેવાનો મર્મ એજ છે કે....

માણસને જીવવા માટે પ્રેમ અને ભોજન બન્ને અતી જરૂરી છે કિન્તુ...

............................ અજ્ઞાની થોડી વાર મૌન થઈ ગયો .

'ને હું અકળાયો ....

મે અકળાતા સ્વરે કહ્યું .

યાર આગળ ચલાવ આમ કિન્તુ કહીને અટકી ન જા..!

કૌ છું યાર જરા શાંતિ રાખ મારે પણ પહેલા ગોઠવવું સમજવું પડે..!

જે વાત હું બરાબર ના સમજ્યો હૌ,

એ તારા જેવા અક્કલ વગરનાને કેમ સમજાવું ..!

ખરેખર મારામાં અક્કલ ઓછી છે એ હકીકતને સહજ સ્વીકારતા મે કહ્યું.

હાં હવે બૌ લાંબુ ના ખેંચ મારામાં ઓછી છે તો તું થોડી તારી બુધ્ધિ ઉધાર દઈદે...

વેડફાઇ જશે નકામી ...! અજ્ઞાની એ વ્યંગમાં સત્ય કહ્યું .

એ પણ મે સહર્ષ સ્વીકારતા કહ્યું. હાં યાર.. તારી એ વાત પણ સાચીજ છે..!

વાપરીએ નહીં એ આખરે વેડફાયજ જાય બુધ્ધિ હોય ,ધન હોય કે પ્રેમ .!

પણ હવે તું મને એ સમજાવ કે , અનંત કાલે રાત્રે જે બોલ્યો હતો ,


ભરાય પેટ ભોજનથી "અનંત"પ્રેમથી પેટ ભરાય ના
ભોજનથી કદાચ પેટ ભરાય જાય મગર પ્રેમથી મન ધરાય ના

એનો મર્મ શું...

અજ્ઞાનીએ કહું હાં તો સાંભળ પરિયા ...

માણસને જીવવા માટે પ્રેમ અને ભોજન બન્ને અતી જરૂરી છે કિન્તુ...

માત્ર પ્રેમ થી કે માત્ર પેટ ભરવાથી જીવન પસાર ના થાય .

અને બીજું કે ભોજનથી પેટ ભરાય જાય પણ...

પ્રેમ ની ભૂખ એવિ છે ,પ્રેમ ચીજ જ એવિ છે કે....

જેનાથી ક્યારેય મન ભરાતું કે ધરાતું જ નથી ...!

બીમારીમાં માણસ જમવાનું છોડી દે પણ પ્રેમ કરવાનું છોડી ના શકે...

અને બીમારી વખતે જો કોઈ પ્રેમ /હુંફ આપનાર પાસે હોય તો,

તે બીમારની સાજું થવાની શક્યતા અનેક ગણી વધી જાય છે...

અમે બન્ને વાતો કરતાં રહ્યા અને અમને જગાડનાર અનંત તો,

એ.એ એ.. ય ને, ખુરશી પરજ નિરાંતે ઢોઇંગ થઈ ગયો હતો ...!

બ્લાસ્ટ:-

વર્ષો પહેલા અજ્ઞાનીના અનંત ઊંડાણેથી છેક સપાટી પર આવેલું કડવું સત્ય....

"અપવાદ બાદ કરતાં"

બે વ્યક્તિ એક સ્ત્રી અને એક પુરુષ....

સાથે રહે છે એટલે એક બીજાને પ્રેમ કરે છે ?

કે, પ્રેમ કરે છે એટલે એક બીજા સાથે રહે છે..?

અને જો સાથે રહે છે તો શું સાચેજ બન્ને વચ્ચે પ્રેમ છે...???

આ સવાલોનો સાચો જવાબ ક્યારેય કોઈ શોધી કે આપી નહીં શકે... !

અગર જો કોઈ જવાબ આપશે તો એ સાચો નહીજ હોય.

આ સવાલોનો જે કોઈ પણ જવાબ આપશે ,

તે સાચો જ છે એવું માની લેવું નાદાની હશે...!

"અપવાદ બાદ કરતાં"

જો બે વ્યક્તિ લાંબો સમય સાથે રહેતી હોય,

અને લાંબો સમય સાથેજ ટકી રહેતી હોય તો.....

બન્ને વચ્ચે પ્રેમ જ કારણ હોય એવું સમજવું ભૂલ ભરેલું છે.

બની શકે કોઈ એક ની મજબૂરી હોય અને બીજાની લાગણી.

એકની મજબૂરી અને બીજાની લાગણી

એક બીજાને સાથે રહેવા મજબૂર કરતી હોય...

એ સિવાય પણ ધાર્યા કરતાં અસંખ્ય જુદા જુદા કારણો,

એક સ્ત્રી અને એક પુરુષને સાથે રહેવા માટેના હોય શકે છે.

સાથે રહેવાની સૌથી મોટી મજબૂરી કદાચ એ પણ હોય છે કે,

બન્ને પરણી ગયા હોય છે.

બાકી ના કારણો પરણવાને કારણે પેદા થયેલા હોય છે ..! "બે અર્થમાં"

"અપવાદ બાદ કરતાં"

"સાથે રહેતા બે પુરુષ કે બે સ્ત્રી કે કોઈ પણ બે કે તેથી વધુ ,

સાથે રહેતી હર એક વ્યક્તિ માટે પણ આવું જ સમજવું"

"માત્ર પ્રેમ અને પ્રેમ જ કારણ હોય એવું ભાગ્યે જ બને."

"અજ્ઞાની"
3 Comments
Comments
Reply2y
નિર્દોષ ગુનેગાર आप , पण... 

बौ जल्दी वांची शको छो नै....! 
Manage
Reply1yEdited
Prerana Shah aankh nathi ne etle man thi vanchai jay che 
Manage
Reply2y
નિર્દોષ ગુનેગાર Prerana Shah ... खरा वांचक ल्यो ने... 

बाकी लेखकना शब्दों तो सौ वांचे ,,, 


पण श्ब्दोनी साथे साथे जे मन पण वांचे ऐ खरा वांचक... 

एवु बधू भाइबंध ज कहेतो हतो... 
Manage
Reply1y