Wednesday, 20 February 2019

હું બોલતો નથી એનો અર્થ એ નહીં કે અંદરથી ખોલતો નથી

ઘોઘા ઘોઘી વચ્ચે થયેલો વાર્તા લાપ... 
ઘોઘા કેમ તું કશુંજ બોલ્યો નહીં ..?
આવતા વેંત ઘોઘીએ ઘોઘા ના સોફા સામે રાખેલી ખુરસી પર બેસતા ઘોઘાને સવાલ કર્યો ..!
ઘોઘો :- કૈ બાબતે ..?
ઘોઘી:- લે તને નથી ખબર ..?
ઘોઘો :- ખબર છે ને ..!
ઘોઘી:- તો પછી કેમ તું કાંઇજ ના બોલ્યો ?
શું તને જાણીને પીડા ના થઈ ?
ઘોઘો :-થઈ ખૂબ પીડા થઈ ઘોઘી અતી પીડા થઈ ?
ઘોઘી :- તો પણ તું ચૂપ છે ?
ઘોઘો :-હું મહેસુસ કરું છું..! 
ઘોઘી.! એ લોકોની વ્યથા,વેદના પીડા..!
ઘોઘી :- છતાં ઘોઘા પણ તારે કંઈક તો લખવું બોલવું પડે કઈક તો કરવુજ પડે ઘોઘા !
ઘોઘો :- શા માટે લખવુ શા માટે બોલવું..? 
લોકોને બતાવવા કે હું પણ મહાન છું .?
શું કરવુએજ કડી નિંદા ..!?
શા માટે ઘોઘી ? 
જ્યારે જેને કરવાનું હોય, 
એ પણ કશું ના કરી શકતા હોય ત્યારે ...
ઘોઘા :- તારું આ વલણ તને, 
લાગણી હીન સાબીત કરી શકે છે !
દૂનનિયાના લોકો તને દેશ દ્રોહી ગણી શકે છે !
ઘોઘો :- હાં ઘોઘી એ તો મે વિચાર્યું જ નહીં 
ચાલ તું કહે છે તો હું વિચારું છું !
અને હું એ ઘટનાની કડી નિંદા કરું છું ..! 
 પણ ઘોઘી વિચારતા વિચારતા મને, 
વિચાર આવે છે કે , 
ઘોઘી :- શું વિચાર આવે છે ઘોઘા ..?
ઘોઘો :- એજ કે શાસ્ત્રોમાં તો નીંદા કરવી, 
એ પાપ છે એમ કહ્યું છે !
ઘોઘી :- ઘોઘા એ તો માત્ર નીંદા કરવી એ પાપ છે !
પણ કડી નીંદા કરવી એ લોકોમાં તો સારી છાપ ઉપસાવવા જેવી વાત છે ..!
*બ્લાસ્ટ*  
હું બોલતો નથી એનો અર્થ એ નહીં કે અંદરથી ખોલતો નથી .!
ક્રમશ :-
વર્ષો પહેલા ભાઈબંધો કહેતા કે , 
*બ્લાસ્ટ* 
"અજ્ઞાની" પ્રદર્શન કરવા કરતાં, 
આત્મ દર્શન કરવું જોઈએ ..!

"અજ્ઞાની"

*ब्लास्ट*

मे बोलता नहीं इसका मतलब ये नहीं की, 
मेरा खून खोलता नहीं. 
"अनंत" लेकिन जब सारी दुनिया बोलती हो, 
 तब में बोलता नहीं.!  
"अनंत"

ઘોઘી ઘોઘાની વાતથી નીરાશ થઈ હોય એવુ ઘોઘાને મહેસુસ થયુ તેથી ઘોઘાએ ઘોઘીને સમજાવતા કહ્યું. 
ઘોઘી હુ સમજી શકું છું, 
તારી મારા પ્રત્યે ની લાગણી બરોબર છે. 
મગર 
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે આવું કાં'ક કહ્યું હતું કે,
લખાઈ ગયું એવુજ લખવાનું શું .
બોલાઈ ગયું એવુજ બોલવાનું શું. 
ખુલ્લુ જે હોય એમાં ખોલવાનું શું .
શોધાઈ ગયું જે એમાં શોધવાનું શું .
બસ વર્ષો પહેલા ભાઈબંધે કહેલી આ હકીકત ધ્યાનમાં લેતા મને એમ લાગે છે કે હવે તમામ લોકો બધુ જાણે છે અને ખુદ બીજાથી વધુ જાણે છે એવુ સાબીત કરવા એજ એક ના એક વાત અલગ અલગ અંદાજમાં કહે છે, લખે છે.! 
ત્યારે મને એમ લાગે છે કે, 
ઈશ્વર કૃપાથી હું મારી મૌજમાં જે કૈ કરૂ છું એમાં મને પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદ આવે છે.! અને ઘોઘી હું એ પણ સહર્ષ સ્વીકારું છું કે, એ લોકો પુસ્તકો ઈન્ટરનેટ વગેરે પરથી ખૂબજ ઉંડો અભ્યાસ કરીને પોતાના વીચારો રજુ કરે છે.!
જેના માટે પણ એક અલગજ ક્ષમતા હોવી જોઈએ જે મારામાં નથી.!
*બ્લાસ્ટ*
લોકો ને એ પુસ્તકો 
*જેમાં સમય જતાં સૌ કોઈ લેભાગુ સ્વાર્થી લોકોએ પોતાની મનમરજી મુજબ ફેરફાર કરેલા છે* અને ઈન્ટરનેટ *જેના પર પણ હવે સૌ મનમરજી મુજબ ઠોકંઠોક કરે છે* તેમ છતાં તેના પર લોકોને વધુ ભરોસો રાખે છે. જ્યારે કે આત્માના ઊંડાણથી પ્રયાસે યા અનાયાસે બહાર આવી બોલાયેલી કે લખાયેલી વાતો પર કોઈ ભરોસો નથી કરતું અથવા મજાક સમજે છે, કરે છે.!
વર્ષો પહેલાં ભાઈબંધ આ હકીકત જાણી ગયો હોય એને જણાવ્યું હતું કે, 
"અજ્ઞાની નાદાન લોકોની આ હરકત સમય જતાં આ સમાજ એવં આ પૃથ્વીને ખૂબજ ભયંકર નુકસાન કરશે.!
"અજ્ઞાની"



Sunday, 17 February 2019

અજ્ઞાની કહેતો


વર્ષો પહેલા....
 ભાઈબંધ અજ્ઞાનીએ મને કહેલું કે , 

જ્યારે પણ વ્યક્તિ કે વસ્તુની 
નીરર્થકતા સમજાય જાય. 
"અજ્ઞાની" ત્યારે તારે સમજવુ કે, 
તારૂ જીવન સાર્થક થઈ ગયુ છે.
"અજ્ઞાની" 
"અજ્ઞાની" જ્યારે વ્યક્તિ અને વસ્તુની 
નીરર્થકતા સમજાય જાય.
ત્યારે જીવન સાર્થક થયુ સમજવુ.
"અજ્ઞાની" 

અનંત છીછરા દરિયા ...

છીછરા દરિયા .... ઊંડા કિનારા.... 
@@@@@@@@@@@@@@@@@@@@

ના છીછરો, ના લગીરે ગોબરો કે ગંધારો હોવો જોઇયે. 
વિચાર મનમાં જે પણ હોય બસ એ સારો હોવો જોઇયે. 

આમ સાથે ના હોય, છતાં હોય પાસેજ એવું લાગ્યા કરે.     જીવનમાં એવો સ્થૂળ કે સૂક્ષ્મ સુંદર સહારો હોવો જોઇયે. 

ખાલી તન મળે શું વળે.! જો મન મળે તો કળ વળે જરી. 
જરીક અમથી આ વાતનો મર્મ સમજાતો હોવો જોઇયે.   

સતત તારા વિચારો મને, સાવ અમસ્તાતો ના જ આવે.! 
નક્કી ! તારાયે મનમાં ખયાલ સતત મારો હોવો જોઇયે. 

તનથી તન મળવાની વાત તો છેક છેવાડાની વાત છે.! 
મનમાં ચાલતા વિચારોનો સરખો વરતારો હોવો જોઇયે . 

અમસ્તું તો એક બીજા વગર અધૂરપ જેવુ નાજ લાગે.!  
'ને સાવ અમસ્તું તો, અધૂરપ છતાં મધુરપ જેવુ ના લાગે.! 

હાં,ઘરમાં નહીં તો.! હ્રદયમાં કોઈનો ઉતારો હોવો જોઇયે. 
જીવન આખું  આમજ ગુજારી નાખું  માત્ર એકજ  શર્ત પર.   
તારા મનમાં સતત ખયાલ મારો બસ મારો હોવો જોઇયે

સાથે નથી તો શું થયું ! હ્રદયથી તારી પાસે જ છું ને હું.! 
ક્ષણ ક્ષણ બસ આ અહેસાસ જગાવે એવો ઈશારો હોવો જોઇયે...!

નાનોસો હિસ્સો હોય મારો પણ તારા જીવનમાં. ઝંખના.! માત્ર-એટલીજ !હું એમ ક્યાં કહું છું કે, હક્ક મારો બસ મારો હોવો જોઇયે.       

તન થી સાથે નથી તો શું.! મનથી તારી સાથેજ તો હું છું.! 
"અનંત" હ્રદયથી હ્રદયને હ્રદય નો એવો સધીયારો જોઈએ

મધ દરિયે જે તરી ગયા, કહે છે એ કિનારે આવી, ડૂબી ગયા.!
“અનંત” નક્કી દરિયાથી પણ વધુ ઊંડો કિનારો હોવા જોઇયે.     

"અનંત"        

*બ્લાસ્ટ* 
તન થી સાથે નથી તો શું.! મનથી તારી સાથેજ તો હું છું.! 
"અનંત" હ્રદયથી હ્રદયને હ્રદય નો એવો સધીયારો જોઈએ 

અનંત"    


*બ્લાસ્ટ*

તનથી તન મળે તેના મન નથી મળતા.
મનથી મન મળે તેના તન નથી મળતા. 

"અનંત" આજ વિરોધાભાષ ના કારણે  
સુખી કોઈના લગ્ન જીવન નથી બનતા.     

એ સમજે કેમ ? સમજ જેની અધૂરી હોય કે, 
બન્ને મળવું, બન્ને રીતે, બન્નેને જરૂરી હોય છે. 

"અનંત"


અનંત શબ્દો અનંત ના અનુભૂતિ અનંત અનંતની

અનંત ... 
શબ્દો અનંતના 
અનુભૂતિ અનંત...  
અનંતની .!



Thursday, 14 February 2019

अनंत की झंखना बीलकुल ऐसी थी


વર્ષો પહેલાં। ....
જયારે અમે ત્રણેય ભાઈબંધો।... 
રાબેતા મુજબ ઉબડખાબડ સાંકડી ગલીની ભીતર આવેલા મહોલ્લામાં  
છેક છેવાડે આવેલા ખંડેર સમા ઘરમાં મળ્યા ત્યારે ચાયની ચૂસકી ભરતા ભરતા। ...
વાતે વળગ્યા ત્યારે મેં બંને સામે ઉમ્મીદ ભરી નજરે જોઈ સવાલ કર્યો। 
શું ખરેખર મહાભારત ગીતા રામાયણમાં જે રીતનું વર્ણન કરેલું છે। 
એવું હશે ખરું ? કે પછી અત્યારે જેમ લેખકો 
મોટી મોટી કાલ્પનિક વાર્તા કાવ્ય કે નવલ કથા લખે છે। .!
એવીજ રીતે ગીતા ભાગવત મહાભારત કે રામાયણ લેખક ઋષિ ઓની કલ્પના માત્ર છે ?
અજ્ઞાનીએ પોતાની લાંબી ઘાટી દાઢી ને આંગળી વડે રમાડતા રમાડતા 
મારી સામે જોઈ જરા હોઠમાં મલકીને કહ્યું।
પરીયા।... 
મેં આ સવાલનો જવાબ વર્ષો પહેલા પણ તને આપેલોજ છે 
પણ તારા ભુલકણા સ્વભાવને ક્યાં કશુંજ યાદ રહે છે..!?
તું ભૂલી ભૂલી ને ફરી એજ સવાલ કરે છે !
હશે દોસ્ત। ..!
ભૂલ થઇ ગઈ મારી કે હું ભૂલી ગયો। 
પણ હવે ભૂલીજ ગયો છું તો તારે મને 
ફરી જવાબ આપવો પડશે.! 
મેં ભાર પૂર્વક કહ્યું.
ચુપચાપ ચાયની ચુસ્કી ભરી રહેલા અનંતે કહ્યું 
હાં રે હાં પરીયા .. 
દિવસે તારું કામ અને રાત્રે તારા સવાલોના જવાબ આપવા 
એ તો અમારી નોકરી છે ! 
દોસ્ત ! દોસ્ત સમજુ છું હું તમને ! 
મેં ક્યારેય તમને નોકર નથી સમજ્યા અનંત !
જે મનમાં આવે તે બફાટ ના કર  ! 
મજજાક કરું છું  યાર તું તો નારાજ થઇ ગયો !
અનંતે અંદરની પીડાને મજાકમાં ખપાવી દીધી .
અજ્ઞાનીએ કહ્યું। 
પરીયા તારા જુના સવાલનો હું ફરી જવાબ આપું 
તો શક્ય છે જવાબ ફરી પણ ગયો હોય  ... 
અજ્ઞાનીએ જવાબ આપ્યા પહેલા સ્પષ્ટતા કરી।  
મેં કહ્યું દોસ્ત તો પણ મને ક્યાં ખબર પડવાની છે !
અજ્ઞાનીએ એક ઊંડો સ્વાસ લઇ કહ્યું। 
હાં પરીયા કોઈને ખબર નથી પડતી એટલેજ બધું ચાલી જાય છે। 
હાં પણ હવે જવાબ આપ 
અચ્છા તો સાંભળ પરીયા। 
મેં વર્ષો પહેલા તારા આ સવાલના જવાબમાં ખુબ ટૂંકમાં કહ્યું હતું કે,   
જે કલ્પના છે તે  સત્ય છે !
જે સત્ય છે એ કલ્પના છે !
અર્થાત ?
મને અજ્ઞાનીએ આપેલા ટૂંકા જવાબનો ગુઢાર્થ સમજાયો નહીં એકલે મેં કહ્યું। 
અર્થાત ?
અજ્ઞાનીએ ટીપોય પર રાખેલા પાણી ભરેલા લોટામાંથી એક ઘૂંટ ભરી 
જવાબ આપતા કહ્યું। 
પરીયા જ્યારે નકલી યાની  ખોટું 
ખોટું સોનુ ખોટી ચાંદી કોઈ પણ ખોટી વસ્તુ કે ખોટી વ્યક્તિ 
જ્યારે અસ્તિત્વમાં આવે ત્યારે પારખું લોકો પારખી પણ જાય।  
પણ ત્યારેજ એ વાત સાબિત થઈ જાય છે કે 
આ જગતના ખૂણામાં ક્યાંક સાચી વ્યક્તિ કે વસ્તુનું અસ્તિત્વ છેજ !
ખોટી વસ્તુ કે વ્યક્તિ સાચી વ્યક્તિ કે વાસ્તુના આધારેજ ઉઘાડી પડતી હોય છે !
એજ રીતે સાચી વ્યક્તિ કે વસ્તુ ખોટીની હાજરી થકીજ ઉભરી આવતી હોય છે !
માટે સંપૂર્ણ જાણ્યા વગર કોઈ પણ વ્યક્તિ વસ્તુ કે પછી 
તારા સવાલ મુજબ ગીતા મહાભારત કે રામાયણ જેવા ગ્રંથોમાં જે કઈ 
વ્યક્તિ વસ્તુ કે ઘટનાનું વર્ણન કર્યું છે તે ખોટું છે એવું ના કહી શકાય।  
અગર સત્ય હોય તો પણ કલ્પના વિનાનું સત્યનું હોવું શક્ય નથી। 
અગર કલ્પના હોય તો પણ સત્ય વગર કલ્પનાનું હોવું શક્ય નથી ! 
આટલું કહી ફરી પહેલા કહેલી વાત અજ્ઞાનીએ થોડી વિસ્તારીને  દોહરાવી  
જે કલ્પના છે તે  સત્ય છે !
જે સત્ય છે એ કલ્પના છે !
એક દેખાય છે બીજી અનુભવાય છે !
અંદર અનુભવાય છે બહાર દેખાય છે ! 
"અજ્ઞાની" અંદર બહાર બનતી 
બંને અંતે  એકજ ઘટના છે !   
"અજ્ઞાની"
હું જેવું તેવું સમજ્યો ના સમજ્યો ત્યાં ,
ક્યારનો અડધો ઊંઘમાં સરી ગયેલો અનંત જાગ્યો..
શું !? શું !? શું પણ ! 
શું ક્યારના મંડાય પડયા છો તમે હું એમ કહું છું !
ગીતા મહાભારત રામાયણ અને એમાં વર્ણવેલા ચમત્કારિક પાત્રો...
અગર એ બધું હોય તોય શું !?
અને એ બધું સાવ સાચું હોય તો પણ શું !!?
આ બધા પ્રવચનો અને ગ્રંથો વાંચીએ તો પણ શું !
અને અગર ના વાંચીએ તો પણ શું ! 
એ બધા વિષે જાણીએ તો પણ શું...!
અને અગર ના જાણીએ તો પણ શું..!
આખરે જાણવાનું છે શું  !
અર્ધ નિંદ્રામાં અવસ્થામાં અનંત એક ધારો 
કદાચ ઉત્સાહ સહ આક્રોશમાં બબડવા લાગ્યો। 
આખરે જાણવાનું છે શું  !
શું જાણવાનું છે આખરે ! 
અગર પ્રેમ ના જાણ્યો  બધું જાણ્યું ના જાણ્યા બરોબર ! 
મગર "અનંત" પ્રેમ જાણ્યો તો બધું જાણ્યા બરોબર ! 
આખરે તો ભટકેલા સૌ એ ગ્રંથોમાં રસ્તા જ શોધે છે ને ! 
અનંત પરમ ચરમ અનંત પ્રેમના આનંદના ! 
કે બીજું કંઈ ?    
મેં વચ્ચેજ પૂછી નાખ્યું એ તો બધું ઠીક છે અનંત મગર આખરે 
આ બધું  જાણવા પામવા સમજવાના ના ફાંફા શા માટે લોકો મારે છે ?
અનંતે નિંદ્રા અવસ્થામાંજ ભારે આંખે જવાબ આપતા કહ્યું।  
પરીયા... 
હું માત્ર એટલુંજ સમજુ છું મને માત્ર એટલીજ ખબર પડે કે ,
બે જુદા જુદા અને અલગ અલગ આકાર ધરાવતા શરીર
એક બીજાને પામવા એક બીજામાં સમાઈ જવા પ્રાકૃતિક રીતે સદા તત્પર રહે છે ! 
ધર્મ ગ્રંથો વાંચવા યોગ પ્રયોગ મંત્ર તંત્ર સાધના 
જાણવા શીખવાનું મન આખરે  એકજ જંખના ને લઈને થાય છે !
આખરે આ બધું માત્ર એકજ જંખના ને લઈને સર્જાય છે !
એક પુરુષને સ્ત્રી ના પ્રેમની હૂંફની  જંખના હોય છે 
અને એક સ્ત્રીને પુરુષના પ્રેમ અને હૂંફની જંખના હોય છે  .
બંને સાથે સાવ પાસે પાસે હોવાની ઘટના 
બ્રહ્માંડની સૌથી અદભુત અને અલૌકિક ઘટના છે  .
મગર કમનસીબે એક સ્ત્રી અને એક પુરુષ 
સાવ નજીક હોવા છતાં એક બીજાને મળ્યા માણ્યા પછી પણ 
એક બીજાને મળતા માણતા નથી ! 
કારણ માત્ર અણસમજ અને અસંતોષ 
સંતોષ અને સમજણના અભાવે બંને ને  સાથે હોવા છતાં 
બંને વચ્ચે કૈક ખૂટતું હોય એવું લાગ્યા કરે છે !
અને એ ખોટ કેમ પુરાય એ જાણવા સમજવા 
લોકો સંતો અને ગ્રંથોનો સતત સહારો લેતા ફરે છે ! 
બાકી 
પરમ ચરમ અનંત આનંદથી એક સ્ત્રી પુરુષને જીવવાને તો માત્ર 
નાનું એવું ખોરડું તન ઢાંકવા કપડાં પેટ પૂરતું ભોજન ખપ પૂરતું ધન અને 
સાદું સાધુ જીવન હોય અને બંને માં એક જેવી સમજણ હોય। 
તો ક્યાંય ભટકવાની જરૂર નથી !
આટલી સમજણ હોય તો શયનકક્ષમાં સ્વર્ગ ઉતરે... 
અનંત ઊંઘમાં ને ઊંઘમાં એકધારૂ બોલીને 
જાણે કોઈ નશો કર્યો હોય એવી અધ ખુલ્લી આંખે 
મારી અને અજ્ઞાની સામે પ્રશ્ન ભરી આંખે અમારી સામે જોઈ।  
ફરી બબડ્યો। 
ધર્મ ગ્રંથ નું વાંચન યોગ સાધનાનું જ્ઞાન 
મંત્ર તંત્રનું વિજ્ઞાન આ બધું એ અને એવા લોકો જાણવા ચાહે છે!
 જેણે પરમ ચરમ અનંત પ્રેમ અને એના થાકી મળતો અનંત આનંદ 
ના તો જાણ્યો છે ના એ પ્રેમ પામ્યો  છે !
ભટકેલા સૌ એજ  પરમ ચરમ અનંત પ્રેમ પામવા ફાંફા મારે છે ! 
અને એ કેમ અને કેવી રીતે પ્રાપ્ત કરવો 
એ જાણવા ફાંફા મારે છે ! 
સૌ મારગ શોધે છે પરમ ચરમ અનંત પ્રેમનો...
પણ ભાગ્યથી જેને પણ એ પરમ ચરમ અનંત પ્રેમ અને અખંડ આનંદ...
 પામી લીધો છે, 
એ ક્યાંથી કેમ મળે એ મારગ જેણે જાણી લીધો છે !
તેને પછી કોઈ ગ્રંથ વાંચવાની કે સાધના કરવાની કે પછી 
મંત્ર તંત્ર જાણવા જરૂર નથી જણાતી. 
બોલ ! જિજ્ઞાસુ ! હવે તારે કઈ જાણવું છે ...?
અધખુલી આંખે એક ધારો બબડાટ કરી અનંતે મારી સામે જોઈને સવાલ કર્યો .
આ જોઈ અજ્ઞાની હસવા લાગ્યો અને  એક નજર મારી તરફ કરી 
પછી અનંત સામે જોઈ બોલ્યો .
હે અનંત ! સમજનાર સમજદાર 
એક ટૂંકી લીટીમાં પણ જાણી સમજી પામી જાય છે !
અને એને જરામાં જાણેલું સમજેલું પામેલું ખુબ લાંબો સમય યાદ રહે છે !
પણ આ આપણો અબુધ અશુદ્ધ ભુલક્કડ પરીયો...
સવાર પડતા ફરી એજ સવાલ સાથે સામે આવશે...
મારી આંખો પર અચાનક પાણીની છાલક લાગી .
હું ઝબકીને જાગી ગયો  . જો કે મને ખબર નહોતી કે હું ઊંઘી ગયો હતો  . 
આખો ચોળતા ચોળતા ખુરસી પર ઢળી ગયેલો હું ટટ્ટાર થયો  .  
ફરી આંખ ચોળતા ચોળતા મેં  અજ્ઞાની સામે જોઈ કહ્યું।  
છેલ્લે અનંતે શું કહ્યું ?
પણ સરખી આંખ ખોલી જોયું તો ,
અનંત ખુરસી પરજ ટૂંટિયું વાળીને પોઢી ગયેલો અને અજ્ઞાની પણ 


પીધા પછી લોટામાં વધેલા પાણીની છાલક મારી આંખ પર મારી 
એક હાથમાં ખાલી લોટો અને બીજો હાથ ખાલી ખુરસીની બંને બાજુ 
લાશની જેમ હાથ લટકાવી ઊંઘી ગયેલો।  
હું પણ ભરપૂર ઊંઘમાં હતો લથડિયાં ખાતો ધીમા પગલે
અધખુલ્લ્લા દરવાજેથી  શરીર સંકોરી હું ખંડેરની બહાર નીકળી ગયો।... 
*બ્લાસ્ટ*
ગમે ત્યારે ગાઢ નીંદરમાં હું સરી જાઉં છું !
"અનંત" સમજો ને ત્યારે હું મરી જાઉં છું !
"અનંત"   















આવ તારીજ રાહ જોતો હતો હું અનંત યુગોથી...

 કોઈ તો આવશેજ

 એક ઈચ્છા એક તમન્ના એક વીચાર લઇને..!

આ આંખને જેની તલાશ છે વર્ષોથી.

એ આંખને પણ હશે તલાશ વર્ષોથી.

ખબર હતી એક ના એક દિ'

"અનંત" ઈ આવશે અહીં..! 

"અનંત" 

અને ખરેખર એવુજ થયુ. 

વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે 

જેવી ઝંખના સેવી હતી તેવીજ ઝંખના સાથે 

એ છોકરી આવી 

એકાંતમાં અનંતને મળવા... 

વર્ષો પહેલાં...

દૂરથી અનંતને રોજ જોતી એ છોકરી, 

તે દિ' પહેલી વાર અનંતની નજીક આવી. 

અનંતે પેલીને ખંડેરમા આવકારતા કહ્યું. 

આવ તારીજ રાહ જોતો હતો હું અનંત યુગોથી... 

એ પછી એ બંને વચ્ચે શું વાત થઈ 

શું શું થયું 

એ મન્ને નથ્થી ખબર



Sunday, 10 February 2019

પહેલી વાર ધોધો ઘોઘીને ઘેર ગયો

ઠક ઠક ઠકઠકઠક પહેલી આંગળી વાંકી વાળી ઘોઘાએ ઘોઘીના ઘરનો દરવાજો ખટખટાવ્યો.
ઘોઘી જો તો કોણ આવ્યુ છે.
ઘોઘીની માં એ છેક ભીતરના રૂમમાંથી રસોઈમાં વ્યસ્ત ઘોઘીને સાદ કર્યો.
એ હાં જોઊ હોં માં એમ કહી હાથ સાફ કરતા કરતાં ધોઘી દરવાજે ગૈ.
અને દરવાજો ઊઘાડ્યો.
સામે ઊભેલા ઘોઘાને જોઈ ખુશી સમેત ઘોઘી ચોંકી.
ઘોઘા તુંઉઉઉ  ઘોઘીના ગળામાંમાથી મધુર ઉદગાર સરી પડ્યો.
મો પર હાથ રાખી થોડી કમરથી જુકી ખુશ થતી ઘોઘી
આખે આખે ઝણઝણી ઊઠી.

કોણ આવ્યું છે ઘોઘી..?

ઘોઘાના હાથ પકડી અંદર લૈ જતા ઘોઘીએ જવાબ આપ્યો.

ઘોઘો આવ્યો છે માંઆઆઆ..

ક્રમશ 

અપલખણો અનંત

 વર્ષો પહેલા ની વાત છે , કાયમની માફક !આમા પણ નવું કશુંજ નથી !

ભાઈબંધ અનંત એની કોઈ ચહીતીને પ્રેમ કરતો હતો।  

પણ પેલી ચહીતી પણ ભાઇબંધની જેમજ પ્રેમ તેને કરવા છતાં કરતી નહીં !

કારણ માત્ર એટલુંજ  ભાઈબંધ અપલખણો હતો !

પેલીએ એકવાર અનંતને કહેલું કે,

તું કોઈ પણ રીતે મારી કલ્પના મારી જંખના કે મારી ઈચ્છા મુજબનો નથી !

ટૂંકમાં પેલીનું કહેવાનું એમ થતું હતું કે,

તું એકેય એંગલથી મારા ચોખટામાં ફિટ નથી બેસતો !

ત્યારે ભાઈબંધે પેલીને કહેલું કે, 

અક્કલ વગરની હું તારા તો શું કોઈના પણ ચોખટામાં ફિટ બેસું એવો નથી 

અને મારે કોઈના ચોખટા માં  ઢળવું પણ નથી ! 

કોઈના ચોખટામા  ઢળીને.. 
ક્રમશ