Wednesday, 20 February 2019

હું બોલતો નથી એનો અર્થ એ નહીં કે અંદરથી ખોલતો નથી

ઘોઘા ઘોઘી વચ્ચે થયેલો વાર્તા લાપ... 
ઘોઘા કેમ તું કશુંજ બોલ્યો નહીં ..?
આવતા વેંત ઘોઘીએ ઘોઘા ના સોફા સામે રાખેલી ખુરસી પર બેસતા ઘોઘાને સવાલ કર્યો ..!
ઘોઘો :- કૈ બાબતે ..?
ઘોઘી:- લે તને નથી ખબર ..?
ઘોઘો :- ખબર છે ને ..!
ઘોઘી:- તો પછી કેમ તું કાંઇજ ના બોલ્યો ?
શું તને જાણીને પીડા ના થઈ ?
ઘોઘો :-થઈ ખૂબ પીડા થઈ ઘોઘી અતી પીડા થઈ ?
ઘોઘી :- તો પણ તું ચૂપ છે ?
ઘોઘો :-હું મહેસુસ કરું છું..! 
ઘોઘી.! એ લોકોની વ્યથા,વેદના પીડા..!
ઘોઘી :- છતાં ઘોઘા પણ તારે કંઈક તો લખવું બોલવું પડે કઈક તો કરવુજ પડે ઘોઘા !
ઘોઘો :- શા માટે લખવુ શા માટે બોલવું..? 
લોકોને બતાવવા કે હું પણ મહાન છું .?
શું કરવુએજ કડી નિંદા ..!?
શા માટે ઘોઘી ? 
જ્યારે જેને કરવાનું હોય, 
એ પણ કશું ના કરી શકતા હોય ત્યારે ...
ઘોઘા :- તારું આ વલણ તને, 
લાગણી હીન સાબીત કરી શકે છે !
દૂનનિયાના લોકો તને દેશ દ્રોહી ગણી શકે છે !
ઘોઘો :- હાં ઘોઘી એ તો મે વિચાર્યું જ નહીં 
ચાલ તું કહે છે તો હું વિચારું છું !
અને હું એ ઘટનાની કડી નિંદા કરું છું ..! 
 પણ ઘોઘી વિચારતા વિચારતા મને, 
વિચાર આવે છે કે , 
ઘોઘી :- શું વિચાર આવે છે ઘોઘા ..?
ઘોઘો :- એજ કે શાસ્ત્રોમાં તો નીંદા કરવી, 
એ પાપ છે એમ કહ્યું છે !
ઘોઘી :- ઘોઘા એ તો માત્ર નીંદા કરવી એ પાપ છે !
પણ કડી નીંદા કરવી એ લોકોમાં તો સારી છાપ ઉપસાવવા જેવી વાત છે ..!
*બ્લાસ્ટ*  
હું બોલતો નથી એનો અર્થ એ નહીં કે અંદરથી ખોલતો નથી .!
ક્રમશ :-
વર્ષો પહેલા ભાઈબંધો કહેતા કે , 
*બ્લાસ્ટ* 
"અજ્ઞાની" પ્રદર્શન કરવા કરતાં, 
આત્મ દર્શન કરવું જોઈએ ..!

"અજ્ઞાની"

*ब्लास्ट*

मे बोलता नहीं इसका मतलब ये नहीं की, 
मेरा खून खोलता नहीं. 
"अनंत" लेकिन जब सारी दुनिया बोलती हो, 
 तब में बोलता नहीं.!  
"अनंत"

ઘોઘી ઘોઘાની વાતથી નીરાશ થઈ હોય એવુ ઘોઘાને મહેસુસ થયુ તેથી ઘોઘાએ ઘોઘીને સમજાવતા કહ્યું. 
ઘોઘી હુ સમજી શકું છું, 
તારી મારા પ્રત્યે ની લાગણી બરોબર છે. 
મગર 
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે આવું કાં'ક કહ્યું હતું કે,
લખાઈ ગયું એવુજ લખવાનું શું .
બોલાઈ ગયું એવુજ બોલવાનું શું. 
ખુલ્લુ જે હોય એમાં ખોલવાનું શું .
શોધાઈ ગયું જે એમાં શોધવાનું શું .
બસ વર્ષો પહેલા ભાઈબંધે કહેલી આ હકીકત ધ્યાનમાં લેતા મને એમ લાગે છે કે હવે તમામ લોકો બધુ જાણે છે અને ખુદ બીજાથી વધુ જાણે છે એવુ સાબીત કરવા એજ એક ના એક વાત અલગ અલગ અંદાજમાં કહે છે, લખે છે.! 
ત્યારે મને એમ લાગે છે કે, 
ઈશ્વર કૃપાથી હું મારી મૌજમાં જે કૈ કરૂ છું એમાં મને પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદ આવે છે.! અને ઘોઘી હું એ પણ સહર્ષ સ્વીકારું છું કે, એ લોકો પુસ્તકો ઈન્ટરનેટ વગેરે પરથી ખૂબજ ઉંડો અભ્યાસ કરીને પોતાના વીચારો રજુ કરે છે.!
જેના માટે પણ એક અલગજ ક્ષમતા હોવી જોઈએ જે મારામાં નથી.!
*બ્લાસ્ટ*
લોકો ને એ પુસ્તકો 
*જેમાં સમય જતાં સૌ કોઈ લેભાગુ સ્વાર્થી લોકોએ પોતાની મનમરજી મુજબ ફેરફાર કરેલા છે* અને ઈન્ટરનેટ *જેના પર પણ હવે સૌ મનમરજી મુજબ ઠોકંઠોક કરે છે* તેમ છતાં તેના પર લોકોને વધુ ભરોસો રાખે છે. જ્યારે કે આત્માના ઊંડાણથી પ્રયાસે યા અનાયાસે બહાર આવી બોલાયેલી કે લખાયેલી વાતો પર કોઈ ભરોસો નથી કરતું અથવા મજાક સમજે છે, કરે છે.!
વર્ષો પહેલાં ભાઈબંધ આ હકીકત જાણી ગયો હોય એને જણાવ્યું હતું કે, 
"અજ્ઞાની નાદાન લોકોની આ હરકત સમય જતાં આ સમાજ એવં આ પૃથ્વીને ખૂબજ ભયંકર નુકસાન કરશે.!
"અજ્ઞાની"



2 comments:

  1. वह खून ही क्या जो न खौले
    वह जीव्हा जो सत्य न बोले
    जीवन जो किसीके काम न आये
    अनंत वह अज्ञानी क्या तंत टटोले?

    ReplyDelete
  2. તમે પણ કમ્માલ ની કલમના માલીક છો બાકી

    ReplyDelete