Sunday, 27 September 2020

फिर वही शाम.....

 

फिर वही शाम.....
Image may contain: sky and outdoor
"फिर वही बारीस की शाम"
અસ્સલ આજના જેવુજ મસ્ત મસ્ત,
ભીનુ ભીનુ માદક સુગંધી વરસાદી વાતાવરણ હતુ.
આંખ સામે કેસરી આકાશ...
'ને નાકના રસ્તેથી ભીની સુવાસ....
શ્વાસમાં પ્રવેશતાજ મારા ચીતમા..
અતીતની એક ઘટના ઊપસી આવી...
થાય..! ઘણી વખત આવુ થાય...!
ત્યારે યાદ આવે...
વર્ષો જુની ભુલાઈ ગયેલી ઘટના...
અમુક સમયે અમુક સંજોગોમાં વીતેલા સમયની,
ભુલાય ગયેલી વાત યાદ આવે....
અગર યાદ આવે છે તો પછી એ ભુલાઈ ગયુ છે,
એમ કૈ રીતે કહેવાય?
આવો એક સવાલ ઊપસ્થીત થાય..પણ..!
જેવો સવાલ ઊભો થાય એવો જવાબ બેસી જાય..
કે, જીવનમાં કોઈ પણ કાળે ઘટેલી.,
સારી કે માઠી ઘટના ક્યારેય ભુલાતીજ નથી હોતી..
બલ્કે..!
ભીતર દબાઈ જતી હોય છે..!
કારણ કે જીવન પર્યત ક્ષણે ક્ષણે,
એક નવી ઘટના ઘટતી હોય છે.
એમ કરતા કરતા ઘટનાઓની થપ્પી લાગતી જાય છે.,
જેમ કાગળ પર કાગળ...
આગળ જતા જીવનમાં હ્રદયના તાર ઝણઝણાવી નાખે....
યા તો ભીતરથી ખળભળાવી નાખે તેવી જીવનમા
બનેલી પહેલ વેલી ઘટના...
થપ્પીમા છેક છેલ્લે દબાય જાય છે...
અને પછી ક્યારેક અચાનકજ..!
એ ઘટના સંબંધીત કોઈ ઘટના ઘટે કે,તુરંત..!
એ સમય મુજબનુ પાનુ,
જે ઊપર તો નાજ હોય પણ,
વચ્ચે, અધ વચ્ચે કે પછી,
છેક નીચે દબાઈ દટાઈને પડ્યુ હોય તે,
આપો આપ ઊપર આવી જતુ હોય છે.
ખળભળાવી નાખે એવી ઘટના પણ યાદ આવે, પણ....
એ પીડા, યાતના, વેદના અને આંસુથી લથબથ ઘટનાને,
યાદ કરી ફરી એજ સ્થિતિ ની અનુભૂતિ થાય,
એના કરતા તો બહેતર છે એ ઘટનાને તુરંત....
દિમાગવટો દૈ દેવો. અકલે કે દેશ વટો એમ..!
એ આંસુથી લથબથ ઘટના યાદ કરવા કરતા તો....
પ્રેમી સાથે પ્રેમથી થયેલી બથંબથ યાદ કરી ફરી ફરી
ઝણઝણવામા ખરી મજા છે.
ખૈર....
આવુજ એક પ્રેમથી લથબથ પાનુ,
વર્ષો પહેલા જે છેક....
અધવચ્ચે દબાઈ દટાઈ ગયેલું....
તે પાનુ..!
આજે અચાનક જ્યારે વરસાદ બાદ,
કેસરી સંધ્યા ખીલી ત્યારે........
ભીની ભીની માટીની મહેક જ્યારે...
નાક વાટે, શ્વાસમાં પ્રવેશી ત્યારે....
છેક નીચે દબાઈ દટાઈને પડ્યુ હતુ તે..!
અનંતના જીવનનું એક પાનુ સીધ્ધુજ ઊપર આવી ગ્યુ.
જેમા મારો કૈ વાંક નથી... ☺
બલ્કે.., વરસાદી કેસરી સંધ્યા સાથે જોડાયેલી...
એ ઘટનાનો વાંક છે...!
ઘટના કોઈ વ્યકતી કે વસ્તુ સાથે પણ જોડાયેલી હોય શકે છે...!
ઘટના પહેલા સ્પર્શ કે પછી,
આલિંગન સાથે પણ જોડાયેલી હોય શકે છે..!
પહેલવેલા ચુંબન સાથે પણ જોડાયેલી હોય શકે છે...!
લિપસ્ટિક કે પછી અતરની સુગંધ સાથે પણ.!
જોડાયેલી હોય શકે છે...!
ગીત, સંગીત, શબ્દો કે સુમન સાથે પણ..!
જોડાયેલી હોય શકે છે...!
નદી નાળા કે પર્વત ઝરણા સાથે પણ..!
જોડાયેલી હોય શકે છે...!
અરે એતો ધુળ ને ઢેફા સાથે પણ..!
જોડાયેલી હોય શકે છે..!
જોકે આલીંગન તો આલીંગનજ હોય છે...
પહેલીવારનુ હોય બીજીવારનુ હોય કે પછી, ત્રીજીવારનુ...
પણ એ યાદગાર ત્યારે બને છે...
જ્યારે પેલીએ તે વખતે અકલે કે આલીંગતી વખતે,
કોઇ સુગંધી અતર લગાવ્યુ હોય...
બસ.. પછી તો, વર્ષો વીતી જાય...
તોય પેલી વૈ જાય પણ ! પેલી, અંતરની ખુશ્બુ ના જાય..☺
પહેલુ ચુંબન કે છેલ્લુ ચુંબન એવુ કૈ ના હોય...
અકલે કદાચ ભુલાય જાય.. પણ.!
ચુંબન સાથેજ શ્વાસમાં ભળી ગયેલી લાલી.! અકલે કે,
લીપસ્ટીકની સુગંધ નાજ ભુલાય...
હાં સમય જતા એ પપ્પી થપ્પીમા દબાય

સુખી થવું કે દુ:ખી "અજ્ઞાની"તારાજ હાથમાં છે !

 અગર તારે દૂ:ખી થવું હોય , તો

તું તારાથી સુખીને જો..!

મગર તારે સુખી થવું હોય ,તો,

તું તારાથી દુખીને જો..!

વર્ષો પહેલા એક રાત્રે જ્યારે મધરાતે હું ઉબડખાબડ સાંકડી ગલીના 

રસ્તે થી ઠેબા ખાતો ખાતો છેક ગલીની ભીતર આવેલા ખંડેર ચાય લઈને ગયો ... 

અને હસતાં હસતાં કહ્યું .આ લો ભાઈબંધો ચાલો ,ચા લો... 

ઊંધી પિયાલી સીધી કરો અને ખાલી પિયાલી ચાયથી ભરો...

મે અનંત અને અજ્ઞાનિની જેમ જોડકણા જેવા શબ્દો 

બોલવાનો વામાણો પ્રયાસ કર્યો . 

ખબર નૈ હું સફળ થયો કે નિષ્ફળ ગયો ... 

પણ ચાય પીતા પીતા અમે વાતોએ વાળગ્યા ...

અનંત સામે જોઈને મે કહ્યું,

 યારો આજે કઈક એવિ વાત છેડો કે,

 વાત વાતમાં રાત પસાર થઈ જાય...

“અનંત” આપણને ખબર પણ ના પડે

અને અંધારી રાત સવાર થઈ જાય ...

વાહવાહવાહ ....

વાહ પરીયા વાહ ..!

ખબર નૈ કેમ મારી વાત પર અનંત અને અજ્ઞાની વાહ વાહ કરવા લાગ્યા ...

 

મે ચાય ની એક ચૂસકી ભરી કહ્યું મજાક પૂરી થઈ ગઈ હોય તો કાંક બીજી વાત કરીયે ...

અરે પરીયા અમે તારી મજાક બિલકુલ નથી કરી, યાર ...

ખરેખર .! તું જે બોલ્યો એ શાયરાના અંદાજમાં બોલ્યો છે ..!

મે નીચી મુંડી કરી કહ્યું ભૂલ ભૂલમાં ભૂલ થઈ ગઈ દોસ્ત તમારી અસરમાં ...

ખૈર ... કહો શું છે નવા જૂની ?

અજ્ઞાનીએ કહ્યું . પરીયા અમે રહ્યા અંદરના જીવ

રહીએ અમે સદાય અંદર ...

જાણીએ જોઈએ સમજીએ જે કઈ થાય અંદર અંદર ...  

તું રહ્યો બહારનો માણસ ભટકે સદાય બહાર ...

  બોલ .! પરીયા..! શું છે બહારના ખબર ...!?

મે કહ્યું અજ્ઞાની એક દોસ્ત છે મારો

એની મન સ્થિતિ કઈક એવિ છે કે

એ જ્યારે પણ કોઈને તેનાથી વધુ પ્રગતિ કરતો જુવે કે તરત તેને તેની ઈર્ષા આવે છે .

ઈર્ષાના કારણે તે પોતાને જે મળ્યું છે તેનો આનંદ ગુમાવે છે અને દુ:ખી દૂ:ખી થાય છે . 

અજ્ઞાની માત્ર મૂછમાં મલક્યો બીજું કાઇજ ના બોલ્યો .

મારી સામે જોઈ અનંતે કહ્યું .

  પરીયા...

તારા એ દોસ્તને કહેજે કે ,   

અગર તારે દૂ:ખી થવું હોય , તો

તું તારાથી સુખીને જો..!

મગર તારે સુખી થવું હોય ,તો,

તું તારાથી દુખીને જો..!

ઠીક છે કાલે મળશે એટલે કહી દઇશ અનંત. 

પણ એનું દુખ એ છે કે એ બધુ પોતાની ધારણા મુજબ ધારી લ્યે છે .

જેમ આખું જગત પોતાની ધારણા મુજબ ધારી ધારીને 

અણધારી આફત ઊભી કરે છે એમ ..!

હોય પરીયા હોય એ એક નહીં દુનિયામાં એવા અસંખ્ય માણસો છે

જે પોતે ધારેલા દુખે દૂ:ખી થાય છે .

અગર એ ચાહે તો ધારેલા સુખે એજ રીતે સુખી પણ થઈ શકે જે રીતે દુખી થાય છે.  

અજ્ઞાનીએ કઈક અટપટું કહ્યું જે મને બૌ સમજાયું નહીં .

એટલે મે પૂછ્યું અર્થાત ?

જવાબમાં છેલ્લો ઘૂંટ ભરી ચાયની ખાલી પિયાલી ટીપોય પર મૂકી અજ્ઞાની માત્ર હસ્યો .

સુર્રરરર ...કરતાં ચાયનો ઘૂંટ ભરી અનંત બોલ્યો ... 
 

સુખી એનાથી સુખીને જુવે તો દુ:ખી થાય... 

પરીયા...

દુખી એનાથી દૂ:ખીને જુવે તો જીવી જાય...  

તારી વાત તો સાચી છે અનંત બિલકુલ સાચી છે ..!

મગર સમજાય એના માટે

બાકી લોકો હામેશા ઉલ્ટુજ જોતાં વિચારતા હોય છે !

અને એની એજ સોચ સમજ એના દુખણું કારણ બને છે..!

ચાયનો છેલ્લો ઘૂંટ ભરી આંખ બંધ કરી ક્યારના મૌન બેઠેલા અજ્ઞાનીએ  

આંખો ખોલી અને હોઠ પણ ખોલ્યા ...

અર્થાત મૌન તોડ્યું એમ ..!

પછી મારી અને અનંતની સામે જોઈને કહ્યું .

અનંત હમણાં પરિયાને તે કહ્યું કે,    

સુખી એનાથી સુખીને જુવે તો દુ:ખી થાય...   

દુખી એનાથી દૂ:ખીને જુવે તો જીવી જાય...  

એ વાત ગલત તો નથીજ મગર,

એ આમ મન સ્થિતિના લોકો માટેની વાત છે.

મે પૂછ્યું અર્થાત ?

અજ્ઞાનીએ કહું.

પરિયા... અર્થાત , અનંતની વાત સામાન્ય મન સ્થિતિના

લોકો માટે કે પછી સામાન્ય લોકોને આસ્વાસન લેવા દેવાની વાત છે.!

અનંતે નિખાલસતા થી કહ્યું અચ્છા..

તો અજ્ઞાની તારી દ્રષ્ટિ એ બીજાનું સુખ જોઈ દુખી થતાં લોકો માટે

શું સંદેશો હોવો જોઈએ...

અજ્ઞાનીએ કહ્યું .

અનંત અસલ મન સ્થિતિ ઉતમ વિચાર એ છે કે,

 કોઈ પણ વ્યક્તિ અગર એના કરતાં  દુખી વ્યક્તિને જુવે

તો તેને તેના પ્રત્યે કરુણા ઉપજવી જોઈએ

હા પોતે એના કરતાં સુખી હોવાનો અહેસાસ

ચોક્કસ થવો જોઈએ એમાં કશુજ ગલત નથીજ

મગર બીજા કરતાં એ સુખી છે, 

એ જાણ્યા પછી એણે ઈશ્વરને ધન્યવાદ  કહેવું જોઈએ.

અને સાથે સાથે જે એના કરતાં દુખી છે એવિ વ્યક્તિ પ્રત્યે કરુણા ઉપજવી જોઈએ. 

અને એના સુખ માટે પણ ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ ...

 અને કોઈ વ્યક્તિ અગર પોતાનાથી વધુ સુખી હોય,

તો એને જોઈને ઈર્ષા કરી દુખી ના થવું જોઈએ...

બલ્કે બીજાને પોતાનાથી વધુ સુખી જોઈને પણ ખુશી થવી જોઈએ ...

અનંત મારી દ્રષ્ટિએ એજ ઉતમ મન સ્થ્તિતી છે એજ ઉતમ વિચાર શક્તિ છે !

એજ પરમ પવિત્ર  આત્માની હોવાની નિશાની છે.!  

અનંત અને અજ્ઞાની બન્ને ની વાત મારા હ્રદય સોંસરવિ ઉતરી ગઈ ...

મે કહ્યું ભાઈબંધો આજની તમારી વાત તમારો સંદેશ તમારો ઉપદેશ

હું હંમેશા યાદ રાખીશ...

અજ્ઞાની માત્ર મૂછમાં હસ્યો ...

અનંતે કહ્યું પરિયા... 

આમેય યાદ રાખવાનું કામ તારુજ છે..! 

હું અને અજ્ઞાની તો આમેય સવાર પડતાં બધુ ભૂલીજ જવાના છીએ .

અજ્ઞાની ફરી હસ્યો ...

મે કહ્યું લ્યા હશે છે શું ?

જે કહેવું હોય તે કહી દેને ..!

પરિયા આમ તો જોકે કશું કહેવાનું નથી ...

પણ,

 અજ્ઞાની આટલું બોલી અટકી ગયો .

હું અને અનંત એક બીજા સામે જોવા લાગ્યા ...

અધૂરું વાક્ય છોડી અટકી ગયેલા અજ્ઞાનીએ કહ્યું .       

પણ,  સમજવાનું પણ હોય છે !

અને માત્ર યાદ નથી રાખવાનું હોતું પરિયા ....

જે સાચું અને સારું લાગે તે 

જીવનમાં ઉતારવાનું પણ હોય છે .

જે સારું લાગે જે કોઇની પણ 

સારી કે સાચી વાત લાગે

કોઈ ઉતમ વિચાર ઉપદેશ કે સંદેશ...

 તો નીસંદેહ આચરણમાં પણ ! મૂકવા જોઈએ..

મોટા ભાગના લોકો એટલેજ દૂ:ખી થાય છે.

કારણ કે એ જટ ભૂલી જાય છે !

સંતોના મુખે સંતોએ આપેલ ઉતમ ઉપદેશ સાંભળેતો છેજ..!

શબ્દો રૂપે ગ્રંથોમાં છાપેલ સુંદર સંદેશ વાંચેતો છેજ ..!

અને વાંચે સાંભળે એટલિ વાર 

અથવા એકાદ કલાક એકાદ દિવસ

યા તો ,

જ્યાં સુધી સંતોના મુખે સાંભળેલા પ્રવચનો

યા ગ્રંથોમાં વાંચેલા શબ્દો નો ઉપદેશોનો મન પર પ્રભાવ હોય ત્યાં સુધીજ ...      

માણસ સુખી સુખી થઈ જાય છે !

પણ પછી પાછો બધુ ભૂલી જાય છે !

અને પહેલા કરતાં પણ વધુ દુખી થાય છે !

આટલું કહી અંતમાં અજ્ઞાની એ કહ્યું .

હું એવું હરગિઝ નથી કહેતો કે કોઈ પણ વ્યક્તિએ

કોઈ પણ વ્યક્તિના પ્રભાવમાં આવવું જોઈએ કે હંમેશા કોઈ પણ ના પ્રભાવ

હેઠળ જીવવું જોઈએ ...

કારણ કે લખનાર બોલનાર કોઈ ઓર છે, 

મગર લખાવનાર બોલાવનાર કોઈ ઓર...

એટલે બોલનાર કે લખનાર 

બદલી પણ જાય બગડી પણ જાય ...

પણ લખાવનાર બોલાવનાર 

ક્યારેય બગડતો બદલતો નથી ..!

એ બ્રહ્મ રૂપે શબ્દોમાં સતત ભ્રમણ કરતો હોય છે !

માટે હું ચેતવું છું કે ક્યારેય કોઈ પણ વ્યક્તિના પ્રભાવમાં આવવુ કે રહેવું નહીં ..!

આમ કરવું બિલકુલ ઉચિત નથીજ..!

બહેતર છે બોલાયેલા કે 

લખાયેલા શુભ સંદેશો કે ઉપદેશોનો

યોગ્ય રીતે અમલ કરવો ,ઉપિયોગ કરવો.

 સાચું હોય, સારું હોય અને શક્ય હોય 

તે જીવનમાં ઉતારવું...

કોઈએ લખેલા, કોઈએ બોલેલા હોય એવા વાંચેલા, સાંભળેલા, શબ્દો બોલી બોલીને

જાતે કદિ જીવનમાં ઉતાર્યા ના હોય એવા અનુભવ હીન પારકા સંદેશો ઉપદેશો,   

બીજાને આપી આપીને મહાન થવાના ધખારા આજકાલ મોટા ભાગના લોકોને ઉપડે છે !

એવા લોકોને પારખીને એનાથી બચવું એવા લોકોથી ચેતવું...

શક્ય હોય ત્યાં સુધી જાત અનુભવે શીખવું સમજવું અને પછીજ કોઈને

પૂછે તોજ કહેવું અન્યથા બહેતર છે મૌન રહેવું...

વર્ષો પહેલા ...

આટલું કહી અજ્ઞાની મૌન થઈ ગયો ...

*બ્લાસ્ટ*  

સૌનું સત્ય સૌના અનુભવ સૌની અનુભૂતિ અલગ અલગ હોય છે ..!

આ જગતથી પર “અજ્ઞાની” સંતોનું પોતાનું અલગ એક જગત હોય છે...!

“અજ્ઞાની”

જ્યારે વ્યક્તિ અને વસ્તુની 

નિરર્થકતા સમજાય જાય ...!

“અજ્ઞાની” ત્યારે તારે સમજવું કે 

જીવન સાર્થક થઈ ગયું...!

“અજ્ઞાની”

સુખી થવું કે દૂ:ખી "અજ્ઞાની" તારાજ હાથમાં છે ..!

દૂ:ખી થવું કે સુખી "અનંત"" તારાજ હાથમાં છે..!

*બ્લાસ્ટ*

संतोष मे सुख भरा पडा हे। 

"अज्ञानी" असंतोष बडा दु:ख दाई हे। 

रे... मुरख तेरी जरूरत थोडी।

फीर करे क्यों? तु ज्यादा हाय हाय रे। 

"अज्ञानी" 

દુ:ખ પીડા રહેશે દૂર જોજન જો 

મનમાં ને જીવનમાં સંતષ હશે તો 

માથે છત નીચે છોબન 

ઓઢવા ઓઢણુ 

પાથરવા પાથરણુ 

પહેરવા ચાર જોડી કપડા 

જમવા મળે ત્રણ ટંકનુ ભોજન જો 

તો "અનંત" ઈશ્વર નો આભાર માનજો. 

હું અનંત અને અજ્ઞાની આ જીવનમાં જે કઈ પણ જેટલું પણ મળ્યું છે..! 

તે બદલ ઈશ્વરને ધન્યવાદ કહીએ છીએ . 

પછી તે સુખ મળ્યું હોય કે દુ:ખ આનંદ મળ્યો હોય કે પીડા 

અમે ફરિયાદ નથી કરતાં કારણ કે ઈશ્વર જે કઈ આપે છે તે હિશાબ મુજબ આપે છે . 

હિસાબ થી ઓછું કે અધિક કોઈને આપતોજ  નથી..!

અનંત કહે તો કે સમજાવવું ખૂબ કઠિન છે સમજવું ખૂબ સરળ   

"અનંત"ઈશ્વર અગર સુખ આપે છે તો સમજો  કર્મોને કારણે આપે છે .! 

મગર ઈશ્વર જ્યારે દૂ:ખ આપે છે, 

ત્યારે, 

સમજો તમારા ખરાબ કર્મો કાપે છે..! 

******

અમને અમારાથી દુ:ખીને જોઈને કરુણા ઉપજે છે ..! 

અને અમારાથી સુખીને જોઈને ખૂબ ખુશી થાય છે ! 

જ્યારે અમારા દોસ્તોમાં કોઈ દોસ્ત અમારાથી વધુ હોશિયાર હોય ત્યારે, 

તેને લઈને અમને ઈર્ષા નહીં બલ્કે ગર્વ થાય છે.! 

કે જે હોશિયાર છે બુધ્ધિમાન છે તે અમારો દોસ્ત છે..! 

અને અમારાથી ખૂબ નજીક છે ..! 

********      

*બ્લાસ્ટ* 

"અજ્ઞાની" સાદ અને નાદમાં બડો તફાવત હોય છે.! 

મુખેથી નીકળે તેને સાદ કહેવાય... 

અને જે ભીતર થી નીકળે... 

એને કહેવાય અંતરનાદ..! 

સાદ ની એક સીમા હોય છે.! 

તે એક સીમીત અંતર સુધી સંભળાય શકે..! 

જ્યારે નાદ આખાયે બ્રહ્માંડમાં ગુંજે છે.! 

એ સાદ કર્યે ન આવે તો નાદ કરજે..! 

ગમે ત્યાં થી આવી જશે તારી સમક્ષ એ.! 

"અજ્ઞાની" 

"અજ્ઞાની" 

સુખી છે એ સુખી નથી. 

દુ:ખી છે એ નથી દુ:ખી. 

સુખ દુઃખ વીષે ની વ્યાખ્યા, 

યા માન્યતા સૌની  નોખી નોખી. 

ઉપરથી ઉપરથી સુખી દેખાતો 

હોય શકે અંદરથી દુ:ખી દુ:ખી.

"અજ્ઞાની" ઉપરથી દુ:ખી. દેખાતો. 

હોય શકે ભીતર થી "અનંત" સુખી. 

"અજ્ઞાની" 

જે મારૂ મારૂ કરે "અજ્ઞાની" કૈંજ નથી તેનુ રે... 

કૈંજ નથી જેનુ "અનંત" જગત આખુ તેનુ રે...

"અજ્ઞાની" 

લગ્ન જીવન માં 

સયન કક્ષ એક એવી જગ્યા છે, 

જ્યાં સ્વર્ગ સમુ સુખ મળે છે. 

ત્યાંજ નર્ક સમુ દુ:ખ મળે છે. 

અરસપરસ સમજણ ના અભાવે... 

"અનંત"