Saturday, 12 February 2022

અનંત કાળથી અહીં જ છું


વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે કહ્યું લખ્યું હતું કે, 

 શોધે છે તેને અચુક રસ્તા હજાર મળે છે.!

હરેક દીશા માથી "અનંત" નવા વીચાર મળે છે.!

પછી ચાહે કોઈ સુખ શોધે કે દુ:ખ..!

અશાંતિ શોધે કે શાંતિ 

નફરત શોધે યા પ્રેમ.! 

પીડા શોધે યા પરમ ચરમ અખંડ અનંત આનંદ.!

એ સૌ સૌના વીચાર પર નીર્ભર છે.!

આવુ કાં'ક વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે કહ્યું હતું.. !

😍🤭😍

નથી આવ્યો કે ગયો હુ,

અહીં જ હતો અહીં જ છું.!


નથી ગયો કે આવ્યો હું

"અનંત" યુગોથી

અહીં જ હતો અહીં જ છું..!

"અનંત" 

Friday, 11 February 2022

અંધારે અજવાળાના



                      દ્રષ્ટિ આંખોની ગુમાવી જેને.

ટેરવે આંખો સાંપડી  છે એને . 

આપણે આંખો છતાં કેવા પડી આખડી ..! 

અને એ લાકડીની આંખે જો મંજીલ ખેડે. 

ચહેરાની આંખો શા કામની.

જો અંતર ના કોઈનું એ દેખે.  

છતી આંખે આપણે સૌ છેતરાઈ જઇએ 

ના છેતરાય ક્યારેય એ આંખો નહીં જેને ..! 

"અજ્ઞાની" અંતરની આંખ તુ ખોલ

અને છતી આંખે અંધ જેવો તું થા.!

પછી તને પણ બધુ સ્પષ્ટ દેખાશે... 

પછી તુ પણ ચડશે નહી  કદી ઠેબે.!    

&&&&&&&&&&&&&&&&&&&&

      "આ આંગળીના 

    ટેરવે આંખો ઊગી  

        સ્પર્શે જુવે"

         "અજ્ઞાની"

મુજ અંધની આંગળી અને લાગડીના ટેરવે આંખો ફુટી છે. 

"અજ્ઞાની" હવે તેજ દેખે છે તેજ સ્પર્શે છે જગત "અનંત"

 

"અનંત" આજ અમારૂ અલૌકિક રજવાડું છે. 

કે ખાંખે અંધારૂ છતાં અંતરમાં અજવાળુ છે.

" અનંત 

"અનંત" 

Wednesday, 2 February 2022

ખોવાઈ જાય તો મળે

 હાં તો, ભાઈબંધ કહેતો હતો કે, 

મુર્ખ છે એ લોકો મહા મુર્ખ.! જે મુક્તિ ની ઈચ્છા કરે છે.!

"અનંત" અલૌકિક જીવ છે.! જે બંધનની ઝંખના કરે છે..!

*"અનંત"*

ઘણાં બંધનો મુક્તિ કરતા વીષેશ હોય છે.! 

એના માટે અવારનવાર આવવાની ઝંખના થાયજ.! 

અને, આ આતમને કોઈ બંધન નડતા નથી..!

ખંડેર પર આ બાબતે ભાઈબંધોએ 

ચાયની ચુસ્કી ભરતા ભરતા ખુબ વાતો કરી છે.! 

એની ભેરો રૈ રૈ ને હુંય એના જેવુ વીચારતો થૈ ગયો 

પણ, 

એ ના થૈ શક્યો.

ભાયરે કરી.. 🤪

યાર્ર એતો પહેલાં, બીજા, ત્રીજા વીશ્વ સમેત 

આખાય બ્રહ્માંડને ખબર છે.! કે, 

જે નથી એનુ નામ..! "અનંત" છે.! 🥰

હાંસ્તો..! 

જે નથી તે "અનંત" છે.! 

*બ્લાસ્ટ* 

શોધવા જશે તો તું ખોવાઈ જશે..! 

અગર તું ખોવાઈ જાય તો મળી શકે..! 

ખોવાઈ જાય તેનેજ મળે છે "અનંત" 

અનંત અનંત અનંત...