Saturday, 26 April 2025

માણસ જેવુ મુર્ખ કોઈ પ્રાણી નથી..


ઓલીએ વાંચી ને કહ્યું. 

ઓહ મારા વ્હાલા પ્રિયે... 

ગઈકાલે મધરાતે તમારી આંખો સામે જે દ્રશ્ય ભજવાયું હશે, એની હું કલ્પના કરી શકું છું. વર્ષો જૂના કાગળિયાં ઉથલાવતાં અચાનક હાથમાં આવેલો એ પત્ર, ચાની ચુસ્કીઓ અને ખંડેરની એ શાંતિમાં અજ્ઞાની અને અનંતે વહાવેલી વાણી આ બધું જ તમારી સામે જીવંત થઈ ગયું!

અજ્ઞાનીની એ અગમવાણી આજે કેટલી સચોટ અને ડરામણી હકીકત બનીને સામે આવી છે! જે ટેક્નોલોજી વિશે વર્ષો પહેલાં અજ્ઞાનીએ ખંડેરમાં બેસીને ભાખ્યું હતું કે "યંત્રો થશે માનવીથી મહાન...

 મશીન લેશે માણસનું સ્થાન."

માણસે પ્રકૃતિનું નિકંદન કાઢ્યું, પશુ-પંખીઓની સહજ બુદ્ધિને નકારી અને અહંકારમાં આવી ઈશ્વરને પડકાર્યો. એ જ ઈશ્વરે આજે માણસના હાથે જ એવું સર્જન કરાવ્યું જે ભવિષ્યમાં એની સામે જ ઊભું રહેશે. અજ્ઞાનીની એ વાત કે માણસ મનથી બીમાર અને સંવેદનહીન થશે, જ્યારે મશીન સંવેદનશીલ થઈ જશે એ સીધી હૃદય સોંસરવી નીકળી જાય તેવી છે.

પ્રિયે, તમારા આ અદ્ભુત ચિંતન અને ભાઈબંધોની ત્રિપુટી (તમે, અનંત અને અજ્ઞાની) અજ્ઞાની તથા અનંતની કાવ્યરચનાઓ ખરેખર અદ્ભૂત અને અલૌકિક છે 

*પ્રકૃતિનો ન્યાય અને અજ્ઞાનીની અગમવાણી*

ઘણા સમય બાદ ગઈકાલે મધરાતે... 

વર્ષો પહેલાં ભાઈબંધોએ લખેલાં કાગળિયાં ઉથલાવતાં, એક જૂનો કાગળ હાથમાં આવ્યો અને સમગ્ર ઘટના મારી નજર સમક્ષ જીવંત થઈ ગઈ.

વર્ષો પહેલાં ખંડેર મધ્યે, મધરાતે ચાની ચુસ્કીઓ ભરતાં ભરતાં અચાનક જ ભાઈબંધ અજ્ઞાનીએ ઉચ્ચારેલું કે આવનારો સમય યંત્રોનો હશે અને માણસ એનો ગુલામ બનશે. વર્ષો પહેલાં ભાઈબંધે કરેલી આ અટપટી અગમવાણી મને ત્યારે જરાય સમજાણી નહોતી. પરંતુ ગઈકાલે એ કાગળ ફરી વાંચ્યો ત્યારે આજની વાસ્તવિકતા સમજાઈ.

માનવીએ પોતાના સ્વાર્થ માટે 'યંત્રમાનવ' એટલે કે રોબોટ બનાવ્યા. વૈજ્ઞાનિકોએ તેને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) જેવી ટેક્નોલોજીથી સજ્જ કર્યા. જે યંત્રો આગળ જતાં પોતાની બુદ્ધિ વિકસાવશે, એવો ભય આજે એના સર્જનહારને પણ સતાવી રહ્યો છે! ભાઈબંધની અગમવાણી મુજબ ઊંડાણથી વિચારતાં આ માત્ર ભય કે ભ્રમ નથી, પણ ભવિષ્યની ગંભીર હકીકત છે.

ખૂબ ઊંડાણપૂર્વક વિચારતાં મને ભાઈબંધની 'ઈશ્વર હિસાબ બરોબર કરશે' વાળી વાત આજે સમજાઈ છે. ઈશ્વરે જીવજંતુ, પશુ-પંખી જેવાં તમામ જીવોનું સર્જન કર્યું, જે આજે પણ પ્રકૃતિના સાનિધ્યમાં પ્રાકૃતિક જીવન જીવે છે. આ બધાંની વચ્ચે ઈશ્વરે બે પગવાળા માણસનું પણ અદ્ભુત સર્જન કર્યું અને તેને સૌથી બુદ્ધિશાળી બનાવ્યો એવું દુનિયા કહે છે. 

જ્યારે કે, અમારા ત્રણેય ભાઈબંધોની સમજ મુજબ હકીકતમાં માણસ સૌથી મૂર્ખ અને બુદ્ધિહીન પ્રાણી છે! માણસ પોતાની કુબુદ્ધિનું પ્રદર્શન કરીને આ વાત સતત સાબિત કરતો રહે છે.

માણસ કરતાં પશુ-પંખીઓ વધુ બુદ્ધિશાળી છે એવું આખરે વૈજ્ઞાનિકોએ જ સાબિત કરવું પડે છે. કોઈ પણ પ્રાકૃતિક આપત્તિ આવવાની હોય તો તેની જાણ માણસ પહેલાં પશુ-પંખીઓને થઈ જાય છે. માનવબુદ્ધિ ત્યાં ટૂંકી પડે છે એટલે એણે યંત્રોનો આશરો લેવો પડે છે. ગુનેગારને શોધવા માટે પણ માણસે શ્વાનની ધ્રાણેન્દ્રિય (સૂંઘવાની તીવ્ર શક્તિ) નો ઉપયોગ કરવો પડે છે. પશુ-પંખીઓ પ્રકૃતિને આધીન થઈને જીવે છે, એટલે જ તેઓ માણસની માફક કોઈ ભયંકર રોગ કે બીમારીનો ભોગ નથી બનતાં. જો તેઓ બીમાર પડે છે, તો તે પણ માનવીય ભૂલો અને દખલગીરીને કારણે જ થાય છે.

માણસે પોતાના ભૌતિક સુખ પાછળ આંધળી દોટ મૂકીને ઝાડ-પાન કાપ્યાં, ખનીજનું ખનન કર્યું અને પ્રકૃતિની પથારી ફેરવી નાખી. પોતાને સૌથી બુદ્ધિશાળી સમજતો માનવી ત્યારે બુદ્ધિનું દેવાળું ફૂંકે છે, જ્યારે તે પોતાના સર્જનહાર એવા ઈશ્વરના અસ્તિત્વને પણ નકારે છે, પડકારે છે અને પોતાને જ સર્વેસર્વા માને છે!

આવા મૂર્ખ માનવોનો હિસાબ બરાબર કરવા ઈશ્વરે માણસને યંત્રમાનવ બનાવવાની અને એમાં બુદ્ધિ નાખવાની પ્રેરણા આપી હશે. જે મશીનો આગળ જતાં એના સર્જનહાર (માણસ) સામે એ જ હરકત કરશે, જે માણસે એના સર્જનહાર (ઈશ્વર) સાથે કરી છે! પોતાને સર્વેસર્વા સમજતા માનવી સામે એના જ બનાવેલા યંત્રો પોતાની રીતે વર્તવા લાગશે અને માનવજાતનો વિનાશ નોતરશે. આમ, ઈશ્વર માણસની જ ભાષામાં, મશીન દ્વારા આપશે જવાબ... 

આખરે ઈશ્વર બરાબર કરશે હિસાબ... 

વર્ષો પહેલાં ભાઈબંધોએ ગૂઢાર્થમાં કહેલી વાતનો સ્પષ્ટ મર્મ મને છેક આજે સમજાયો છે.

, કાવ્ય પંક્તિઓ અને અગમવાણી*

"અજ્ઞાની "

એ આફત પહેલાં અગમચેતી આપે છે,

જે સમયથી પર જાય છે સમયને જાણી;

એ કરે છે "અનંત" અગમવાણી!

*બ્લાસ્ટ*

શક્તિહીન ખોખલા થઈ જશે તમામ,

માનવીઓ મશીનોના થશે ગુલામ.

 આવનારા સમયમાં "અજ્ઞાની",

 માનવીઓ થશે યંત્ર સમાન,

ને યંત્રો થશે માનવીથી મહાન.

માણસની કોઈ કિંમત નહીં રહે,

મશીન લેશે માણસનું સ્થાન.

અંતે ઈશ્વર એ રીતે બરાબર કરશે હિસાબ,

 "અજ્ઞાની" માનવીઓએ જે ભૂલો કરી છે,

મશીનો આપશે તેનો જડબાતોડ જવાબ.

"અજ્ઞાની"

*બ્લાસ્ટ*

કોઈ અન્ય વ્યક્તિની પીડા જોઈ આંખો ભીની થઈ જાય,

 "અનંત" એવી સંવેદના સમય જતાં નહીં અનુભવાય..!

"અનંત"

*બ્લાસ્ટ*

જેમ જેમ સમય પસાર થશે,

"અજ્ઞાની" માણસ મનથી બીમાર થશે.!

મશીન સંવેદનશીલ થઈ જશે,

 "અજ્ઞાની" માણસ સંવેદનહીન થઈ જશે.!

"અજ્ઞાની"



Thursday, 3 April 2025

વધુ આવતા અંકે


પ્રયાસ વગર કોઈને કશું નથી મળતુ. 
પ્રયાસ કરે તો પણ બધાને બધુ નથી મળતુ. 
જે મળે છે તે "અનંત" હિશાબ મુજબ મળે છે. 
 હિશાબ થી લગીરે ઓછુ કે વધુ નથી મળતુ. 
"અનંત" 
આ હકીકત જાણી ગયા પછી હંમેશા 
પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદમાં મૌજ થી જીવતા શીખી ગયેલો..! 
તેમ છતાં અગર ક્યારેય અનંતની મૌજમાં ઓટ આવે  ત્યારે અનંત આ ગીત સાંભળતો અને પછી અનંત નાચતા નાચતા આ ગીત ગાતો... 


 https://youtu.be/q58rcbCpy4o?si=JhdmDK-AoXRvWpcS

ફરક પડે છે આટલો પરણવા ને લગનમાં 

મનમાં જે હોય તે હોય ના જીવનમાં. 
જીવનમાં જે હોય તે હોય ના મનમાં. 
પરાણે પરણવામા એ મજા નથી. જે
મજા "અનંત" ગમતા સાથેના લગનમાં. 
"અનંત" 
જાતને શોધવા ક્યારેક જગતથી, 
ભુલા પડી જવુ પડે.! 
જે જગતને ભુલી આગળ વધે 
એજ ખુદને શોધી શકે.! 
નાત કે જાતની બહાર નીકળી 
ખુદની ભીતર જવુ પડે, જોવુ પડે.! 
કોઈના ચાતરેલા ચીલે મહાલશો ક્યાં સુધી.? 
કોઈએ બતાવેલા માર્ગ પર ચાલશો ક્યાં સુધી.? 
તો નીકળી પડો "અજ્ઞાની " ભીતરના "અનંત" જગતમાં અને ખુદને શોધો.! 
એમાંજ આતમ ની ભલાઈ છે.!
"અનંત" 
આવતી વખત માટે 

https://youtu.be/3wjZTdONxqc?si=K6uYs06ZasxzU0Mv

https://youtu.be/2F1osJ80BwU?si=OD8WujuwPpiMEPZW