Monday, 14 February 2011

અનંતનો પ્રેમાલાપ


વર્ષો પહેલાની વાત છે ભાઈબંધ અનંત ના પ્રેમમાં પાગલ  કોઈ ચહીતી 
જે મહોલ્લામાં ઉપલા મજલે રહેતી હતી 
તે રોજ સાંજે  ઘરની સાફ સફાઈ કરતા કરતા 
છેલ્લે પગથીયા વાળતા વળતા નીચે આવતી 
અનંત એ સમયની રાહ જોતો 
પોતાના ઘર આંગણા ની બાજુમાં આવેલા 
બીજા ઉપલા મજલાના પગથિયાં પર બેસી રહેતો 
સાંજે  જ્યારે ઘરની સાફ સફાઈ કરતા કરતા 
પેલી છેલ્લે પગથીયા વાળતા વળતા નીચે આવતી 
અને તે પોતાના પગથીયા પર બેસી 
બાજુના પગથિયે અનંત બેઠાજ હોય 
પછી બન્ને પ્રેમની વાતો કરતા પોતપોતાની 
એક બીજા પ્રત્યેની ઊંડી લાગણી વ્યક્ત કરતા 
વર્ષો પહેલા તે દિવસે  સાંજ પડ્યે પેલી  પગથિયાં વાળતી વળતી 
 નીચે આવે છે અનંત તો પહેલેથીજ તેની રાહ જોતો 
બાજુના પગથીયા પર બેઠો હતો  
પેલી પોતાના પગથીયાં પર બેસીને 
એક પ્રેમ ભરી નજર અનંત પર નાખીને 
અનંત ને કહે છે . 
અનંત હું તને ખુબજ ચાહું છું !
અનંતે હસતા હસતા કહે છે  .
હાં મને ખબર છે !
ફરી પેલી કહે છે 
અનંત હું તારા વગર એક પળ પણ રહી નથી શકતી હવે।  
ફરી અનંત કહે છે 
હાં મને ખબર છે !
ફરી પેલી અનંત સામે જોઈને કહે છે 
અનંત જ્યારે તું મહોલાની બહાર જાય છે 
અને થોડી વાર માટે પણ જ્યારે મારી નજરથી ઓંજલ થાય છે
ત્યારે હું બેચેન થઇ જાઉં છું !
અનંત ફરી હસતા હસતા એવોજ પહેલા જેવોજ જવાબ આપે છે 
હાં એ પણ ખબર છે મને !
અનંતે ફરી એવોજ જવાબ આપ્યો અકલે પેલી 
અનંત પાર ગુસ્સે થઈને કહે છે !
શું ક્યારનો ગાંડાની માફક હસતા હસતા 
ખબર છે ખબર છે કરે છે !
શું તને મારા જેવું કશુંજ નથી થતું ?
અનંત કહે છે 
થાય તો ખરુજ ને કેમ ના થાય 
તને પ્રેમ થાય મને પ્રેમ થાય 
તો પછી તને જે થાય એ મને કેમ ના થાય 
થાય જ એ તો !
પેલી પોતાના પગથીયેથી ઉઠીને અનંતની બાજુમાં બેસીને 
થોબડું ચડાવીને અનંતને કહે છે 
અનંત તું સાવ ખોટાળો છે !
હું આટ આટલું તરસું છું તડપું છું તારા માટે 
અને તારા વીના મારી કેવી હાલત થાય છે 
એ તને કહું છું તો પણ તું  ખાલી ખબર છે ખબર છે એટલુંજ બોલે છે 
એ સિવાય તું એવું કૈજ નથી બોલતો કે જેનાથી મને 
ખબર પડે કે તું પણ મારા વગર તડપે છે ! 
અનંત પેલીને લાડથી માથે હળવી ટપલી મારતા કહે છે !
તને વિશ્વાસ ના આવતો હોય તો વાંચી લેજે !
ગાંડી હું જાણું જ છું તારી ભીતર 
મારા માટે પ્રેમનો ધોધ વહે છે !
ફર્ક એટલોજ છે હું તારા પ્રત્યે નો મારો  
પ્રેમ કાગળ પર લખું છું !
અને તું મારી સામે કહે છે !
 પેલી અનંત ને ગલે લગાવી કહે છે 
ઓહ અનંત તું સાચું જ કહે છે મને તારા પર પુરે પૂરો વિશ્વાસ છે !
અનંત મારા અનંત તારા વગર હું બેજાન છું તુજ મારા શ્વાસ છે !
આ સાંભળી અનંત પેલીને અનેક ગૂઢાર્થમાં કહે છે !
પગલી વિશ્વાસ પૂરતી વાત બરોબર છે !
વિશ્વાસ ટકે તો ટકાવી શકે છે પ્રેમને !
મગર  
શ્વાસ પર ભરોસો ના કર 
એ ટકે તો જીવન ચાલે 
ને અટકે તો જીવન થભી જાય  .... 
"અનંત"શ્વાસ ક્યારે પણ છૂટી શકે છે !
શ્વાસ પર  કદિ વિશ્વાસ ના કરાય .!

તગતગતી આંખે પેલીએ અનંત સામે જોઈને કાપકપટ હોઠે  પૂછ્યું   

એટલે તું કહેવા શું માંગે છે  અનંત ?

પાગથિયેથી ઉભો થઇ અંદર જતા જતા અનંતે છેલ્લે 
પેલીને એટલુંજ કહ્યું 
રોતલ હું એજ કહું છું જે સત્ય છે ! 
પ્રેમ પર વિશ્વાસ રાખ 
મગર 
પ્રેમને શ્વાસ ના સમજ 
શ્વાસ તો  ગમે ત્યારે છૂટી પણ જાય 
શરીર એકલું  છોડી પણ જાય  ... 
પેલી રોતી આંખે અનંતને ભીતર જતો જોતી રહી 
તેના કાનમાં અનંતના અંતીમ શબ્દો પડઘાતા રહ્યા ! 

 અનંત ભીતર જઈ પોતાના કામે વળગી ગયો !

*બ્લાસ્ટ*

"અનંત"સહી સહીને કહો સહેસો કેટલું  ?
જેટલી હશે લાગણી દુ:ખ પણ થશે એટલું  ! 

"અનંત" 



  

No comments:

Post a Comment