
હું ગઝલની મુર્તિ બનાવું છું.
~~~~~~~~~~~~~~~~~~
દ્રશ્ય જે જીવતું હોય ત્યારે ઘણું સુંદર અને સોહામણું હોય છે.
અદ્રશ્ય થયા પછી એજ દ્રશ્યનું સ્મરણ ઘણું બિહામણું હોય છે.
“અનંત" કઈ સંબંધ ના હોવા છતાં એના જવાથી તને ખોટ-
જો સાલે તો, એમ સમજવું એ કોઈક ભવમાં આપણું હોય છે.
@@@@@@@@@@@@@@@@@@@@@@
અને ....
તમે જે થોડું થોડું આપો છો ! એમાએ ઘણું ઘણું હોય છે !
કદિ' સાચું સુખ થોડાંમાં પણ મળતું અનેક ગણું હોય છે !
સાવ અમસ્તું તો ઓળખાણ વિના કોઈ કઈજ ના આપે ને ?
આપ્યું છે પ્રેમ જેવુ એનો અર્થ એજ કોઈક જૂનું માંગણું
હોય છે.
ધોમ ધખતા જીવનના તાપમાં ટાઢક ! અને થરથર ધ્રૂજતા
ઠરતા જીવનમાં જે પ્રેમની હુંફ આપે !એજ ખરું તાપણું હોય
છે.
“અનંત” ગઝલની મુર્તિ પર જ્યારે શબ્દોનું
કોતરકામ કરું છું
હૈયામાં વેદનાની હથોળી 'ને હાથમાં કલમનું
ટાંકણું હોય છે.
એ દ્રશ્ય જે દ્રશ્ય હોય ત્યારે ઘણું સોહામણું હોય છે.
અદ્રશ્ય થયા પછી એજ દ્રશ્ય વધુ બિહામણું હોય છે.
કઈ સંબંધ ના હોવા છતાં એના ન હોવાથી ખોટ સાલે,
“અનંત”તો સમજવું એ કોઈક ભવમાં આપણું હોય છે.
"અનંત"
@@@@@@@@@@@@@@@@@@@@@@@@
બ્લાસ્ટ :-
આ સંસારની સહજ સમજનો પણ જેનામાં અભાવ હોય છે .
"અજ્ઞાની" તે મારી દ્રષ્ટિએ દયાને પાત્ર છે .
"અજ્ઞાની"
બહુ ના ફાવયુ પ્રયાસ ચાલુ છે.
ReplyDeleteઆ દયા ક્યાં મળશે??
ReplyDeleteઘણું સમજી પણ હજી કાંઈ ના સમજી
કોઇ એક ભૂલ વારંવાર કરે તો એને ભૂલ ના કહેવાય
તો પછી શું મુર્ખ બનવુ એની આદત હોય છે??
હાસ્તો વળી બીજું શું !
ReplyDeleteઅને હા મૂર્ખ બનવાની યાની છેતરાવા ની પણ એક અલગ અલૌકિક મજા હોય છે...:)
શું લાગે છે હવે saburi..?
Delete