Sunday, 23 September 2012


મનની અકળ લીલા...
~~~~~~~~~~~~~~~~
કરવા મથું જેમ જેમ કાબૂ મન.
થતું વધુ તેમ તેમ બેકાબૂ મન.

“અનંત”સતત પ્રયાસ કરું છતાં.
જો ને વશમાં કેમેય ના થાતું મન.
~~~~~~~~~~~~~~~~
“અનંત” સમજાય ના મનની અકળ લીલા 
સતત પ્રયાસ છતાં વશમાં ના થાતું મન.
~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~
કરવા મથો....! જેમ જેમ કાબૂ મન.
થતું વધુ....! તેમ તેમ બે કાબૂ મન.

છે અતિ અટપટી.! આ મનની ગતિ.
અઘરું છે નથી સાવ સીધું સાદું મન.

રચના તનની જે સમજી શક્યા છે ને !
એનેય હજુ સરખું નથી સમજાતું મન.

મન સાથે જો મેળ સાધતાં આવડે તો !
અલાઊદીન માફક કરી શકે જાદુ મન.

“અનંત” અંતિમ ઝંખના એટલી જ છે કે!
મળે મને..!સમજી શકે એવું એકાદુ મન.  
~~~~~~~~~~~~~~~~~~~~
 "અનંત"   
બાંધ્યું ના બંધાય મન.
તૂટે તો ના સંધાય મન.
             

No comments:

Post a Comment