Tuesday, 25 September 2012

અય દિવાસળી ....

  હું બાકસ તું દિવાસળી.... 

************************************
બાકસ અને દીવાસળી વચ્ચે ક્યાં જરીએ અંતર હોય છે. 
આખરે તો એક દિવાસળી હરેક બાકસની અંદર હોય છે. 

બન્ને તરફ સરખી જ હોય છે. જો આગ અગર હોય છે.
આમ તો એકમેકના પૂરક.સળી મગરૂર મગર હોય છે. 

ઘર્ષણ થાય જ્યારે પણ. ઘસરકો તો બન્નેને સરખો જ-
લાગે. કેમકે બંનેમાં સરખી જ આગની અસર હોય છે. 

અન્યને બાળતા પહેલા બળવું પડશે પોતાને પણ..! 
આ હકીકતથી કદાચ દીવાસળી બે ખબર હોય છે. 

દીવાસળીમાં આમ તો ક્યાં કશું ઠરવા ઠારવા સમું.  
એમાં જે આગની અસર એ તો બસ ક્ષણભર હોય છે.
 
એ ક્ષણિક બળીને ઠરી જાય છે.'ને કોઈ બળતું રહેશે, 
સતત'અનંત'દીવાસળી એ વાતથી બે ફિકર હોય છે.  
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
અનંત"
*બ્લાસ્ટ* 
આગ ઠર્યા પછી નો ધુંવાળો ...
પણ આંખ બાળે છે "અનંત"... 
"અનંત" 


*બ્લાસ્ટ*
"અનંત * અન્ય ને સળગાવતા પહેલાં
દીવાસળી ને ખુદ બળવુ પડતુ હોય છે.

ઠરેલ હોવાથીજ બરફ અન્ય ને ઠારે છે.
ઠારતા પહેલાં ખુદ ને ઠરવુ પડતુ હોય છે.
" અનંત "

અર્થાત્ :- સાર એટલોજ કે જે જોઈતું હોય તે આપો.!
અને જે આપશો તે આપતા પહેલા ખુદનેજ મળશે..!

હવે ચાહો તો ઠારો કોઈની આંતરડી..
યા સળગો અને બારો કોઈની આંતરડી...
ટાઠક પામશો યા સળગશો પહેલાં તમેજ..!
"અનંત" 




1 comment: