Monday, 31 December 2012

હાં  આગમન જીવનનું કળી  શકાય છે. 
પણ  મૌતનું આગમન અકળ હોય છે . 

કાલે "અનંત" મને સપનામાં આવ્યો હતો.......

કાલે રાત્રે "અનંત" મને સપનામાં આવ્યો .... 


અને મને કહે....



બસ યાર હવે બહુ થયું. 



ઘણા સમયથી તું મારુ ઋણ ઉતારી રહ્યો... 



પણ ..! બસ હવે બહુ થયું ..... 



હું  જે પીડામાંથી છૂટી ગયો .....



એમાં હવે તું બંધાઈ રહ્યો..... 



જેમ એક સમયે મારી સ્થિતિ જોઈ તું દુખી થતો ..... 



તેમ આજે તને દુખી થતો જોઈ હું રડી પડું છું ..... 



બસ હવે..! બહુ થયું . 



હે મારા આત્મસખા દોસ્ત.... 



તું મારી માફક રોજ તલ તલ ના મર..... 



મારે ખાતર તે ઘણું કર્યું ..... 



મારા દુખમાં તું ખૂબ ડૂબ્યો .....



બસ હવે..! બહુ થયું . 



બંધ કર આમ મારી  માફક રોજ રોજ મરવાનું . 



અને હવે બસ..!  હું કહું તેમ તું  કર...  



હાં હું જાણું છું તને  જરા અઘરું પડશે ...... 



પણ છતાં આજે તારે મારુ કહ્યું  કરવું પડશે..!



તો.... હ્રદય પર પથ્થર રાખીને . 



રોજ એક એક કરીને .... 



તું મારા લખાણો ફાડી નાખ....! 



આમેય હવે એ કાગળિયા પીળા પડી ગયા છે. 



હાં ચારેકોરથી ખવાઇ ગયા છે . 



આમેય એ ખૂબ ઝર્ઝરિત થઈ ગયા છે . 



તો....  હવે તું એને ઉકેલવાના છોડ..! 



અને હું તો કહું છું રોજ એક એક કાગળને ફાડવા કરતાં..... 



ઝર્ઝરિત કાગળ  ફાડતા ફાડતા ભીની આંખે વધુ જીવ બાળવા કરતાં..... 



હું તો કહું છું મન મક્કમ કર .... 



હૈયામાં હિમ્મત એકઠી કર .. .. 



અને... અને.. અને...!



"અનંત" મારા બધાજ કાગળિયા .... 



એક સામટા બાળી નાખ ... હાં એક સામટા બાળી  નાખ... 



અને મારી આંખો ખૂલી  ગઈ ... 



હવે ... હું પણ તારી વાત માનવા મજબૂર છું . 



હાં હું એની વાત માનવા મજબૂર છું .... 



તેથી જ....! ભીની આંખે...! 



હ્રદય પર પથ્થર મૂકી.



રોજ એક એક કરી.....



હું રોજ તને ફાડુ છું "અનંત"



આમેય હવે તું સાવ ઝર્ઝરિત થઈ ગયો છે.. 
































































                                                                                                                                                                                                                       
*બ્લાસ્ટ*
"અનંત"થી અંત સુધી ગયો છું..! 
એક માણસથી સંત સુધી ગયો છું ...!

                                                                                                                                                                                                                                       

Sunday, 16 December 2012


કોઈ સમયે “અનંત” ને એવું મહેસુસ થયું કે એને ચાહનાર ...માત્ર સળગાવનાર જ હોય છે જે સળગાવીને ઠરી જાય છે.ને પોતે પછીથી પણ બળ્યા કરે છે ભીતર ભીતર ..ત્યારે એ સમયે એણે તેની એ પ્રેયસીને ઉદેશીને...દીવાસળીનું પ્રતિક લઈ એક રચનામાં પ્રેયસીને ખૂબ દોષા રોપણ કર્યું.માત્ર ને માત્ર દીવાસળીના આડકતરા પ્રતિક રૂપે એણે માત્ર પ્રેયસીને જ દોષિત ઠેરવી હતી ....એ રચના ... 

હું બાકસ તું દિવાસળી....  

************************************

બાકસ અને દીવાસળી વચ્ચે ક્યાં જરીએ અંતર હોય છે. 

આખરે તો એક દિવાસળી હરેક બાકસની અંદર હોય છે. 

બન્ને તરફ સરખી જ હોય છે. જો આગ અગર હોય છે.

આમ તો એકમેકના પૂરક.સળી મગરૂર મગર હોય છે. 

ઘર્ષણ થાય જ્યારે પણ. ઘસરકો તો બન્નેને સરખો જ-

લાગે. કેમકે બંનેમાં સરખી જ આગની અસર હોય છે. 

અન્યને બાળતા પહેલા બળવું પડશે પોતાને પણ..! 

આ હકીકતથી કદાચ દીવાસળી બે ખબર હોય છે. 

દીવાસળીમાં આમ તો ક્યાં કશું ઠરવા ઠારવા સમું.  

તેનામાં જે આગની અસર એ તો બસ ક્ષણભર હોય છે.

એ ક્ષણિક બળીને ઠરી જાય છે.'ને કોઈ બળતું રહેશે, 

'અનંત'સતત દીવાસળી એ વાતથી બે ફિકર હોય છે.  &&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

“અનંત" અને સમય જતાં એ 'ના'  સમજની સમજ , વિચાર ધારા પરી પક્વ થઈ.સહજ સમજ આવી ત્યારે વિચાર આવ્યો કે .....બાહ્ય રીતે બનતી આ ઘટનામાં કેવળ દીવાસળીનું સળગાવવું જ દેખાય છે ...પણ બની શકે દીવાસળીની ભીતર પણ યુગો સુધી એજ બળ બળતી વેદના હોય..અને એ પછી “સ્ત્રી” નામે  રચનાનું સર્જન થયું. એ સહજ સમજ ને લઈ આ રચનામાં  માત્ર પોતાની જ વ્યથા નહીં...!બલ્કે  દિવાસળી સાથે પણ વેદના સભર ન્યાય કર્યો....  .લગભગ ઇ .સ 1999 માં....તારીખો ક્યારે સાચી ના માનવી...કેમકે એણે એવિ કોઈ ચીવટ ના હતી.એની રચનામાં ક્યાક ક્યાક 1902 ની બદલે 1802 લખેલું પણ હોય છે.     સહજ સમજ પછી લખાયેલી રચના 

“સ્ત્રી....”

 સ્ત્રી ....

દિવાસળી ...

દીવો...

પુરુષ....

એક તું એક હું....

બળવું ને ઠરવું.

ઠરવું ને બળવું .

યુગો જૂની વાર્તા..

કઈજ જ ના નવું....

હું યુગોથી અનુભવું...

એજ ઘટના...  એજ ઘટના....  

એ ઘટનામાં કેટલી... વેદના....    

હાં..!  દિવાસળી ...

એ પ્રગટાવી પણ શકે....એ સળગાવી પણ શકે....

એ પછી દિવાસળી હોય કે નારી......  

જે પ્રગટાવે.તે સળગાવે.....

એ પછી દીવો હોય કે ચિનગારી ....

“બે અર્થમાં“

હાં બધુ જ બે અર્થમાં ....

આમ બધુ અરસ પરસ ....

એ પણ જ્યોત યાને જ્યોતિ હોય શકે.

એ અગ્નિ પણ હોય શકે.....

હાં ક્યારેક નજીવા ઘર્ષણથી તણખા ઝરે ... 

આમ તો તણખાનું આયુષ્ય સાવ ઓછું...

બસ દિવાસળી જેવુ જ ક્ષણ ભર...

પણ...પણ...પણ... 

ક્યારેક તણખો પણ ભળકો કરી શકે .....  

પણ દોષ કાયમ દીવાસળીને દેવાય જાય સહજ...

અને દીવાસળીને  અન્યાય થાય સતત.

સમજાય તો સમજાય..ના સમજાય તો યુગો પણ ઓછા પડે...

ને સમજાય તો ક્ષણમા સમજાય જાય  સહજ...

તો પણ....!  

સ્વભાવ સહજ બનતી એજ સ્વાભાવિક ક્રિયા ....   

જે દીવો પણ હોય. ને જીવન પણ......

વાત દિવાની પણ હોય ....વાટ જીવનની પણ હોય....

પ્રગટે તે દીવો પણ હોય....સળગે એ જીવન પણ હોય...

હાં દિવાસળી ક્યારેક પ્રગટાવી જાય કોઈ દીવો...અને તે સતત પછી પ્રકાશ પાથર્યા કરે.

‘ને દિવાસળી....

હાં દીવાસળીને કદાચ એ ખબર પણ ના હોય...

હાં દિવાસળી ક્યારેક સળગાવી જાય કોઈ જીવન.....

અને પછી ...એ ઠરી જાય....

અને કોઈ ભળ ભળ સળગતું રહે....

એ વાતથી પણ કદાચ દિવાસળી બે ખબર હોય.....     

અને કદાચ “‘બે’ ખબર...” બે અર્થમાં ....  

એટલે કે પોતાની ને અન્યની પણ ખબર હોય એને...

હાં..! દિવાસળી... 

આ દિવાસળી...... 

પ્રગટાવે તો પ્રકાશ ફેલાવે ચો તરફ. 


સળગાવે તો આગ લગાડે..

અને આગ ...

આસ પાસ અન્યને પણ દઝાડી શકે...   

દીવાસળીએ  પ્રગટાવેલી દિવાની વાટ ઓલવાઈ જાય....

પત્યુ...!

વાટ પૂરી...વાત પૂરી ...

પણ દીવાસળીએ લગાડેલી આગ ઠરી ગયા પછી... 

ધૂવાણો.....

હાં ધૂવાણો પણ બાળે આંખો ....

અને કદાચ એ આંખોનું રડવું પણ હોય શકે....

અને અંતે બધુ બધુ ને બધુ જ..... 

ખાખ...

જે ઉપર ઉપરથી ઠરેલી લાગતી હોય....

તો પણ...."ચેતવું....!" છું વારે વારે તને...  

હું કહું છું તને કે તું.....   

એ રાખમાં... 

હાથ નાખમાં ..!

દાજી જશે તું...   

બની શકે એ રાખ ભીતર ઊની ઊની પણ હોય ...

“અનંત”જે ભીતર દાજતું હોય દઝાડે પણ ખરું ...

દિવાસળી બન્ને વખતે ક્ષણ ભર બળે અને ઠરે......

જેનામાં બાળવાની ક્ષમતા...

તેનામાં  પણ હોય શકે  બળ બળતી વેદના....   

બસ.! એટલે જ વિચાર આવે છે. 

તો  એ દીવાસળીનું શું ..???

હાં...! બાહ્ય નજરે ક્ષણ ભર લાગે...

પણ બની શકે દીવાસળી ની ભીતર પણ હજુ ....

હાં હજુ પણ એ ક્ષણ ભર બળવા કે બાળવાની પીડા હોય...

ભીતર ભીતર ..એ પણ બળતી હોય ...

અને પછી જ્યારે સમજાય ત્યારે ભીતર પ્રકાશે....

’ને પછી અનુભવાય દીવાસળીની વ્યથા, કથા, વેદના....

ત્યારે મૌન થઈ જવાય અનાયાસે મંગાઈ જાય ક્ષમા ક્ષમા ક્ષમા....

એ કાયમ સહન કરે ઘસરકા ...

એ પ્રગટાવે  સળગાવે જે પણ કરે .....

મજબૂર પણ હોય શકે ....

અન્યના હાથે જ તો .....

અને આ ઘટના પણ નવી ક્યાં...

એ સળગાવે કે પ્રગટાવે “અનંત”.. બન્ને સ્થિતિમાં....

દીવાસળીના ભાગ્યમાં તો બસ સળગવાનુ જ....!

“અનંત” સળગવાનુ જ બસ સળગવાનુ જ....    

કિન્તુ આજે  પુરુષ અને સ્ત્રી બન્નેની સરખી જ વેદના  સંવેદના અનુભવું  હું  મારી ભીતર....


“અનંત”