Wednesday, 2 January 2013

કાગળની વેદના ..મારૂ ભીતર ...કાગળ.....

આમ તો આ કાગળ ની વેદના....  
અને આમ તો આ કાગળ એ મારુ જ ભીતર....

ના કોઈ સમજનાર છે. ના કોઈ મને સાંભળનાર. આગળ કે પાછળ.
હાં મને સમજે છે, મને સાંભળે છે, પ્રેમથી આ ફાટ્યા તૂટ્યા કાગળ.

જ્યાં સુધી કે મને કોઈ પ્રેમથી મારી પાસે બેસીને સાંભળનાર ના મળે.  
હાં મારી ભીતર થતી વેદના જ્યારે કોઈ ના સમજે કે ના કોઈ સાંભળે.

ત્યારે એકાંતે એકલો અટુલો..! મારી વેદના આ કાગળને કહી દઉં .
મારા ભીતરની પીડા 'ને હ્રદયમાં લાગેલા ડામ હું કાગળને દઈ દઉં. 

મારા કાગળિયા મને કોઈ દી' કઈ ના કહે. 
બસ હું બોલું ને એ ચૂપ ચાપ સાંભળે સહે.

પણ આજ કોણ જાણે આ કાગળને થયું છે શું.???. 
ખૂબ હીબકે ચડી રડતાં રડતાં આજ એણે મને કહ્યું     

એને જે કહ્યું એ સાંભળી હું પણ થીજી ગયો ... 
જાણે ભૂકંપ થયો ને ભીતરથી હું ધ્રુજી ગયો ....

તો કાગળે આજ મને એમ કહ્યું કે..... 

તારી વેદના તું ધાર દાર કલમથી મારી છાતી પર રોજ લખે ....
ને પછી રોજ રોજ આ મારી નાજુક છાતી પરનો બોજ વધે .... 

તારું હ્રદય જ્યારે વેદનાથી રડે છે. 
તારી સાથે સાથે તારી કલમ પણ રડે છે. 

અને ત્યારે તારી એ કલમ માંથી "અનંત"  
શબ્દો નહીં મારી છાતી પર ધગ ધગતા આંસુ પડે છે. 

તું ને તારી કલમ તો રડીને છાની રહી જાય છે . કદાચ..... 
પણ મારુ શું ? કે મને શાંત થતાં યુગો વહી જાય છે .    

અને પછી મારી ભીતર ઊઠે એવા વમળ ...

કે યુગો  સુધી શાંત ના થાય આ કાગળ  .... 
અકળાવે સતત કોઈ અકળ એવિ પળ .....   
આમ તું રોજ રોજ મારૂ ભીતર ઘમરોળ .... 
તારી કલમના ઘસરકા ને શબ્દોના ચાબખા .... 
રે... મારી છાતી પર ઊઠે કેટ કેટલાય સોળ ....એનું શું ?

મારી છાતી પર તું લખે ને ફૂટે લોહીના ટસીયા.  
ને મારી છાતી છેદાય, હાં ચારે કોરથી ચિરાય....એનું શું.?.

તારા લખ્યા પછી તું તો ભૂલી જ જાય છે બધુ...!  
પણ પછીથી મારુ  ભીતર ચિલ્લાય.. એનું શું ?

તું કલમથી ઓકે તારા દિલની આગ ...
ને શબ્દોના અંગારા મારી ઉપર તું નાખ....

ને પછી વેદના મનેય દાજવાની થાય... એનું શું.?
પછી અંદર અંદર મારૂયે  અસ્તિત્વ પીલાય ..એનું શું..?

જો કોઈ પણ વ્યથા થી તારું ભીતર ખળભળે ....  
જો તું ના ઠરે,  ને તને ઠારનાર કોઈ ના મળે ... 

તો પછી મારુય ભીતર પણ ભળ ભળ બળે... એનું શું ?

સાંભળી કાગળની વેદના ભારે હ્રદયે કાગળને પૂછ્યું મે એમ . 
કે તું જ કહે એ કાગળ તારી આ વેદના, અને તને દાઝડતી આગ ઠરે કેમ .?

અને હીબકે ચડીને  કાગળ બોલ્યો ....

કે તને જેની તરસ એજ મારી છે પ્યાસ... 
ને તારી જે  ખોજ એજ મારી છે તલાસ ....  

બસ મળે જો કોઈ તને, સુંદર અને કોમળ હ્રદયની નાર ....
તો કહે એને કે જુવે એની આંખો મારા ભીતરની આર પાર...

તો મારી છાતી પર ઊપસેલા સોળ શમી જશે.... 


તુરંત ઠરી જશે એ બધા જે તે મૂક્યા મારી છાતી પર શબ્દો અંગાર ...   

તું એને કહે..!  કે મારી પાસે આવે બસ..!  એક વાર... 

ને મારી છાતી પર બસ..! માત્ર આંસુ સારે બે ચાર ....

બસ"અનંત"આટલું જો તું કરી શકે . 
મારા ભીતરની આગ ઠરી શકે . 

હું ચૂપ થઈ ગયો આજ કાગળની જેમ જ ...! 

ને જોઈ રહ્યો રડતાં હીબકે ચડતા કાગળને...!

રડી પડ્યો  હું પણ ચોધાર.... 

કાગળની જેમજ થઈને લાચાર..... 

હું શું કહું ?

શું જવાબ આપું  એને ??? 

કે કઈ કરતાં કઈજ સૂજે  નહીં મને. 

કેવી રીતે સમજાવું એને ... 

કે મળવી મુશ્કેલ છે...!

તારી ઝંખના મુજબની નાર...

ઓહ...!  કાગળ એ શક્ય નથી ..એ શક્ય નથી.... 

"અનંત" ચાલ કાગળ એ સિવાય આગળ બીજું કઈક વિચાર...તું બીજું કઈક વિચાર.... 

"અનંત" 









 
   

No comments:

Post a Comment