ઘોઘા ઘોઘી ની વાતો ....
ઘોઘી ઘોઘાની એક આદતની કાયમ નોંધ લે છે .
ઘોઘી જુવે છે કે.. ટૂંકી વાત હંમેશા ઘોઘો ખુલી આંખે કરે છે. પણ જ્યારે વાત લાંબી હોય ગહેરાઈ ભરી હોય ત્યારે ઘોઘાની આંખ અનાયાસે જ બંધ થઇ જતી હોય છે.
આ જોઈ ઘોઘી એક દિવસ ઘોઘાને પૂછે છે ..
ઘોઘી:- ઘોઘા એ ઘોઘા એક સવાલ કરું ?
ઘોઘો :- હાં.... એ તો કાયમનું થયું .એમાં નવું શું ? .
પણ જો ઘોઘી તને પહેલા જ કહી દઉં આજે મને ઊંઘ આવે છે . માટે જવાબ ટુંકમાં આપીશ .
તને સમજાય તો ઠીક ના સમજાય તો વધુ પૂછ પૂછ નાં કરતી ...
ઘોઘી :- કાઈ વાંધો નહિ તું મારા સવાલનો જવાબ આપ હું સમજી લઈશ ..
ઘોઘો :- તો પૂછ તારે જે પૂછવું હોય તે ....
ઘોઘી :- ઘોઘા તને ધ્યાન કરતા, યાને ધ્યાન ધરતા આવડે છે ?
ઘોઘો :- કોનું ?
ઘોઘી :- ઘોઘાનો જવાબ સાંભળી ઘોઘી ચિડાઈ ગઈ .... કોનું શું હું તને એમ પુછુ છુ તને ધ્યાન કરતા આવડે છે....?
ઘોઘો :- ના બિલકુલ નહિ કેમ ?
ઘોઘી :-પણ તું જ્યારે વાત કરતો હોય કે એકલો બેઠો હોય છે ત્યારે તારી આંખો તો ધ્યાનમાં બેઠો હોય એ રીતે બંધ હોય છે ..તો પછી ...?ઘોઘો :- એ મને ખબર નથી પણ તારે ધ્યાન વિષે જાણીને શું કરવું છે ?
ઘોઘી :- મારે પણ ધ્યાન કરતા શીખવું છે.
ઘોઘો :- પહેલા મને પાણી આપ ...
ઘોઘી :- છણકો કરતા બોલી . ઓ...હો આ તારી કેવી આદત છે ઘોઘા... જયારે તને કાઈ પુછુ , મને તારા પાસે કઈ સમજવું હોય તારી વાત ધ્યાન થી સાંભળવી હોય ત્યારેજ તને તરસ લાગે ...?
ઘોઘો:- હાં..તરસ ગમે ત્યારે લાગે...
ઘોઘી પાણીયારા ભળી જતા જતા બબડતી જાય છે ભવો ભવ નો તરસ્યો તેમાં પાછો પાણી પીને વાત ભૂલી જશે .. ને મને જ પૂછશે હું શું કહેતો હતો..... ?
ઘોઘો:- હવે પાણી આપને.... આમ તો હું કશું નાં ભૂલું પણ તું જો આમ વચ્ચે લાંબુ લચક ભાષણ કરે તો પછી હું ભૂલી જાઉં કે નૈ ? ચાલ હવે ઝ્ટ પાણી આપ મને ...
ઘોઘી ઘોઘાને પાણી આપે છે. ઘોઘો ધીરે ધીરે નિરાંતે પાણી પીવે છે. ઘોઘી મનમાં અકળાય છે.
મનમાં જ બબડે છે .. કેટલી વાર લગાડે છે બે ઘૂંટ પાણી પીવામાં ..
પાણી પી ને ઘોઘો ઘોઘીને કહે છે હાં બોલ હવે તું શું કહેતી હતી... ?
ઘોઘી ફરી મનમાં જ બબડી ' ભૂલી ગયો એટલી વારમાં'. ઘોઘીને ગુસ્સો પણ આવ્યો, પણ જો ગુસ્સો કરે તો ફરી વાત ટલ્લે ચડે તેથી કઈ પણ દલીલ કર્યા વિના ઘોઘીએ ઘોઘા ને ફરી પૂછ્યું.
ઘોઘી :- હું તને એમ હેતી હતી ઘોઘા...
કે તને ધ્યાન કરતા આવડે છે......?
તો મારે પણ શીખવું છે.
ઘોઘીએ એક સાથે બેઉ વાત કહી નાખી ..
ઘોઘો :- ઘોઘી એના કરતા બે ધ્યાન થવાનું શીખ ..... ઘોઘી:- પણ ઘોઘા મારે ધ્યાન કરતા શીખવું છે ... ઘોઘો :- અરે ઘોઘી તું બે ધ્યાન થઇ જા ધ્યાન આપો આપ લાગી જશે ....
વાત પૂરી ..... (ક્રમશ)
શુભ રાત્રી ... રાધેક્રિશ્ના.. ! :)))
No comments:
Post a Comment