Thursday, 28 February 2013

*અસહ્ય ! મૂંગી વેદના*



~~~~~~~~
*અસહ્ય ! મૂંગી વેદના* ~~~~~~~~
કઈ તૂટ્યું.....?

અરે તમને પૂછુ છુ કઈ તૂટ્યું......?

અરે... તમને પૂછુ છુ.... મને કોઈ તો જવાબ આપો......

અરે સાંભળો છો...કે, બધા જ 'હ્રદય બહેરા' થઈ ગયા છો ?

કોઈ તો કહો......કે !મને જે કઈક તૂટવાનો અવાજ આવ્યો;

એ તમને પણ આવ્યો? કે પછી..... 

અરે ભાઈ શું ક્યારનો સવારે સવારે રાડા રાડ કરે છે ?

કઈ તૂટ્યું...કઈ તૂટ્યું...કરીને બધાની નીંદર બગાડે છે;

શું તૂટ્યું ? શેનો અવાજ? કેવો અવાજ ?.......

અમને તો કાઇજ તૂટવા બુટવાનો અવાજ નથી આવ્યો !!!

તને નક્કી કઈક ભ્રમ થયો લાગે છે...........

ભ્રમ ?

હા' ! ભ્રમ...પણ કોઈ પણ ભ્રમ એક વાર , બે વાર , ત્રણ વાર,!

'એ જાણવા છતાં કે! ત્યારે પણ કઈક તૂટ્યુ હતુ;

જે મે ભ્રમ સમજી મન સાથે સમાધાન કરી લીધુ !

અને ફરી આજે એવો જ ! હા એવો જ !

કઈક જોરદાર તૂટવાનો અવાજ......

અને તમે બધા કહો છો....કે મને ભ્રમ થયો છે !!! 

શું ! શું !તમે કોઈએ ખરેખર કાઇજ તૂટવાનો અવાજ !

નથી સાંભળ્યો?

ના....ના....ના....તું સૂઈ જા!

અને અમને પણ સુવાદે...!

અરે પણ મને જોરદાર કઈક કાચ તૂટે એવો ;
અવાજ આવ્યો તેનું શું...? અરે.... 'હ્રદય બહેરાઓ'......

પણ હું કાન બહેરો નથી !

કોણ ...?

હા મે સાંભળ્યો છે... એ કાચ તૂટવા જેવો આવાજ ......

જે તને સંભળાયો છે... 

પણ !તમે કોણ...? 

તને જે કાચ જેવુ તૂટવાનો અવાજ આવ્યો ને!....... 

એની કરચો મને જ લાગી છે ......... 

પણ એતો કહો તમે કોણ ?

હું હ્રદય... હા ! હું તારુ જ ! હ્રદય...

તમે !...તમે સાંભળ્યો છે એ અવાજ ?

હા મે પણ એ અવાજ સાંભળ્યો છે .......... 

તો મને જલ્દી કહોને એ શું તૂટ્યું ....?

સપનું... સપનું..... સપનું...... 

ભલા! સપના તૂટવાના અવાજ તે 'કદી આવતા હશે ...!!!!!

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
"અનંત"........ બે'ભાન'
"

No comments:

Post a Comment