Friday, 22 February 2013

"અનંત"ની રચનાઓ માંથી....


આ રચના "અનંતે" એ સમયે લખેલી જ્યારે કોઈએ સવાલ કર્યો હતો .... 

"આ "અનંત"કોણ છે ?"

અને આ એક ના એક સવાલ.. " શું આપ જ "અનંત" છો ?   જ્યારે વારંવાર પૂછાયો ત્યારે એણે આ રચના લખેલી ....   
અને એમાં જ ક્યાક એણે સિફત પૂર્વક એ વારે વારે સવાલ કર્તા નું નામ પણ ઉમેરી દીધું .... 
@@@@@@@@@@@@@@@@@@@@@
યુગોનો ખૂબ થાક છે. સુવા દે મને ! તું ઢ્ંઢોળવાનું છોડ.
   કે બંધ આખે સપનુ પણ તારું જ ચાલે છે. તોડવાનું છોડ.  

હજુ સુધી ઉકેલી શક્યું નથી કોઈ. ગૂંચવાય જશે તું પણ !  
ભીતર ચેત ,યા ચેતજે. કોયડો છું. તું મને  ઉકેલવાનું છોડ.  

તાગ નહીં મેળવી શકે કદી. મોતી નહીં પામે એ, જે કરશે-     
શંકા. ખારો  દરિયા છું. શંકા હોય તો મને  ઉલેચવાનું છોડ.

હું આમ પણ  ખવાઇ ગયો છું ચો તરફથી પ્રેમથી, અરે..ઓ.   
પવિત્ર દિમક.! હવે તું આ "પ્રાચી"ન. લાકડાને ફોલવાનું છોડ.

તરસ ના છીપાવી શકશે  મૃગજળ કદી. જળની ઈચ્છા કર "અનંત"       
આ જન્મે તારા માટે હું મૃગ જળ છું  મૃગ જળ પાછળ દોડવાનું છોડ.       

No comments:

Post a Comment