આપણે જે આપીએ છીયે, લઈએ છીયે, એક બીજાને જે કઈ પણ ..!
એ ઉધાર
છે કે જમા.....?
આપણને ક્યાં ખબર છે.???
કદાચ મારી થોડીક જિંદગી તારી પાસે ઉધાર હોય શકે !
અને કદાચ તારી બંદગી મારી પાસે જમા હોય શકે !
કદાચ તારી થોડીક જિંદગી મારી પાસે ઉધાર હોય શકે !
અને કદાચ મારી બંદગી તારી પાસે જમા હોય શકે !
કારણ વિના કશું જ નથી બનતું.
જેમ સવાલના ગર્ભમાં જ જવાબ હોય છે .
તેમ કારણની ભીતર જ નિવારણ છુપાયું હોય છે.
અંતે આ સઘળા કોઈ જૂના હિસાબ હોય છે.
અને હિસાબ આખરે હિસાબ
હોય છે.
લેણા હો કે દેણા ચૂકતે કરવા જ પડે.
હું કે તું અહી બસ જમા ઉધાર જ કરીયે છીયે !
હું
ક્ષણને ચાહનારો....
ક્ષણમા આપું.
ક્ષણમા આપું.
ક્ષણમા પામું.
'ને ક્ષણથી જ
ક્ષણને માપુ.
ફર્ક બન્નેનો તુરંત સમજાઈ જશે !
એક
તરફ પાલ્લામાં આખે આખી જિંદગી રાખ.
ને એક પાલ્લામાં માત્ર એક ગમતીલી ક્ષણ નાખ.
પછી જો ! પલ્લું કઈ તરફનું નમે છે.
'ને પછી હ્રદય પર હાથ મૂકી
કહે તને શું ગમે છે ?
પલ્લાને ગર કર નજર અંદાજ તો એ કહે તું કઈ તરફ નમી ?
"અનંત"સાવ સાચું કહે !
કે ના ગમતા સાથે આખી જિંદગી ગમી ? કે ગમતા સાથે એક ક્ષણ ગમી ??
"અનંત"

No comments:
Post a Comment