Wednesday, 6 March 2013

અર્ધ જ્ઞાની...



"
જ્યારથી હુ આ ત્રીજા વિશ્વ સમાન ફેસબુકમાં આવ્યો ત્યારથી મને ક્યારેય કોઈ ખરાબ અનુભવ નથી થયો . 

કિન્તુ આજે મને અહી ફેસબુકમાં જે અનુભવ થયો તેને સારો કહેવો કે ખરાબ એ હજુ નક્કી નથી કરી શકતો. 


મને પ્રશ્ન પણ થાય છે કે શું આવું પણ અહી થઈ શકે? 


જોકે હું તો એવુ જ માનુ છુ કે જે પણ થાય છે તે ભલા માટે જ થાય છે. 


કદાચ એજ સત્ય છે. કેમકે આજે જે પણ થયું તેના થકી મારા જીવનમાં એક 


વધુ અનુભવનો ઉમેરો થયો હું કઈક વધુ શીખ્યો અને આમયે હું હમેશા 


વિધ્યાર્થી રહેવું પસંદ કરું છું એટલે જે થયું તે સારું જ થયું. 

બસ એમજ વિચારવું મને યોગ્ય લાગે છે. 

શું થયું ?એ આટલું વાંચો પછી વિગતવાર

બસ થોડી જ વારમાં જણાવીશ.... 

કેમકે આજે ફરીવાર જાહેરમાં મારે મારો

પરિચય આપવો પડશે...
"
!
!
!
!
!
!
!
!

"
તો પહેલા મારો પરિચય.....

હું માત્ર આઠ ચોપડી પરાણે પાસ છુ.

આજ સુધી મને ખુદને પણ એ નથી સમજાયું કે મને,

માસ્તરો કેમ પાસ કરતાં રહ્યા પાસ આઠમી સુધી.

નહીં તો મને ખબર છે કે, હું પોણા પેપર કોરા જ મૂકી આવતો ને પછી,

ઘેર 
આવી રડતો .. એ..એ..એ... મને કશું આવડ્યું નહી . 


હું કોરા પેપર મૂકી આવ્યો છુ? 

ઘેર જઇ હું આ સત્ય સ્વીકારી લેતો.....

તો પછી માસ્તરોએ મને પાસ કેમ કર્યો ??? 

બની શકે એ પણ મારી જેમ જ હોય અભણ . 

યા તો પછી એમને મારી દયા આવી હોય કે ..

છોકરો ડાયો છે રૂપાળો છે, ભલે ભણતો ના હોય પણ ગણતો હોય એવું તો 

લાગે જ છે, લાવને પાસ કરી નાખું. 

પણ સાચુ કહુ મારુ ગણિત પણ સાવ કાચુ... તો હું ગણુય શું ? 

હાં મને હિસાબ સમજાય પણ એકજ .

” જેવુ કરો તેવું પામો એવું લણો જેવુ વાવો” 

બસ આ એક જ હિસાબ મને જિંદગીમા સમજાયો...... 

અને કહેવાય છે કે ..

"કા પૂર્ણ જ્ઞાની સારા કાતો સાવ અજ્ઞાની સારા પણ અર્ધ જ્ઞાની અઘરા” 

કેમકે આવા મારા જેવા અર્ધ જ્ઞાની પોતે પણ દૂ:ખી થાય ને બીજાને પણ કરે... 

મને ઘણી વાર એવું લાગે છે.. કે મારા આવા અર્ધ જ્ઞાનને કારણે ઘણાને તકલીફ પડે છે. 

બસ આ જ મુદો છે આજનો કે, મારા કારણે કોઈકને ખૂબ તકલીફ પડી.. 

હવે શું તકલીફ પડી એ વિગત વાર કહેવું પડશે... 

મારી એ આદત છે ... જો કહેવું તો વિગત વાર અને એ રીતે કહેવું 

બધા સમજી શકે , નહીં તો ના કહેવું , 

એવુ શું કહેવું અર્ધ જ્ઞાની જેવુ હે ?
?

?

?

?

?

?

?


અંતે તોય અર્ધ જ્ઞાની જેવુ જ કર્યુ...
કઇ વિગત વાર ના કહેવાયુ..

No comments:

Post a Comment