એક દિવસ મે અજ્ઞાની ને પૂછ્યું અલ્યા તું ક્યારેય મંદિરે જાય છે કે નહીં ?
તેણે સ્પષ્ટ કહી દીધું ના...!
અને પછી એણે જરા થંભીને કહ્યું ....
હું જાઉં કે ના જાઉં એ મારી અંગત ઈચ્છાની વાત છે.
કેમકે હું જાણું છું . કે ત્યાં જવા કે ના જવાથી મને કશો જ ફર્ક નથી પડતો ....કિન્તુ અગર કોઈને ફર્ક પડતો હોય,
અગર કોઈને એમ લાગતું હોય કે મંદિરે જવાથી એમને કઈક ફર્ક પડે છે.
તો...
હું એમને ના રોકું .
અને હુ શા માટે રોકું ?
આખરે માનવ માત્ર સુખ શાંતિ શોધે છે.
ચાહે કોઈ પણ રીતે, કે કોઈ પણ રસ્તે એ સુખ શોધે ,
તો એ એમનો અબાધિત અધિકાર છે .શરત માત્ર એટલી જ કે...
કોઇને દૂ:ખ દઈને સુખ ના લેવું ..!
અને પછી એણે આ રચનામાં પોતાના વિચારો વર્ણવેલા ....
ના...! હું મંદિરે નથી જતો ....!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
કોઈ મને એ તો કહો જરા ! કે મંદિરે ના જતાં હોય તેથી કેટલા દૂ:ખી થાય છે.?
અને એ પણ કહો ભલા કે જે મંદિરે જતાં હોય છે, એમાના કેટલા સુખી થાય છે?
હાં ! અગર જો કોઈને દંભ કે દેખાડા જ કરવા હોય, તો વાત જ નોખી છે.
બાકી તો શ્રધ્ધા જો હોય ઈશ્વરમાં. તો..! ઈશ્વર તો ઘરમાંયે મળી જાય છે.
તો એ ઈશ્વર સુધી પહોંચી ગયા સમજો , આટલું અગર જો સમજાય જાય તો ...
બીજે કશે. જવાની જરૂર જ નથી એને ,માણસ જે માણસના અંતર સુધી જાય છે.
ઘણાની આ સ્થિતી પણ મે જોઈ છે, કે કોઈ સૂતા સૂતા પણ સુખ મેળવે સઘળું.
અને કોઈ કરે છે. દિવસ રાત મહેનત સખત તેમ છતાં પણ એ દૂ:ખી થાય છે.
અરે ભઇલા હું શું કહું તને ? કે આ સુખ કે દૂ:ખ આમ તો કર્મને આધીન જ હોય છે.
દીધું લીધું જેણે જેણે જે જે. તે તે. મળે હિસાબથી ,અંતે બધાની રોજનીશી લખાય છે.
કહો તો ખરા જરા આ જગમાં ભલા અમર કોણ રહ્યું છે ? હવે કોઈ નહીં બોલે....!
સત્ય બસ આટલું જ છે અંતે, કોઈ દફન થાય ધરામાં, તો કોઈ અગ્નિમાં બળી જાય છે.
બીજું તો શું કહું હું, શ્રધ્ધા નો વિષય છે .જેને જેમાં આનંદ આવે એ પ્રમાણે વર્તે એ તો,
એમાં તારે કે મારે શું ? હું તો બસ જોયા કરું, તું પણ જો ! શાણો શાનમાં સમજી જાય છે.
મંદિરે જે, તે, જતાં હોય નિસદિન સાંજ સવાર, અંતે તો એ બધા પણ ઉકલી જાય છે.
અને હાં “અજ્ઞાની” ના જતાં હોય જે જે મંદિરે, એ બધા પણ અંતે તો ગુજરી જાય છે.
"અજ્ઞાની"

No comments:
Post a Comment