Monday, 18 March 2013

ફરી એ જ કામ "અનંત"નું જૂનું સાહિત્ય અહી છાપવું ....


"
‎(!)~(!)~(!)~(!)~(!)~(!)~(!)~(!)

~~~~~~~~~~~~~~~~~


તું સતત વધતી રહે વીંટળાતી રહે. 


‘ને તોય હું તો સાવ ચૂપ. 



તું ઝંખના છે વેલ સમી, 


ને હું જાણે કે વૃક્ષ.

હું બારે મહીના લીલો છ્મ્મ. 



'ને તું ક્યારેક ક્યારેક શુષ્ક. 



*****************
“અનંત”
એક દિવસ જ્યારે અભણ “અનંત” ને તેની પ્રેયસીયે
મળવા આવીશ એમ કહ્યા પછી ના આવી ત્યારે પ્રેમમાં
અવાર નવાર ભાંગેલા “અનંતે”  ગૂસામાં. તેણે પોતાની
પ્રેયસીને  આ રીતે જવાબ આપેલો......
હું અભણ છું એનો અર્થ એ ના સમાજ કે હું ના સમજ છું........ 

        કઈક મને આંજે છે આંખોમાં...  
ખબર નૈ..! કેમ મને લાગ્યું કે કોઈ મળવા આવશે.
અંતે તું આવી જ નહીં મને તો એમ હમણાં આવશે.


તું હોશિયાર તને એમ કે ફરી કોઈ ભણવા આવશે.
શું તું ફૂલ છે ? કે કોઈ ભમરો ગણ ગણવા આવશે.  

ખબર જ હતી કે તું પણ કેવળ મને તરસ લગાડશે.   
ફરી સાવ સૂકા રણમાં તું પણ મૃગ ઝરણા બતાવશે.  

ને તને એમ કે, મને પણ તારા શમણાં સતાવશે?.
જો તું નહીં આવે તો પડખા ડાબા જમણા સતાવશે?

”અનંત”હું ખુદ એક રમણું શમણું છું. કઈ કેટલીએ.   
મને આંજે છે આંખમાં.  તું શું મને શમણાં બતાવશે?

છેક 1998 માં"અનંતે" આ રચના લખેલી.... :)  
“અનંત”  

No comments:

Post a Comment