Saturday, 25 May 2013

"અનંત" ના સાહિત્ય સંગ્રહ માંથી.....



હાથની ભીનાશ હવે આંખમાં .... 

"અનંત" પ્રેમ ભીની રેત હાથમાથી સરકી ગઈ.
મગર એ પ્રેમની ભીનાશ હજુયે આત્માથી નથી ગઈ.   
યાદ છે તને ?
તે દિવસે હું પરસેવે લથબથ હતો.
ને તારી પાસે મે, 
મારો ચહેરો લૂછવા તારી ઓઢણીનો પાલવ માગ્યો 'તો..
અને તે..!  
તે તો મને છાતી સરસો ચાંપ્યો  હતો.
અને પછી....

તુ પણ મારા ખારા પરસેવે ભીંજાઇ ગઈ હતી .

"અનંત" પ્રેમ ભીની રેત હાથમાથી સરકી ગઈ.
મગર એ પ્રેમની ભીનાશ હજુયે આત્માથી નથી ગઈ.   





યાદ છે તને ?તે એ રીતે તારી છાતીએ ચપોચપ મને આલિંગ્યો હતો...
ને પછી તારાએ બદનમાથી જે વછૂટી હતી ...
એ માદક સુવાસ હજુયે મારા શ્વાસમાંથી, ગઈ નથી.
"અનંત" પ્રેમ ભીની રેત હાથમાથી સરકી ગઈ.
મગર એ પ્રેમની ભીનાશ હજુયે આત્માથી નથી ગઈ.   


યાદ છે તને જ્યારે તું મનેમળવા આવતી ,
પ્રથમ રવેશ પર આવી ચો તરફ ...
આમ તેમ નજર ઘુમાવતી...


અને પછી તું પગમાથી ઝાંજર ઉતારી ....
ને મુઠ્ઠીમાં દબાવતી ....
ક્યારેક તો ઝાંઝર તું સાવ તારી છાતી કને અંગત જગ્યાએ છુપાવતી 
મહોલ્લા વાસીઓથી નજર બચાવતી....    
દબાતે પગલે પગથિયાં ઊતરતી.......
મળવા આવતી મને તું લપાતી છુપાતી ...
એ ક્ષણે થતી તને મને જે ઝણ ઝણાટી...   
આજે પણ ઝહનમાંથી એ ઝણઝણા ગઈ નથી.   
"અનંત" પ્રેમ ભીની રેત હાથમાથી સરકી ગઈ.
મગર એ પ્રેમની ભીનાશ હજુયે આત્માથી નથી ગઈ.   

હું.....!  
હાં સાવ કરતાં સાવ ઘોઘા જેવો હતો હું.....
અને તું....!  
કોણ જાણે કેટ કેટલું મારી પાસે ઝંખતી તું... 
સતત  મને મળવા તરસતી તું.... 
કદીક મને તું દિવસે મળતી ને કદીક મળતી તું મને રાતે....
“અનંત” એ એક એક પવિત્ર ક્ષણ જે આપણે વિતાવી હતી સાથે .....
  એ ક્ષણ હજુ તરવરે છે મારી આંખો સામે..

ને થઈ ગઈ પછી ....!

એ હર ક્ષણ ઘૂંધળી ધૂંધળી ... 

મારી આંખ ભીની ભીની...!

કદીક તું મને દિવસે મળતી ને કદીક મળતી તું મને રાતે....

“અનંત” એ એક એક ક્ષણ જે આપણે વિતાવી હતી સાથે .....


કદીક તું મને દિવસે મળતી ને કદીક મળતી તું મને રાતે....
“અનંત” એ એક એક ક્ષણ જે આપણે વિતાવી હતી સાથે .....



એ ક્ષણ હજુ તરવરે છે મારી આંખો સામે..
ને પછી ....!



આંખો ભીની ભીની અને ધૂંધળી ધૂંધળી ક્ષણ 
આજે પણ ... 



લાખ પ્રયાસે પણ એ  ક્ષણ આંખમાથી ગઈ નથી......
"અનંત" પ્રેમ ભીની રેત હાથમાથી સરકી ગઈ.

મગર એ પ્રેમની ભીનાશ હજુયે આત્માથી નથી ગઈ.   



મળી ના શક્યા શાને.? શાને આપણે મજબૂર થયા... ? 
એ સવાલ અસ્થાને , બસ, દેહ થી દેહ ફકત દૂર થયા...!

છે ભીતર તેમ છતાં તું આજે પણ..!

“અનંત” દૂર હજુ તું આત્માથી ગઈ નથી... 


"અનંત" પ્રેમ ભીની રેત હાથમાથી સરકી ગઈ.
મગર એ પ્રેમની ભીનાશ હજુયે આત્માથી નથી ગઈ.   


“અનંત”
 

"અનંત" ની રચનાઓ માંથી.....





છે શોખ તને ...!

ખૂબ વાંચવાનો....

તો લે વાંચ મને .....!

હું હરતી ફરતી ,જીવતી જાગતી કિતાબ છું.

વાર્તા . નિબંધ. લઘુ કથા , નવલ કથા.

અચ્છાંદસ, હાઇકુ ,મુક્તક, ગઝલ, કવિતા.

આ બધુ જ છે ..!

મારામાં... 

મારી જિંદગી જ એક કિતાબ છે આમ તો જો કે, 

તને જ્યારે પણ વાંચવાનું મન થાય ને  ! 

ત્યારે તું તારે મને પ્રેમથી વાંચજે ..! 

જ્યારે જ્યારે તું મને સ્પર્શશે ... 

ત્યારે ત્યારે મારામાં અજીબ સ્પંદન ઉત્પન થશે...

જ્યારે જ્યારે મારા પાને પાનાં પર  તારી નજર ફરસે ..! 

હે પ્રિય વાંચક તું સમજ જે ત્યારે ત્યારે મારુ હૈયું ઠરસે ..!

જ્યારે તું તારી નાજુક નમણી પતલી પતલી આંગળી વડે ,

મારા પાનાં ફેરવશે ત્યારે ત્યારે મારુ ભીતર ઝણ ઝણશે ..!

તું જ્યારે વાંચવા ઈચ્છે ત્યારે મને વાંચજે ... 

પણ પ્રથમ મને તું  પુસ્તકની માફક માફક છાતી સરસો ચાંપજે .

અને પછી બાગમાં જઇને કોઈ ઘેઘૂર વૃક્ષની છાયામાં બેસી.

ને પછી  વ્હાલથી મારૂ માથું તારા ખોળામાં  રાખજે ..... 

અને પછી એક પછી એક પાનું પ્રેમથી ઊથલાવી મને તું વાંચજે  .... 

 એય  મારી વાંચક મારી ચાહક મારી ચાહત .... 

 તને ખબર પણ નૈ પડે 

મને વાચતા વાચતા ક્યારે તું મારામાં ખોવાઈ જશે , સમાઈ જશે...  

"અનંત" 


એ વાંચક એટલે કે તું ...  

અને કિતાબ એટલે કે હું....  

"અનંત "

મારી જિંદગી જ એક કિતાબ છે...





તને જ્યારે પણ વાંચવાનું મન થાય ...!

પ્રથમ મને તું પુસ્તકની  માફક છાતી સરસો ચાંપજે .







ને પછી  વ્હાલથી  મારુ માથું તારા ખોળામાં  રાખજે ..... 

અને કોઈ ઘેઘૂર વૃક્ષની છાયામાં બેસી.

એક એક પાનું પ્રેમથી ઊથલાવી વાંચજે .... 






'ને .... 

સમાઈ જજે કિતાબમાં તું  .....

એ કિતાબ એટલે કે હું....  






“અનંત” 

Sunday, 19 May 2013

સગા મિત્રાણી કુંજલ પ્રદીપ છાયા લિખિત, સત્ય ઘટના પર આધારિત વાર્તા .... "ગુરુ"


ગુરુ




by Kunjal Pradip Chhaya (Notes) on Wednesday, July 4, 2012 at 11:06pm







“અનંત” નામે એક છોકરો.
સાલસ સ્વભાવ. પોતાની જ મસ્તીમાં રાચતો. દિ-રાત જોયા વગર કામ કરતો. ખૂબ જ મહેનતૂ. કોમળ હદયનો ધણી. બીજું કઈ જ એનું ધન નહીં. ઘર-પરિવાર તો હતું ખરું પણ નામનું. સહુ એને કામ સોંપે, એ હોંશે હોંશે કરેય ખરો. કઈ ભૂલ ચૂક થાય તો બધાં એને ખીજાય. પણ ભોળો એ પણ હસ્તે મોં એ સહન કરે. બધાંની શિખામણ સાંભળે. અનુસરે. પોતાના કામમાં મગ્ન રહે.

હંમેશની માફ઼ક એક દિવસ સવારે પાંચ વાગ્યાથી કામે ચડ્યો. આછા અજવાસથી તેનું કસાયેલું ઘાટિલું બદન ખૂબ જ આકર્ષક લાગતું હતું. નજીકમાં વસ્તી એક નમણી કન્યા તેનાથી મોહિ ગઈ. ઘણી વાર એને બોલાવા કે વાત કરવા પ્રયત્ન કરતી પણ નિષ્ફ઼ળ રહેતી. અનંત તો એના જ કાર્યમાં પરોવાયેલો રહેતો. પેલી છોકરી મંદિર જવા તેની પાસેથી પસાર થતી અને હાથમાંની પૂજાની થાળીમાંનાં ફ઼ૂલ એના પર વરસાવી જતી ! મધ્યાને સૂરજ તપતો ત્યારે તેનું શરીર પરસેવાના નીરથી નિતરતું. પેલી છોકરી પોતાની પછેડીના છેડો તેનાં કપાળેથી ફ઼ેરવી પસાર થઈ જતી ! સાંજ ઢળતાં પણ તેણી અનંતને ખંત કરતાં જોઈ તેની પાસે વાળુંનું ભાથું સરકાવી જતી ! આટ આટલાં અલપણાં કરતી તોય તે અબૂધ અનંત કઈં જ ઈશારા સમજી ન શક્તો. પેલીનું અનંત પ્રત્યેનું આકર્ષણ અને કુતૂહુલ વધતું ગયું. તેની સાથે વાતો કરવાની, સમય વિતાવાની ઈચ્છા વધતી ચાલી.

એક આથમતા પોરે “આ અલબેલા અનંતને મારો કરીને જ વળીશ.” એવું નક્કી કર્યું. અને રૂપકડી બની ચાલી નિકળી. અનંત એના કામમાં વ્યસ્ત જ હતો. ઘડિક નજર કરીને તેણી તરફ઼ જોઈ પણ શક્યો નહીં. પેલી સાવ નજીક આવી બેઠી. “બસ એક ક્ષણ પછી તો હું હોઈશ અને મારો અનંત....” એવું વિચારી તેણે વાત શરું કરી. હુમ્મ - હાંહાઆઅ.. જવાબ મળતો રહ્યો.... કંટાળીને પેલી ઊભી થઈ, જોરથી પૂછી બેઠી.... “શું આખો દિ’ તારે કામ જ કામ.. ? કેમ એકલો જજૂમે છે આમ? કેમ કોઈ ચેલો બેસાડી નથી દેતો.. જીવતર થોડી વિતશે આમ?”

શાંત સ્વરે, ડોક ઉંચી કરી, પેલી છોકરી સાથે પહેલી જ વખત આંખોમાં આંખ મેળવી અનંત બોલ્યો : -
"અનંત"કૌન કહેતા હૈ કી મે હું અકેલા,  
ઠોકર મેરી ગુરુ ઔર મે ઠોકરકા ચેલા."

પેલી સ્થિતપ્રજ્ઞ અંધકારમાં ઓજલ થઈ ચાલી.
...................................................................................................................................................................................... 
સગા મિત્ર Paresh Katira સાથે સત્સંગ કરતાં સાંભળેલી વાર્તા મારી કલમે લખવા કરેલ પ્રયત્ન.

3

Unlike ·  ·  ·