Saturday, 25 May 2013

"અનંત" ના સાહિત્ય સંગ્રહ માંથી.....



હાથની ભીનાશ હવે આંખમાં .... 

"અનંત" પ્રેમ ભીની રેત હાથમાથી સરકી ગઈ.
મગર એ પ્રેમની ભીનાશ હજુયે આત્માથી નથી ગઈ.   
યાદ છે તને ?
તે દિવસે હું પરસેવે લથબથ હતો.
ને તારી પાસે મે, 
મારો ચહેરો લૂછવા તારી ઓઢણીનો પાલવ માગ્યો 'તો..
અને તે..!  
તે તો મને છાતી સરસો ચાંપ્યો  હતો.
અને પછી....

તુ પણ મારા ખારા પરસેવે ભીંજાઇ ગઈ હતી .

"અનંત" પ્રેમ ભીની રેત હાથમાથી સરકી ગઈ.
મગર એ પ્રેમની ભીનાશ હજુયે આત્માથી નથી ગઈ.   





યાદ છે તને ?તે એ રીતે તારી છાતીએ ચપોચપ મને આલિંગ્યો હતો...
ને પછી તારાએ બદનમાથી જે વછૂટી હતી ...
એ માદક સુવાસ હજુયે મારા શ્વાસમાંથી, ગઈ નથી.
"અનંત" પ્રેમ ભીની રેત હાથમાથી સરકી ગઈ.
મગર એ પ્રેમની ભીનાશ હજુયે આત્માથી નથી ગઈ.   


યાદ છે તને જ્યારે તું મનેમળવા આવતી ,
પ્રથમ રવેશ પર આવી ચો તરફ ...
આમ તેમ નજર ઘુમાવતી...


અને પછી તું પગમાથી ઝાંજર ઉતારી ....
ને મુઠ્ઠીમાં દબાવતી ....
ક્યારેક તો ઝાંઝર તું સાવ તારી છાતી કને અંગત જગ્યાએ છુપાવતી 
મહોલ્લા વાસીઓથી નજર બચાવતી....    
દબાતે પગલે પગથિયાં ઊતરતી.......
મળવા આવતી મને તું લપાતી છુપાતી ...
એ ક્ષણે થતી તને મને જે ઝણ ઝણાટી...   
આજે પણ ઝહનમાંથી એ ઝણઝણા ગઈ નથી.   
"અનંત" પ્રેમ ભીની રેત હાથમાથી સરકી ગઈ.
મગર એ પ્રેમની ભીનાશ હજુયે આત્માથી નથી ગઈ.   

હું.....!  
હાં સાવ કરતાં સાવ ઘોઘા જેવો હતો હું.....
અને તું....!  
કોણ જાણે કેટ કેટલું મારી પાસે ઝંખતી તું... 
સતત  મને મળવા તરસતી તું.... 
કદીક મને તું દિવસે મળતી ને કદીક મળતી તું મને રાતે....
“અનંત” એ એક એક પવિત્ર ક્ષણ જે આપણે વિતાવી હતી સાથે .....
  એ ક્ષણ હજુ તરવરે છે મારી આંખો સામે..

ને થઈ ગઈ પછી ....!

એ હર ક્ષણ ઘૂંધળી ધૂંધળી ... 

મારી આંખ ભીની ભીની...!

કદીક તું મને દિવસે મળતી ને કદીક મળતી તું મને રાતે....

“અનંત” એ એક એક ક્ષણ જે આપણે વિતાવી હતી સાથે .....


કદીક તું મને દિવસે મળતી ને કદીક મળતી તું મને રાતે....
“અનંત” એ એક એક ક્ષણ જે આપણે વિતાવી હતી સાથે .....



એ ક્ષણ હજુ તરવરે છે મારી આંખો સામે..
ને પછી ....!



આંખો ભીની ભીની અને ધૂંધળી ધૂંધળી ક્ષણ 
આજે પણ ... 



લાખ પ્રયાસે પણ એ  ક્ષણ આંખમાથી ગઈ નથી......
"અનંત" પ્રેમ ભીની રેત હાથમાથી સરકી ગઈ.

મગર એ પ્રેમની ભીનાશ હજુયે આત્માથી નથી ગઈ.   



મળી ના શક્યા શાને.? શાને આપણે મજબૂર થયા... ? 
એ સવાલ અસ્થાને , બસ, દેહ થી દેહ ફકત દૂર થયા...!

છે ભીતર તેમ છતાં તું આજે પણ..!

“અનંત” દૂર હજુ તું આત્માથી ગઈ નથી... 


"અનંત" પ્રેમ ભીની રેત હાથમાથી સરકી ગઈ.
મગર એ પ્રેમની ભીનાશ હજુયે આત્માથી નથી ગઈ.   


“અનંત”
 

1 comment: