શાંત અને સ્થિર નિર્મળ નિર્મળ જળમાં.
એક ટીપું પણ સરજી લે વમળ પળમાં.
મારા પ્રેમની શુધ્ધતાને માપવાનું છોડ.
મન મક્કમ કર, મને એકાંતમાં મળમાં.
સળગી ઉઠશે,, તારા આંસુ નું એક ટીપું પણ
જો, પડશે મારા પત્ર યાને, કાગળમાં
ભર ચોમાસે વરસી જઈશ એક "દી"
ક્યાં સુધી ભરાઈ રહીશ હું પણ વાદળમાં.
ઉદાહરણ આપી આમ, પરેશાન ના કર.
મને અન્યની સાથે આ રીતે તું સાંકળમા
તુ જુએ છે મને કેવળ સાગરમાં "અનંત"
હું જોઉ છું તને ફૂલ પર ચમકતી ઝાકળમાં
“અનંત”
No comments:
Post a Comment