અજ્ઞાની અલગારી
દેખાવે ભોળા ,શાંત,સરળ અને મજાનાં માનવી.
અન્યથી અલગ અનોખા આલા દરજાના માનવી.
દેખાવે ભોળા ,શાંત,સરળ અને મજાનાં માનવી.
અન્યથી અલગ અનોખા આલા દરજાના માનવી.
હોય દૂ:ખ કે આનંદ એ નિજ મસ્તીમાં ચૂર રહે છે.
હર હાલમાં ખુશ,મસ્ત રહે છે. મસ્તાના માનવી.
પરવા નથી કોઈ જ ઓળખની એને, આસાનીથી_
નથી ઓળખાતા હોતા.આ પાગલ દશાના માનવી.
પ્રકૃતિને જે સમજે ઓળખે, એજ ઓળખે આ લોકને
રાહ ચિંધે ભૂલેલાને એ ખુદ હોય છે ભટકતા માનવી.
ના એ કોઈ સંત ના ફકીર એ હોય છે. હોય છે છતાં,
એ ઈશ્વરની નજીક અલ્લાહના બંદા ખુદાના માનવી.
કહો અલૌકિક, અલગારી કે પછી કહો મસ્ત મદારી...
જે ખુદ કશું ના જાણે એના વિષે જાણે બધા માનવી.
"અજ્ઞાની" હોય છે આમ તો એ પણ આજ દુનિયાના માનવી.
છતાં સામે નથી આવતા કદી પણ ! આ ખૂણાના માનવી.
"અજ્ઞાની"
બ્લાસ્ટ :-
અગર તમારી ગેર
મૌજૂદગીમાં તમારા વિષે કોઈનું નબળું બોલવું તમારા કાને પડે.
તો...
ગુસ્સે યા તો
દૂ:ખી થયા પહેલા જરા તમારા આત્માને પૂછજો કે શું તમે ક્યારેય કોઇની ગેર
મૌજૂદગીમાં કોઈના
વિષે નબળું નથી બોલ્યા.. ?
અગર ભીતરથી જવાબ
“ના” માં આવે તો જરૂર ગુસ્સો કરજો દૂ:ખી પણ થજો .
પણ એવું થશે
નહીં.
“અજ્ઞાની”
