Tuesday, 4 June 2013

"અજ્ઞાની" ની " અલગારી" રચના....


અજ્ઞાની અલગારી  

દેખાવે ભોળા ,શાંત,સરળ અને મજાનાં માનવી. 
અન્યથી અલગ અનોખા આલા દરજાના માનવી.  

હોય દૂ:ખ કે આનંદ એ નિજ મસ્તીમાં ચૂર રહે છે.  
હર હાલમાં ખુશ,મસ્ત રહે છે.  મસ્તાના માનવી. 

પરવા નથી કોઈ જ ઓળખની એને, આસાનીથી_ 
નથી ઓળખાતા હોતા.આ પાગલ દશાના માનવી. 

પ્રકૃતિને જે સમજે ઓળખે, એજ ઓળખે આ લોકને  
રાહ ચિંધે ભૂલેલાને એ ખુદ હોય છે ભટકતા માનવી.

ના એ કોઈ સંત ના ફકીર એ હોય છે. હોય છે છતાં, 
એ ઈશ્વરની નજીક અલ્લાહના બંદા ખુદાના  માનવી.

કહો અલૌકિક, અલગારી કે પછી કહો મસ્ત મદારી...  
જે ખુદ કશું ના જાણે એના વિષે જાણે બધા માનવી.    

"અજ્ઞાની"  હોય છે આમ તો એ પણ આજ  દુનિયાના માનવી.  
છતાં સામે નથી આવતા કદી  પણ ! આ ખૂણાના માનવી. 

"અજ્ઞાની"

બ્લાસ્ટ :- 
અગર તમારી ગેર મૌજૂદગીમાં તમારા વિષે કોઈનું નબળું બોલવું તમારા કાને પડે. 
 તો...
ગુસ્સે યા તો દૂ:ખી થયા પહેલા જરા તમારા આત્માને પૂછજો કે શું તમે ક્યારેય કોઇની ગેર
મૌજૂદગીમાં કોઈના વિષે નબળું નથી બોલ્યા.. ?
અગર ભીતરથી જવાબ “ના” માં આવે તો જરૂર ગુસ્સો કરજો દૂ:ખી પણ થજો .
પણ એવું થશે નહીં.

“અજ્ઞાની”

No comments:

Post a Comment