Saturday, 7 December 2013

कुछ अनंत कुछ अज्ञानिके ब्लास्ट जो कभी कभी फूटते है एक साथ....

બ્લાસ્ટ :-
અનંત પ્રેમ હુંફ અને ક્ષણ ભંગુર આ શરીરની ભૂખ.
આપી શકે “અનંત” ચરમ આનંદ યાતો અસિમ દૂ:ખ.
“અનંત”
*
અગર તમારી ગેર મૌજૂદગીમાં તમારા વિષે કોઈનું નબળું બોલવું તમારા કાને પડે તો...
ગુસ્સે યા તો દૂ:ખી થયા પહેલા જરા તમારા આત્માને પૂછજો કે શું તમે ક્યારેય કોઇની ગેર
મૌજૂદગીમાં કોઈના વિષે નબળું નથી બોલ્યા.. ?
અગર ભીતરથી જવાબ “ના” માં આવે તો જરૂર ગુસ્સો કરજો દૂ:ખી પણ થજો .
પણ એવું થશે નહીં.
“અજ્ઞાની”
*
સામેની વ્યાકતીની ઈચ્છા મુજબ વર્તવામાં નિષ્ફળ જતી હર એક વ્યકતી એવું ઈચ્છે છે કે...
સામેની વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ વર્તે બસ આ ઈચ્છા જ ઘર્ષણ અને સંઘર્ષ નું સર્જન કરે છે..

આવો સંઘર્ષ જીવનમાં સુખનું વિસર્જન કરે છે.
"અજ્ઞાની"

No comments:

Post a Comment