Thursday, 12 December 2013

"અનંત"ની રચનાઓ માંથી.....

ભીની રેત હથેળીમાંથી સરકી ગઈ.......


ભીની રેત હથેળીમાંથી સરકી ગઈ.
ભીનાશ હજુયે હાથમાંથી નથી  ગઈ.   

યાદ છે તને ?

તે દિવસે હું પરસેવે  લથબથ હતો.

'ને તારી પાસે મે ...!

મારો ચહેરો લૂછવા ઓઢણીનો પાલવ માગ્યો 'તો..

અને તે....!   

તે તો મને પાલવ સમેત છાતી સરસો ચાંપ્યો  હતો.

અને પછી....

તુ પણ મારા ખારા પરસેવે ભીંજાઇ ગઈ . 

ભીની રેત હથેળીમાંથી સરકી ગઈ.
ભીનાશ હજુયે હાથમાંથી નથી ગઈ.     

એ રીતે તે મને ચપોચપ  આલિંગ્યો હતો... 

ને પછી તારાયે બદનમાથી પરસેવો છૂટ્યો હતો .....

એ માદક પરસેવાની  સુવાસ હજુ  મારા શ્વાસમાંથી નથી ગઈ.  

ભીની રેત હથેળીમાંથી સરકી ગઈ.
ભીનાશ હજુયે હાથમાંથી ગઈ નથી . 

જ્યારે જ્યારે મને તું મળવા આવતી .

પ્રથમ રવેશ પરથી ચો તરફ ....

આમ તેમ નજર ઘુમાવતી... 

ને પછી તું પગમાથી ઝાંજર ઉતારતી ....

મુઠ્ઠીમાં દબાવતી યા તો .....

હ્રદય કને અંગત જગ્યાએ છુપાવતી ....

મહોલ્લા વાસીઓથી નજર બચાવતી....    

દબાતે પગલે પગથિયાં ઊતરતી ...... 

મળવા આવતી મને તું લપાતી છુપાવતી ...

એ ક્ષણે થતી જે તને ને મને ઝણઝણાટી...   

આજે પણ ઝહનમાંથી એ ઝણઝણાટી  નથી ગઈ .      

ભીની રેત હથેળીમાંથી સરકી ગઈ.
ભીનાશ હજુયે હાથમાંથી નથી ગઈ.     

હું.....!  

હાં સાવ કરતાં સાવ ઘોઘા જેવો હતો હું.....

અને તું....!  

કોણ જાણે કેટ કેટલું મારી પાસે ઝંખતી તું... 
સતત  મને મળવા તડપતી તરસતી તું.... 

કદીક મને તું દિવસે મળતી ને કદીક મળતી તું મને રાતે....

“અનંત” એ એક એક પવિત્ર ક્ષણ જે આપણે વિતાવી હતી સાથે .....

એ ક્ષણ હજુ આ ક્ષણે પણ તરવરે છે મારી આંખોની  સામે..

ને પછી ....! 

આંખ ભીની...!

એ ક્ષણ પણ..!

ધૂંધળી ધૂંધળી....!

ને પછી અસંખ્ય ક્ષણ....  
મારી આંખમાં ઉદાસી....  

 લાખ પ્રયાસે એ ક્ષણ આજે  પણ આંખમાથી નથી ગઈ  ....  

ભીની રેત હથેળીમાંથી સરકી ગઈ.
ભીનાશ હજુયે હાથમાંથી નથી ગઈ....  

મળી ના શક્યા શાને મજબૂર થયા... ? 
બસ...! દેહ થી દેહ ફકત દૂર થયા...!

છે ભીતર તેમ છતાં પણ તું આજે ..!

“અનંત” દૂર હજુ તું...! આત્માથી નથી ગઈ ...  

ભીની રેત હથેળીમાંથી સરકી ગઈ.
ભીનાશ હજુયે હાથમાંથી નથી ગઈ....     

“અનંત”
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

 ભીની રેત હથેળીમાંથી સરકી ગઈ.
ભીનાશ હજુયે હાથમાંથી નથી ગઈ....     


 
 જ્યારે જ્યારે મને તું મળવા આવતી .

પ્રથમ રવેશ પરથી ચો તરફ ....

આમ તેમ નજર ઘુમાવતી... 

ને પછી તું પગમાથી ઝાંજર ઉતારતી ....

મુઠ્ઠીમાં દબાવતી યા તો .....

હ્રદય કને અંગત જગ્યાએ છુપાવતી ....

મહોલ્લા વાસીઓથી નજર બચાવતી....    

દબાતે પગલે પગથિયાં ઊતરતી ...... 

મળવા આવતી મને તું લપાતી છુપાવતી ...

એ ક્ષણે થતી જે તને ને મને ઝણઝણાટી...   

આજે પણ ઝહનમાંથી એ ઝણઝણાટી  નથી ગઈ .      

 

 છે ભીતર તેમ છતાં પણ તું આજે ..!

“અનંત” દૂર હજુ તું...! આત્માથી નથી ગઈ ...  
 

મળી ના શક્યા શાને મજબૂર થયા... ? 
બસ...! દેહ થી દેહ ફકત દૂર થયા...!


એ રીતે તે મને ચપોચપ  આલિંગ્યો હતો... 

ને પછી તારાયે બદનમાથી પરસેવો છૂટ્યો હતો .....

એ માદક પરસેવાની  સુવાસ હજુ  મારા શ્વાસમાંથી નથી ગઈ.  



લાખ પ્રયાસે એ ક્ષણ આજે  પણ આંખમાથી નથી ગઈ  ....  
ને પછી ....! 

આંખ ભીની...!

એ ક્ષણ પણ..!

ધૂંધળી ધૂંધળી....!

ને પછી અસંખ્ય ક્ષણ....  
મારી આંખમાં ઉદાસી....  

"અનંત"

2 comments:

  1. એક ક્ષણ.. અને પછી...અસંખ્ય ક્ષણ..
    અનંત.. લાગણીઓ એક જ રચનામાં સમાઈ ગઈ!

    ReplyDelete
  2. જી કુંજલજી અનંત લાગણી ને સમજવામાં હું ટૂંકો પડું ....

    તમે એ બાબતે ઘણા આગળ છો ....

    ReplyDelete