Friday, 13 December 2013

બ્લાસ્ટ ...

હે ઈશ્વર એ ખુદા....
મારી પ્રાર્થના કે દુવા તું ચાહે તો કબુલ કરજે  ના કરે તો પણ દૂ:ખ નથી. કિન્તુ ...
મારી બદદુવા તો હરગિઝ કબુલ ના કરે આ હું ખૂબ નમ્રતા પૂર્વક તને વિનવું છું.
કેમકે હું નથી ઈચ્છતો કે મારા પોતાનાઓ ને લગીરે પીડા કે તકલીફ પહોંચે.....
“અજ્ઞાની”

અન્યના ઊંચા અવાજને સહી ના શકતી હર એક વ્યક્તિ,
કદિ પોતાના જ ઊંચા અવાજને નથી સાંભળતો...  
અગર એ પોતાના અવાજને સાંભળી લ્યે તો....
સાયદ અન્યનો  અવાજ તેને પોતાના અવાજ કરતાં નીચો લાગે....
“અજ્ઞાની”

અન્યના દિવડાને ઠારી ખુદનો પ્રકાશ તેજ કરવો કઈ કમાલ નથી ....
અન્યના પ્રકાશને આંબવા આંજવા ખુદનો પ્રકાશ તેજ કરો...
અગર જો તમે માત્ર અન્યનું અજવાળું ઝાંખું કરવા પ્રકાશો છો અથવા એવું ઈચ્છો છો,
તો તે પણ ગલત છે ....
આમ વિચારવાથી પણ તમારું તેજ ઝંખવાશે ....
તમારે આવું કશું વિચાર્યા વિના માત્ર ને માત્ર તમારૂ જ  તેજ વધારવાનું છે.
અને જ્યારે કોઇની ઝાંખપની અપેક્ષા વિના તમે પ્રકાશશો ત્યારે ખૂબ ઓછા પ્રયાસે તમે તેજ લિસોટો બની શકશો ....
“અજ્ઞાની”

જે લોકોમાં સહજ સમજદારીનો અભાવ છે .
તેવા લોકો મારી દ્રષ્ટિએ દયાને પાત્ર છે ....
“અજ્ઞાની”
उम्रभर खत्म नहीं होती “अनंत” दो भू:ख.
ईक प्रेमकी इच्छा और दूजी प्रेमिकी हूंफ.

“અનંત”

No comments:

Post a Comment