Tuesday, 31 December 2013

અનંત રૂપાળું પીંજરુ માત્ર..


એક સુંદર મજાનુ રૂડું રૂપાળુ પીંજરુ.


પહેલા નાનકડો અમથો દરવાજો એ હતો પણ !



કેટલાક એવા પંખીઓ પણ આવ્યા જે જાતે આવી પુરાયા;



મજા આવી મોજથી રહ્યા જ્યારે જ્યારે મન થયું પિંજરના;



સળિયે ચાંચ ઘસતા રહ્યા અને એમ સમય જતાં પિંજરના;


નાજુક સળિયા ધીરે ધીરે ઘસતા ગયા !

એ ના વિચાર્યું કોઈએ કદી કે પિંજરાને પણ વેદના થાય .....

અને દરવાજો નબળો પડતો ગયો !

ને પછી જાતે જ આવી પુરાયેલા !!!!

અકળાયા અને છૂટવા માટેની મથામણ ...

ગુસ્સે થઈ પિંજરના નાજુક દરવાજાને પોતાની...તીક્ષ્ણ ચાંચ વડે 


તોડવાની કોશિશ કરતા

એમ કરતા કરતા એક દિવસ !


દરવાજો તૂટી ગયો ને પંખી ઊડી ગયા ! એક પણ પંખીએ ;

ના વીચાર્યુ કે પંખી વિના પીંજરુ પણ સૂનું સૂનું થઈ જતુ હોય છે.......


પીંજરાને ઘણી વેદના થઈ રડ્યું ,પીડાયું, અકળાયુ,મુંજાયુ ને !

એકલુ પડી ગયુ ! પીંજરુ! 

બસ ત્યાર પછી ક્યારેય દરવાજો ના નાખ્યો !

સાવ!..... હા!..... સાવ કરતા સાવ ખુલ્લુ જ થઈ ગયું પીંજરુ ....

જે આજે પણ સાવ ખુલ્લુ જ છે....

અને એક દિવસ સમજાઇ પણ ગયુ ! પિંજરાને...... 

કે આ નાનકડુ પીંજરુ મારૂ પણ માલિક નથી હુ એકલો !

કેટ કેટલાના અધિકાર આ નાનકડા પીંજરા પર....... 

બંધન કરતા મુક્તિનુ મહત્વ કેટલુ !!!સમજાઈ ગયું.....

સમજાઈ ગઈ પોતાની સઘળી ભૂલ પિંજરાને......

બંધ રહેવા કરતા ખુલ્લુ રહેવામા કેટલી મજા હોય છે સમજાઇ ગયું.....

અને ત્યાર પછી કદી કોઈને બાંધવાની કોશિશ નથી કરી....

આજે પણ પીંજરુ આવનારને પ્રેમથી આવકારે છે જનારને રોકતુ નથી....

જાણે પિંજરાને પોતાની કોઈજ નીજી ઝંખના ના રહી હોય.....

અને એમા જ પરમ આનંદ ની અલૌકિક અનુભૂતિનો અહેસાસ.... 

બસ હવે પોતાનાજ પિંજરમાં એ પણ એક સાવ નાનકડું પંખી બની;

સાવ છેવાડે એક ખૂણામાં બેસી જોયા કરે છે પિંજરમા આવતા ને જતાં;

પંખીની આવન જાવન........

હજુય ઘણા એવા પ્યારા પંખી આવે છે..... 

જેને ખરેખર બધાવવું છે પુરાઈ જવુ છે પિંજરમાં......

પણ નહીં એવી ભૂલ હવે કદી નહીં .......

હવે આ પિજરાને નહીં કોઈ દરવાજા ની જરૂર...

નહીં કોઈને બાંધવા બંધાવાની ઈચ્છા.......... 

ખુદ ખૂલીને રહે પંખીને પણ મુક્ત ગગનમાં દે ઉડવા......

પિંજરના દરવાજા કાયમ માટે ખુલ્લા છે બધા બધા ને બધા જ 

માટે........

જેને જ્યારે આવવુ હોય આવો પંખીઓ મન પડે ત્યા સુધી રહો ને પછી .... 

સૌ ઊડો મુક્ત ગગનમાં .......

ભીતર રહેલુ પંખી ને આ ખુલ્લુ "રૂપાળું પાંજરું".....

“અનંત “કઈ જ ના મારુ બધુ તારુ તારુ ને બસ તારું......

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&& 

“અનંત



No comments:

Post a Comment