Monday, 23 December 2013

ક્યાથી શરૂ થાય છે આ યાત્રા ક્યાં થશે પૂરી, "અજ્ઞાની" કોઈને ખબર હોતી નથી.....

ઘોઘના ઘરનો દરવાજો અધ્ધખુલ્લો છે . ઘોઘી ડોકિયું કરીને....  ઘોઘા આવું ???
ઘોઘાએ જવાબ આપ્યો. 
'ના….'
અંદર આવીને ઘોઘી ગુસ્સામાં બોલી 
કેમ ના ..... પાડી,
તોય તને ક્યાં કશો  ફરક પડ્યો ?
ઘોઘો ત્રાસા હોઠે હસતાં હસતાં વ્યંગમાં બોલ્યો ...
ઘોઘી ભાર પૂર્વક બોલી ના.’…! મને કોઈ જ ફર્ક નથી પડ્યો અને પડશે પણ નહીં...!
ઘોઘી ઘોઘા સામે આવીને વટથી બોલી ... બોલ હવે... ?
ઘોઘો ધીમેકથી બોલ્યો ... બોલવા જેવુ રાખ્યું જ ક્યાં તે ...
તો પછી હોશિયારી ના મારતો હોય તો.  ઘોઘી છણકો કરતાં બોલી...
તો તું પણ રોજ ઊઠીને આવા નાટક કર્યા વિના ચૂપ આપ આવી,,,  જતી,,,  હોય તો..
ઘોઘાએ આવી, ને જતી,  વચ્ચે વિરામ લીધો
 અને ઘોઘી સમજી ગઈ એથી મો મચકોડી બોલી ...
અચ્છા એટલે ...
એક તો હું બહાર આવતા જતાં પહેલા તને કહી ને જાઉં અને એમાય તને વાંધો પડે કા ?
હાં ... હવે આવી જ છે , તો જતાં પહેલા એક ગ્લાસ પાણી પીવડાવતી જા....!
ઘોઘી સમજી ગઈ કે ઘોઘો આડ કતરી રીતે જવાનું કહે છે . એટલે ચોખવટ કરે છે...
હજુ હું આવી જ છું હો... અને હું જાઉં છું એવું મે નથી કહ્યું ઓકે.... ?
હાં ભાઈ હાં હવે પાણી તો પા...
બસ પહોચીગ્યો પરભવમાં માછલો .... પાણીમાં જ પડ્યો રહેતો હોય તો ....
ઘોઘી પાણીયારા ભણી જતાં જતાં બબડી....
ઘોઘો મસ્તી ભર્યા સ્વરે બોલ્યો... તે તુય ક્યાં દરિયાથી કમ છે ! .
ઘોઘી એવા જ સ્વરે પાણીનો પ્યાલો ભરતા ભરતા બોલી .. પહેલા તરતા આવડે છે... ?
ઘોઘીએ ઘોઘાને પાણીનો ગ્લાસ ભરી આપ્યો...
પાણી પીતા પિતા ઘોઘા એ કહ્યું ... મજા ડૂબવામાં છે ...!
અચ્છા તો ડૂબી મર મારે શું ???
તે હું ક્યાં તરુ છું,
ડૂબેલો છું તોય જીવું જ છું ... !
ઓહો..  શું વાત છે આજ તો ભૂત માણસ જેવી વાત કરી રહ્યો છે.
હાં કેમ નહીં લે....  
જો છોકરી ચૂડેલ થઈ વાત કરે માણસ ભૂત થાય જ ને ....!
ઘોઘો કઈક અટપટું બોલી ગયો પણ ઘોઘીને ફક્ત ઘોઘાએ ચૂડેલ કહ્યું એજ ખટક્યું
અને ગુસ્સે થઈ ઘોઘા સામે ઘસી ગઈ ..
એટલે ..એટલે હું તને ચૂડેલ લાગુ છું એમ ? હું ચૂડેલ છું એમ ?
 આમ બોલતા ઘોઘીએ ગુસ્સે થઈ બે હાથે ઘોઘાના વાળ ખેંચી ને હલબલાવી નાખ્યો ....
લુચ્ચા ... ભૂત્યા ..મને ચૂડેલ કહે છે..  લે હવે ચૂડેલનું રૂપ પણ જોઈલે ..
અરે અરે ઘોઘી પુરુષના વાળ ના ખેંચાય...
અક્કલ વગરની  છોડ , મારા વાળ છોડીદે .
માથું ધડથી જુદું થઈ જશે તો તું પછી ડરી જઈશ ....
ઘોઘાએ પીડાતા પીડાતા પણ મજાક કરી...
જાણે પીડામાં એને આનંદ આવતો હોય ..  
 ઘોઘીના હાથમાથી પોતાના વાળ છોડાવી ઘોઘીને બાજુમાં બેસાડી દીધી ...
અને પોતે સોફામાં ઘોઘીથી થોડો આઘો સરકીને સરખો બેઠો.
ઘોઘી થોડી ઘોઘાની બાજુમાં સરકી ને ઘોઘાની સાથળ પર હાથ પસારતા બોલી ...
ઘોઘા તને ખબર છે જ્યારે જ્યારે હું બહાર જવા નિકળું ત્યારેત્યારે મારી માં શું કહે છે ... ?
સાવ અક્કલ વગરની છે,  કેવી ગાંડા  જેવી વાત કરે છે.
મને ક્યાથી ખબર હોય...  હું કાઇ ત્રિકાળ જ્ઞાની છું.... ?
પણ સાંભળતો ખરો ...
શું સાંભળું કેમ સાંભળું...? દીવાલને કાન હોય છે ઘોઘી એવું લોકો કહે છે.
પણ એ સત્ય નથી સત્ય તો એ છે કે લોકોની આદત હોય છે દીવાલે કાન રાખવાની ...
પછી ઇલ્જામ બિચારી દીવાલ પર નાખે છે..  
મારી એ આદત નથી સમજી...
 અને તારી માં એ કહેલી વાત મને કેમ ખબર પડે ? શું દિવાલોને મો હોય છે ?
ચૂપ... ચૂપ....ચૂપ.... ચૂપ થા હવે..  ઘોઘીએ ઘોઘના મો પર હથેળી દાબી...
 ચાલુ થઈ ગ્યો તે ... હું શું કહું છું એ સાંભળ ને ...
ફરી ઘોઘી ઘોઘાના સાથળ પર હળવે હાથ પસારતી બોલી ....
ઘોઘા મારી માં જ્યારે જ્યારે હું બજારે જવા નિકળું ત્યારે ત્યારે મને અચૂક સલાહ આપે...
ઘોઘી બજારે જાય છે તો સંભાળીને જજે હોં દીકરી...
 બધા ઘોઘા નથી હોતા ....
અચ્છા....ઘોઘો સ્વર લંબાવી બોલ્યો...
એ તો મનેય ખબર છે એમાં તે નવું શું કહ્યું ....
અને સલાહ કેમ ના આપે આખરે તારી માં છે,
લોકો આજકાલ એજ કરે છે ને.......
 ક્યારેક તો એવું જ લાગે  આખું જગત જાણે મફત સલાહ કેન્દ્ર છે..  
ઘોઘી ગુસ્સે થઈ તો હમણાં તો કહેતો હતો ને કે તું ત્રિકાળ જ્ઞાની નથી ....
તો પછી તને ખબર કેમ પડી કે મારી માં ....
અક્કલ વગરની પૂરું સાંભળ્યા વિના બાફમાં હું તારી મા એ કહ્યું એની વાત નથી કરતો ..
તો તને ખબર શેની છે....? ઘોઘીયે ચિલ્લાતા સ્વરે પૂછ્યું...  
એ જ કે બધા હોશિયાર જ છે આ જગતમાં, બધા લોકો ઘોઘા નથી હોતા ...
ઘોઘી શરમાતા શરમાતા સાવ ઘોઘો જ છે તું પણ ....
ઘોઘાએ કહ્યું...
અને તું... ?  
ઘોઘી ઊભી થઈ ને..    
ચાલ હું જાવ છું ..
ઘોઘો :- ખરેખર...?
ઘોઘી :- હાં ..!
ઘોઘો :- હાશ....
ઘોઘી.:- હાશ વાળી રાત્રે પાછી આવું છું ....
ક્રમશ....    
     
  


No comments:

Post a Comment