Saturday, 28 December 2013

"અનંત" ના સંગ્રહ માંથી....


ખુલાસો... 

અંદરથી જુદો સાવ જુદો જ બહારથી લાગુ .
સારો કે ખરાબ સૌને સૌના વિચારથી લાગુ. 

અલગ અલગ સૌ અહી વિચારે મારા વિષે. 
બૂરો ઇર્ષ્યાથી અને ભલો  હું  પ્યારથી લાગુ .

મારા કહેવાનો ગૂઢાર્થ જો સમજો અર્જુનો .
તો બની શકે ! હું પણ આપને સારથિ લાગુ . 

'ને હાં !સૌની ઈચ્છા મુજબ ક્યારેક હું ના પણ ,
ર્તી શકું ,બની શકે ત્યારે હું આપને સ્વાર્થી લાગુ .

મને કબુલ મંજૂર છે અભિપ્રાય આપ સૌના . 
"અનંત" કોને ખબર કોને કેવો ક્યારથી લાગુ .\ 
"અનંત"



 


1 comment: