Sunday, 22 December 2013

બસ આ પહેલો અને છેલ્લો પ્રયાસ ....


જી" Pravin Miyatra તે મોકલવેલ લેખ વાંચ્યો. 'ને મને લાવ થયું હું પણ જરા સંશોધન કરું.

 તું તો જાણે જ છે કે હું લખું છું પણ હું લખતો નથી પણ આજે મને થયું લાવ હું પણ જરા આંગળા અજમાવું 

મને નથી લાગતું કે વાત જામે .. ખેર ના જામે તો પણ મને ક્યાં ફર્ક પડે છે હે ..!


પ્રયાસ કરવામાં શું જાય છે .... 

હું કઈ પણ લખીશ "અનંત" કે અજ્ઞાની વચ્ચે આવ્યા વિના નહીં જ રહે તો ... 

તો કેમ હું પ્રથમ જ પ્રેમ થી એ બન્ને ના  થોડા વિચાર ના લઉં  બરાબરને ... ?   


તો અનંત એમ કહેતો કે આમ તો બધુ જ અરસ પરસ જ હોય છે ...

કોને કહ્યું  કે કાયમ ભમરા અને પતંગિયા જ ફૂલોનો રસ ચૂસવાને, ફૂલોની આસ પાસ ભમે છે.'? 

"અનંત" ફૂલો પણ પોતાની માદક માદક મહેક  દ્વારા  ભમરા અને પતંગિયાને આકર્ષતા હોય છે . 

આકર્ષણનો નિયમ બધે એક સરખોજ લાગુ પડે છે પ્રવીણ...   કેમકે એ પ્રાકૃતિક છે.  

જેને જિજ્ઞાસુ અને વેજ્ઞાનિકો સતત સમજવા મથતા રહે છે.


અને  ક્યારેક તો માત્ર  છાપા વહેંચવા પણ આવા તારણો છ્પાતા રહે છે. 

અને એ જે  કોઈ જે પણ કરે છે. જે થઈ રહ્યું છે. આખરે એ પણ પ્રકૃતિનો એક ભાગ જ છે.


હવે જોજે અહી પણ હું જે આગળ કહેવાનો છું તેમાં પણ એજ નિયમ લાગુ પડે છે. આકર્ષણ..... 

લોકોને આવા તારણો કારણો જાણવામાં રસ હોયજ છે. 

તેથી સમજદાર છાપા વાળાઓ એવા લેખો સંશોધનો છાપે છે કે.


 જેનાથી વાંચક તુરંત આકર્ષાઈ જાય .... 

મારૂ માનવું છે કે અગર પ્રકૃતિ અને પ્રકૃતિના  નિયમને  સમજી શકાય તો... 

બાકી બધુ સમજવું સાવ સરળ છે. 

પ્રકૃતિના નિયમોને મોટે ભાગે કલાના જીવ વધુ સમજી શકે છે. સ્વીકારી શકે છે. 

કલાકાર કોઈ પણ હોય  લેખક,  શાયર, સંગીતકાર  ચિત્રકાર, ફોટો ગ્રાફર કે પછી  ફિલ્મ મેકર હોય. 

આ બધા કલાકારો પ્રકૃતિ તેમજ પ્રકૃતિગત પોતાને થતી અનુભૂતીઓ અને એમાથી ઉઠતી સંવેદનાઓને 

પોતાની કળા દ્વારા આબેહૂબ રજૂ કરતાં હોય છે. જે કલાકારો જેટલા પ્રકૃતિમય બની પ્રકૃતિમાં ઊંડા ઉતરી 

પોતાનું સર્જન કરે એટલુ જ એમનું સર્જન ઊંડું અને આબેહૂબ રજૂ કરી શકે છે... 

સર્જકો માત્ર પોતાની જ નહીં બલ્કે તે  આમ લોકોની સંવેદના પણ સમજી શકતા હોય છે.


અને પોતાના સર્જનમાં એ આમ લોકોની પીડા વાણી લેતા હોય છે . 

 અને તેથી જ ઘણી વાર એવું બનતું હોય છે કે..

 કોઈ પ્રેમી શાયર પોતાની પ્રેમીકાને સંબોધીને કઈ કહેતો હોય છે .

 ત્યારે એની ભીતરથી એવા શબ્દો ફૂટે છે કે ..

પછીથી ઘણા પોતાની પ્રેયસીને એમના શબ્દો દ્વારા નવાજતા હોય છે...

 પોતાની લાગણી એ,  કોઈ લેખક કે શાયરના શબ્દો દ્વારા વ્યક્ત કરતાં હોય છે.    

કેમકે આવું બધુ એના જેવુ  લખતા બોલતા આમ લોકોને નથી આવડતું હોતું. 

પોતાની પત્ની કે પ્રેયસી અથવા પોતાનો પતિ કે પ્રેમી,


 તેની સાથે કેવો વહેવાર કરે તો ગમે,

 એ ખુદ સમજતા તો હોય છે પણ કહેતા નથી આવડતું હોતું. 

 તેથી લોચા મરાય છે , ને આગળ જતાં પસ્તાય  છે , છૂટા પડી જાય છે , 


અથવાતો સમાધાન કરી જીવન ભર રિબાય છે.. 


ઘણા સમજુ લોકો વિવિધ કલાકારોના 

શબ્દો , ગીત, સંગીત કે ચિત્રો દ્વારા પોતાની લાગણીઓ  

પોતાના પ્રિય પાત્ર સમક્ષ વ્યક્ત  કરતાં હોય છે ॰ 

કોઈએ જાણે પોતાના માટે જ એ  શબ્દો પ્રયોજ્ય હોય


 એવું એ લોકો અનુભવી શકે છે. સર્જકોનું સર્જન એટલુ ઊંડું હોય છે કે  

જોનાર સાંભળનાર વાંચનારને એમ થઈ જાય બસ હું આજ ઈચ્છતો હતો , 

અથવા  મારે આજ કહેવું હતું ,  હું આમજ કહેવા માંગતો હતો આવું આવું ઘણું બધુ. 

આમ આદમી જે નથી કરી શકતો. જે નથી કહી શકતો,

 એ બધુ કલાકાર સહજતાથી સમજી સમજાવી શકે છે.


"અજ્ઞાની" એ લખ્યું છે કે  કોઈ પણ કલાકાર,  કલાકાર એટલે કે સર્જક

જે  ઈશ્વર તેમજ પ્રકૃતિની બિલકુલ નજીક હોય છે, 

કેમકે એ પણ સર્જન હાર છે , 

અને કલકરો પણ કલા દ્વારા નીત નવું સર્જન કરતાં હોય છે.  

પ્રકૃતિને સમજવા માટે બારીક નજર સાચો દ્રષ્ટિ કોણ તેમજ,

પ્રકૃતિ સહજ સત્યને શ્વિકારવાની પણ તૈયારી જોઇયે. 

આખરે બધી જગ્યાએ એકજ સિધ્ધાંત એટલેકે આકર્ષણનો સિધ્ધાંત લાગુ પડે છે.


અને પુરુષ પુરૂષથી આકર્ષાય એવું તો કઈક ગરબડ હોય તોજ શક્ય છે .

અહી એ સ્પષ્ટતા જરૂરી છે કે 

પુરુષ પુરુષ સાથે મિત્રતા હોવી કે ગમવું એ જુદી વાત છે ..

અને સ્ત્રી સાથે આકર્ષણ હોવું એમાં બડો તફાવત છે.

અને આકર્ષણ એ જ એક માત્ર કારણ જ છે કે અહી અઢળક વસ્તી છે.

'ને વધતી જ જાય છે.

સ્ત્રી કે પુરુષ વચ્ચે કેવળ શારીરિક આકર્ષણ જ નથી હોતું . 

બીજું એથી પણ કઈક વિશેષ હોય છે. 

જેનું શબ્દોમાં વર્ણન કરવું કદાચ શક્ય નથી.

હા કઈક અજીબ કઈક વિશેષ તો છે જ એનો પુરાવો આપી શકું

અગર જો પુરુષ કે સ્ત્રીને કેવળ શારીરિક આકર્ષણ જ હોય .

અથવા  હોત તો એવા અસંખ્ય દાખલા મળી આવશે કે...

 એ બધુ મળતું હોવા છતાં. 

કોઈ સ્ત્રી કે પુરુષ પોતાના જીવનથી કે જીવન સાથીથી સંતુષ્ટ ના હોય.

(હાં મન મારીને કોઈ જીવન પસાર કરી નાખે એ વાત નોખી છે.)

આખરે એ પુરાવા આપવા મારે તને ફિલ્મી દુનિયાની સફર કરાવવી પડશે . 

કેમકે ત્યાંથી અસંખ્ય પુરાવા પ્રાપ્ત થઈ શકશે.

મહાન કલાકાર ગુરુદત . મીના કુમારી પરવીન બોબી . 

આ થઈ ફિલ્મી દુનિયાની મહાન હસ્તી એ સિવાય પણ અનેક હશે ..

પણ આ એવિ હસ્તીઓ છે કે 

જેમાથી કોઈએ શરાબ , કોઈએ ઘેનની દવા ખાઈને કે 

કોઈએ સાવ એકાંતમાં પાગલ અવસ્થામાં જીવન ટૂંકાવ્યું.છે 

આ કલાકારો ફિલ્મી દુનિયામાં આવીને નામ દામ ખૂબ કમાયા હોય છે .

 એ જે ચાહે તે ચપટી વગાડતા મળી શકે એ હદે તે દૌલત કમાયેલા હોય છે.

શું એમને ચાહે તો..! ચાહે તે જીસ્મ ના મળી શકે??? 

મળતા પણ હોય જ છે અને એ માણતા પણ હોય છે  તેમ છતાં.!

એ બધા કઈક અજીબ પીડા લઈને આ દુનિયા છોડી ગયા. 

 પુષ્કળ નામ દામ બધુ હોવા છતાં...!

 તેઓને કઈક અજીબ ભૂખ હતી...

 અજીબ તલપ હતી....

 અને એ જે ભૂખ જે તડપ હતી તે શારીરિક તો હરગિઝ નહોતી. 

તો શું હતી એ ભૂખ ? શાની હતી એ તડપ.???

આ વાતનો જવાબ પણ છે જ ...! 

પણ જવાબ આપી એ મસ્ત સવાલની લિજ્જત બગાડવી મને નહીં ગમે.

" હર એક સવાલ જવાબ સાથે જ જન્મતા હોય છે"

એવું પણ બને કે મારી ભીતર ઉઠેલા સવાલનો જવાબ તારી પાસે હોય કે 

તારી ભીતર ઉઠેલા સવાલનો જવાબ મારી પાસે પણ હોય શકે...

કે પછી આપણને બંનેને ઉઠતાં સવાલોનો જવાબ ક્યાક બીજેથી જ મળે .

આમાં પણ એક જવાબ છુપાયેલો જ છે. જો શોધતા આવડે....!

બધાની ભીતર એક સમજી શકાય. છતાં ના સમજી શકાય. 

ચંદ શબ્દોમાં જેને વર્ણવી ના શકાય. 

એવી  કાયમ અધૂરી અવ્યક્ત રહેતી.

અદભૂત અલૌકિક ઝંખના છુપાયેલી હોય છે.

આ એક એવિ ઝંખના છે. કે 

આ મૃત્યુ લોકના માનવી જેને યુગોથી, 

 જુદી જુદી રીતે વ્યક્ત કરવા પ્રયાસ કરે છે. 

ને તેમ છતાં સંપૂર્ણ પણે એ લાગણી કોઈ જ વ્યક્ત કરી શકતું નથી.

જ્યારે માનવીની ભીતર કોઈ ઝંખના નથી રહેતી તે સાવ નિર્જિવ સમાન થઈ જાય છે.

સંસાર છોડી સાધુ થવું એ પણ એક જાતની ઝંખના જ છે ... 

"ઝંખના વિનાનું જીવન પણ ક્યાં જીવન હોય છે. "?

માટે જ મને એમ પણ થાય છે કે. 

ઘણા પ્રશ્નો અનૂતર રહે એમાં જ એની મજા હોય છે .

 લિજ્જત હોય છે આનંદ હોય છે. મસ્તી હોય છે.

"નામ વગરના સંબધ જેવી "

અને હું એ અલૌકિક મસ્તીમાં જીવું મને એ ગમે.

અંતમાં અનંત લિખિત બ્લાસ્ટ :-


उम्रभर मिटती नहीं  "अनंत" ये दो भूख. 
ईक प्रेमकी इच्छा और दूजी प्रेमिकी हूंफ.

"अनंत"  

No comments:

Post a Comment