Wednesday, 11 December 2013

“અનંત”ના સાહિત્ય માંથી.......

મીણનું હ્રદય... 

&&&&&&&&&&&&&&&&&&  

આંખો તારી પણ ત્યારે "અનંત" રડી હશે.
જ્યારે બદલામાં પ્રેમના તને બે વફાઈ મળી હશે.  

ગર આ હ્રદયના અવાજને જો તું કળી જશે.
તો તું જે ચાહે છે, તે સુખ તને પણ મળી જશે.

રોજ રોજ સવાર આવશે કદાચ દુખ લઈને.
      રાત મગર ચોક્કસ આનંદ દઈને ઢળી જશે..     

આગ થઈ તું પાસે ના આવજે,અસસ્લ મીણ  
જેવુજ આ હ્રદય છે મારુ.પળમાં પીગળી જશે. 

“અનંત” અગર છોડી જઇશ જો તું પણ અંતે,
તો ફરી આ દિલમાથી એક આહ નીકળી જશે.
  
 “અનંત” 

*બ્લાસ્ટ *
આંખ સામે ચાહવા સમુ ઘણુ છે. 
"અનંત" આંખોમાં બસ તું છે. 
હવે તુંજ નક્કી કર તારે ક્યા રહેવુ છે.? 
આંખો સામે સૌની સાથે? 
કે "અનંત" આંખોમાં એકાંતે.? 
"અનંત" 



1 comment: