મૌન પ્રેમ....
ઘુઘવે એમ.....
સમંદર જેમ.......
@@@@@@@@@@@@@@@@@@@@@@@@
પ્રેમ શાંત હોય છે, મૌન પણ હોય છે, 'ને હોય છે અંદરનો અવાજ.
પ્રેમ એટલે ઘોંઘાટ નહીં .! પ્રેમ એટલે ઘૂઘવતાં સમંદરનો અવાજ.
પ્રેમ હોય ખરો તો યુગો સુધી સંભળાય છે પ્રેમીને ભીતરનો અવાજ.
પ્રેમ એટલે પ્રેમ બીજું કાઇ જ નહીં ! હોય છે બસ અંતરનો અવાજ.
હું બોલું ‘ને તને સંભળાય એ નહીં ! બલ્કે પ્રેમ એ છે કે હું મૌન રહું .
કે એકાંતે રડું તો પણ તને સંભળાય મારા શાંત રુદનનો અવાજ.
એ ઘટના પણ અલૌકિક હોય છે. જેમાં 'હું' કે તું દૂર દૂરથી પુકારીએ.
ને તોય સાવ કરતાં સાવ પાસે જ સંભળાય બેઉને રીતસરનો અવાજ.
પ્રેમમાં તે વળી શું હોય ઝંખના જુદી જુદી સ્ત્રી કે પુરુષની. ઝંખના હોય
છે પ્રેમમાં એક સરખી જ! એકજ સરખો હોય છે. નારી કે નરનો અવાજ.
હર એક શબ્દ એક પડઘો બની જાય છે પછી, પ્રેમીના અંતરનો અવાજ.
“અનંત” યુગો સુધી ગુંજે બ્રહમાંડમાં. સંભળાય છે પ્રેમીઓને ભીતરનો અવાજ.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
“અનંત”
"અનંત" ના અન્ય કોઇ મોહ છે ના માયા છે.
બસ આજ મારૂ કર્તવ્ય 'ને આજ મારી કાયા છે.
"અનંત"

to pachi aa ek tarafi prem shu hoy che??
ReplyDeleteghani waar ek jan fakt prem karya kare..
koi jhankhna vagar em to nahi kahu..
prem karnaar ne prem ni jhankhna to thayi y j jaay che..
chhata ghani vaar prem male na male...fakt deta rehnaar maanas nu shu??