Friday, 27 December 2013

"અનંત"ની લેખ માળા માંથી....

https://www.facebook.com/shares/view?id=286876818088693

("અનંત "ની લેખ માળા માંથી..) 
********************
પ્રેમ એક અલૌકિક અહેસાસ .....
સબકે મનકી બાત.....  
~~~~~~~~~~~~~~~~
જ્યારે એક અપરિચિત સ્ત્રી કે પુરુષ અરસ પરસ એક બીજાને સંપર્ક મા આવે મળે છે, એક બીજાને મળે છે, નવો નવો પરિચય થાય છે. 
ત્યારે, કુદરતી પ્રકૃતિ ગત આનંદ થાય છે.
અલૌકિક ઝીણી ઝીણી મીઠી મીઠી 
ઝણઝણાટી થાય છે. 
કઈક અજીબ સ્પંદન થાય છે દિલો દિમાગમાં . 
રોમેરોમ માં આનંદ વ્યાપી જાય છે. 
આવી પ્રાકૃતિક અનુભૂતી સૌને સ્ત્રી પુરુષ ને થાય છે. 
આ વાત અગર કોઈ ના શ્વિકારે તો, 
તે તેમનો છુપો દંભ, શરમ યા સંકુચિતતા હોય શકે છે. 
શ્વાસ અને સુગંધની આપલે પણ 
સતત થયા જ કરે છે ને ? 
જેમ ફૂલોની સુવાસને શ્વાસમાં ભળતી રોકી ના શકાય. 
તેમ સ્ત્રી પુરુષ વચ્ચે ઘટતી આ અલૌકિક ઘટનાને અવગણી ના શકાય... 
ફુલ અને સુગંધ જેટલીજ વાસ્તવિક અને સરળ આ કુદરતી પ્રક્રિયા છે. 
હાં ક્ષણ ભર કદાચ નાક આડે હાથ દઈ સુવાસને ભીતર જતાં રોકી શકાય. 
મગર તોયે એ સુવાસ શરીરને તો સ્પર્શી જ જાય છે.  
શ્વાસને ક્ષણ ભર રોકી જુઓ, પછી જુઓ કેવી ગુંગણામણ થાય છે. 
આ પ્રાકૃતિક છે, પ્રકૃતિની આ કુદરતી પ્રક્રિયાને અવગણી ના શકાય. 
સુગંધ પ્રેમ એ તો ગમે તેમ, ગમે ત્યારે ભીતર ઉતરી જ જાય છે. 
જેમ બાગમાં નોખા નોખા રંગબે રંગી ફૂલો, જેમ એ ફૂલોની નોખી નોખી મહેક. બસ એવું જ કઈક...! 
કોઈ કોઈ ફૂલો પણ એવા સુંદર અને સુગંધી હોય છે. 
કે તેને સૂંઘવા ને,તોડીને નાક પાસે લઈ આવવાવી જરૂર પણ નથી રહેતી. 
દૂરથીજ તેની સુવાસ નાક વાટે શ્વાસમાં ભળી જતા "અનંત" તનમન તરબતર થઈ જાય છે.! 
અગર જો એ પાત્ર જીવન માં આવે તો, એના પ્રેમની અલૌકિક સુવાસથી જીવન તરબતર થઈ જાય છે.    
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
“અનંત”
* બ્લાસ્ટ* 

"અનંત" મને ખબર નથી કે તને ખબર હતી.. 
તને પણ મારી માફકજ પ્રેમની અસર હતી.. 

"અનંત"

No comments:

Post a Comment