Thursday, 20 March 2014

અનંતનો ભૂતકાળ ....

જ્યારે કઈ જ યાદ નથી આવતું , ત્યારે જ કઈક યાદ આવે છે. 

ભૂતકાળમાં સતત સાંભળેલું કોઈ સુંદર અર્થ સભર ગીત,

 વર્તમાનમાં જ્યારે  કર્ણપટ સાથે અથડાય. 

સ્થ્તિ હ્રદયની ની પણ કઈક એવિજ હોય . 
  
ત્યારે વર્તમાનની બાહ્ય સ્થ્તિ બદલાઈ ગઈ હોવા છતાં 

 ભીતર કશું બદલાયું ના હોય. 

ત્યારે કાળ ભુલાઈ જાય.

 સમય જાણે થંભી જાય. 

અને , 

બંધ આખે ગઇકાલ આજ બની સામે આવી જાય.

જી હા એવુજ કઈક આજે બન્યું . 

"તારા દૂ:ખને ખંખેરી નાખ. 
તારા સુખને વિખેરી નાખ "

ગીત ના આ શબ્દો કર્ણપટ સાથે અથડાતાં .   

એ મારી નજર સામે આવી ગયો,

પરસેવાની  આડમાં આંસુ છુપાવી,  

અંદર  ભઠ્ઠીનો તાપ બહાર તડકો અને એ તડકામાં બેસી કોયલા ભાંગતો પરસેવે નીતરતો 
  
ચહેરો અનંતનો . 

બહાર અને ભીતર સતત સખત ચાલતો સંઘર્ષ. 

ક્યારેક થાકી જતો , હારી જતો ! 

અને ખૂણામાં બેસી રડી લેતો એ...!

એક દિવસ થાકી, હારી ને ખૂણામાં એ ખૂણામાં બેસી રડતો હતો , 

ત્યારે   

રેડિયોમાં આ ગીત વાગ્યું . 

એના શબ્દો કાને અથડાયા ... 

"તારા દૂ:ખને ખંખેરી નાખ. 

તારા સુખને વિખેરી તું નાખ "



આ ગીત સાંભળી એ ખૂબ જ રડ્યો .... 

અને પછી.... 

બધુ દૂ:ખ ખંખેરી  કામે વળગી ગયો.... 

        



"તારા દૂ:ખને ખંખેરી નાખ. 
તારા સુખને વિખેરી તું નાખ ...

પાણીમાં કમળની થઈને પાંખ. 
જીવતરનું ગાડું હાંક .. 

સંસારી રે.... 

તારા રામ પર ભરોસો તું રાખ.... 

"તારા દૂ:ખને ખંખેરી નાખ. 
તારા સુખને વિખેરી તું નાખ ...

માટીના રમકડાં ઘડનારાએ એવા ઘડયા ,
ઓછું પડે એને કાંક નું કાંક .
જીવતરનું ગાડું હાંક. 

સંસારી રે....

તારા રામ પર ભરોસો તું રાખ...

"તારા દૂ:ખને ખંખેરી નાખ. 
તારા સુખને વિખેરી તું નાખ ...

તારું ધાર્યું કાઇ ન થાતું હરી કરે સો હોય.
ચકલા ચકલી બેઉ માળો બાંધે ને પીંખી નાખે કોઈ.

ટાળ્યા ટળે ના લેખ લાલાટે એમાં કોનો વાંક .
જીવતરનું ગાડું હાંક. 

સંસારી રે....

તારા રામ પર ભરોસો તું રાખ....

"તારા દૂ:ખને ખંખેરી નાખ. 
તારા સુખને વિખેરી તું નાખ ...

કેળી કાંટાળી વાટ અટપટી દૂર છે તારો મુકામ .
મન મૂકીને સોંપી દે તું હરિને હાથ લગામ .

 ભીતરનો ભરમ તારો ઉપરવાળો એકજ જાણે.
અમથી ના ભીની કર તું આંખ.
 જીવતરનું ગાડું હાંક.

સંસારી રે....

તારા રામ પર ભરોસો તું રાખ....

"તારા દૂ:ખને ખંખેરી નાખ. 
તારા સુખને વિખેરી તું નાખ ...

બ્લાસ્ટ:-

માણસ આપવામાં કાયમ ટૂંકો પડે છે.

"અજ્ઞાની"


No comments:

Post a Comment