Thursday, 3 July 2014

એક હતો ઘોઘો ને એક હતી ઘોઘી...


ઘોઘી કોઈ પુસ્તક લઈ ઘોઘાના ઘેર આવી . 

ઘોઘો એયને રાબેતા મુજબ આંખ બંધ ટીપોય પર પગ પર પગ ચડાવી સોફા પર બેઠો હતો.

ઘોરતો જ હોય જ્યારે જુવો ત્યારે ... 

ઘોઘાએ જીણી આંખે જોયું પાછી આંખો બંધ કરી દીધી.

ઓય ઉઠ..! ઘોઘા બહેરો છો ! તને કૌ છું .! 

ઘોઘીનો ઘૂઘરા જેવો અવાજ સાંભળવાની ઘોઘાને મજા આવતી હતી . 

ઘોઘી ઘોઘાને ખભેથી હલબલાવીને . 

ઉઠ ઘોઘા ને હવે વાયડો થામાં મને ખબર છે તું જાગે છે. 

બંધ આખે જ ઘોઘો બોલ્યો. તને ખબર છે તો શા માટે જગાડે છે .? 

કઈક કામ હોય તોજ તને હું જગાડું સમજ્યો વર્ના તારામાં કોઈ રોકાણ ના કરે... 

સ્વાર્થી ..! ઘોઘાએ આંખ ચોરતા ચોરતા કહ્યું . 

તો તને કોને કહ્યું હતું જોખમ લેવાનું  હવે ભોગવ ...! 

બોલ શું કામ છે . ? 

આ પુસ્તક તારા માટે  ? 

મારા માટે હું શું કરીશ પૂતકનું ...? 

ઘોઘીએ ઘોઘાના હાથમાં જોસથી પુસ્તક મુક્તા કહ્યું ... 

અક્કલ વગરના પુસ્તકનું અથાણું ના કરવાનું હોય  એટલી તો ખબર પડવી જોઇયે કે ... 

ઘોઘી આગળ કશું કહેવા જાય છે ત્યાં જ પુસ્તકમાથી તસવીર નીચે પડે છે . 

ઘોઘીનું ધ્યાન નથી ઘોઘો વાંકો વાળીને તસવીર લઈ લે છે ને પછી નીરખી ને જોવે છે . 

ભંગાર સાવ કરતાં સાવ ભંગાર ... 

ઘોઘી નું ધ્યાન પડતાં ઘોઘાના હાથમાથી તસવીર ખેંચી લીધી . 

અરે અરે પણ કોની છે જરા સરખી જોવાતો દે ... 

ઘોઘી ભાર પૂર્વક બોલી મારી.! છે .!

તારી,!? અરર ..ર ! તું આટલી ગંધારી  છે...? 

ઘોઘી ગુસ્સે થઈ બોલી.  મે તારો અભિપ્રાય માંગ્યો...? મે તને પૂછ્યું ? 

ના ....! છતાં મે આપ્યો , કેમ સાચું કહ્યું તે ના ગમ્યું. ? 

ઘોઘાએ ઘોઘીને વધુ ચીડવવા કહ્યું ... 

એમાં કપડાં તો જો  તે કેવા સાવ પહેર્યા છે,  સાવ કરતાં સાવ ભંગાર...
લેર્યું .....   

ઘોઘી છણકો કરતાં બોલી. 

મને ગમ્યું તે મે પહેર્યું ....

 તને ના ગમે  તારી નજરનો સવાલ છે .

મારી નજર.!!!

જ્યાં સુધી મારી નજરનો સવાલ છે . 
સાચું કૌ ઘોઘી મારી નજર કમ્માલ છે. 

રેવાદે .. રેવાદે .. હવે... 

બૌ હોશિયારી ના માર,  જોયો મોટો કમ્માલ  નજર વાળો ... !

ઘોઘી ઘોઘાના ચારા પાડતા બોલી . 

હજુ ક્યાં તે મને જાણ્યો કે જોયો  જ છે..! 

જેટલો જોયો એટલાથી તૌબા .... 

આમ બોલી , છણકો કરી  ઘોઘી કંટાળીને  ચાલતી પકડે છે . 

ત્યાં ઘોઘાએ ઘોઘીનું બાવડું જાલી  સોફા પર પોતાની બાજુમાં બેસાડી દીધી ... ! 

ઘોઘીને મનોમન મજા આવી પણ મો પર અણગમો જારી રાખ્યો... 

શું હજુ કઈ કહેવા બબડવાનું બાકી છે તારે ?

હાં... એતો આજીવન રહેવાનુ  કેટલુય છે કહેવાનું...! 

પણ તું આમ ગુસ્સો ના કર મને તારી બૌ બીક લાગે છે ... ! 

તું કોઈના બાપથી બિવે એવો નથી  !

બૌ હોશિયારી ના માર અને જે કહેવું હોય તે જટ જટ કહી દે . 

હું કાઇ તારી જેમ નવરી બજાર નથી સમજ્યો... 

ઓહો...! કાયમ તું મારી પત્તર ઠોકે  છે,  સવાલો કરી કરીને, 

અને  હવે જ્યારે , સાંભળવાનો સમય આવ્યો ત્યારે ....

તું કામઢી થઈ ગઈ અને હું નવરી બજાર એમ...? 

ભૂલ થઈ ગઈ બાપ..! હવે જલ્દી ફાટ મારે રસોઈ કરવાની બાકી છે... 

ચાલ કહું છું  હવે તારા જેવુ કોણ થાય . 

ણ મારે તને કહેવાનું એટલું જ કે, તું હમણાં હમણાં બૌ મોટા ઉપાડે કહેતી હતી ને કે,  

મને ગમ્યું તે કર્યું, પહેર્યું તો ધ્યાન થી સાંભળ .. 

ઘોઘાની આંખ સામે આંખો નચાવતા મનો મન મજા લેતા ઘોઘી લહેકથી બોલી . 

હા બોલ. હવે....!    

જો ઘોઘી અપવાદ બાદ કરતાં દુનિયા આખીના લોકો ,

 બીજાની નજર  બીજાના વિચાર પર જ નિર્ભર હોય છે.!

એમાએ ખાસ કરીને સ્ત્રીઓ અને એટલે જ તો  માનવી પાંદડાથી કપડાં સુધી પહોચ્યો... 

અગર એવું જો ના હોત ને ઘોઘી તો.... 

આ ડ્રેશ ડિઝાઈનરો, બ્યુટી પાર્લરો ,  કાપડ અને કોસ્મેટિક બનાવનારાઓનો ....

આટલો રાફડો ના ફાટ્યો હોત .

આખી દુનિયાના લોકો...  એમાય ખાસ કરીને લોકિ  , 

લોકિ...!! ઘોઘી ચોંકી .... 

લોકિ  એટલે કે દૂધી !! પણ ઘોઘા આમાં દૂધી ક્યાથી આવી...?

ઘોઘીએ આંખ મિચકારતા આશ્ચર્ય સહ પૂછ્યું.  


લોકો પુલીંગ , લોકિ સ્ત્રી લીંગ ...   

અક્કલ વગરની એ અર્થમાં લોકો ને લોકિ , લોકિ  એટલે (દૂધી નહીં યાર સ્ત્રી )

ભારે હોશિયાર હોં બાકી..... 


ચૂપ રેને હવે,મારે જે કહેવું છે એ હું ભૂલી જઈશ વળી. 


હાં બોલ..બોલ... ભૂલી જા એ પહેલા બોલી નાખ ... 


હાં , તો , હું એમ કહેતો હતો કે આખી દુનિયાના લોકો, 

 અને એમાય ખાસ કરીને સ્ત્રી  અન્યના મુખે , કદર ભૂખી  હોય છે .  

કદર ના થવાના કારણે દુનિયાના સેંકડો પુરુષ અને સ્ત્રી દુ:ખી દુ:ખી હોય છે. 

જા હવે તારે જાવું હોય તો જા.. માનવું હોય તો માન નૈ તો તારી મરજી...  

હાં જાઉં  જ છું  આમેય તારામાં કાઇ વઘારી લેવાનું નથી...! 


હાં..હાં... જા હવે જા..!  તારામાં પણ કઈ ઉકાળી લેવાનું  નથી... !

રસોઈ કરતાં કરતાં મંથન કરજે બધુ સમજાઈ જશે.... 


ઘોઘો બોલતો રહ્યો ઘોઘી ઘર ભેગી થઈ ગઈ... 

ક્રમશ .. 



   

2 comments:

  1. ના રે...ના ઘોઘાને કાય કરતાં કાયજ ખબર નથી પડતી ....

    કેમકે ઘોઘો સાવ ઘોઘો જ છે ..:)

    ReplyDelete