Friday, 29 August 2014

અનંત વાણી... બાયડી ક્યાં હવે બાયડી રઈ .... ?

બાયડી ક્યાં હવે બાયડી રઈ...
સેંથા ગયા સાડી ગઈ.... 
બાયડી ક્યાં હવે બાયડી રઈ...?
પુરુષ સમોવડી થાવા કાજે ...
ખુદની જાત ભૂલતી ગઈ... 
બાયડી ક્યાં હવે બાયડી રઈ...
હદથી વધુ વાઇડી થઈ...
બાયડી ક્યાં હવે બાયડી રઈ...?
ભાયડા ને પણ દુ:ખી કર્યા ...
ને અંતે પોતે પણ દૂ:ખી થઈ...
બાયડી ક્યાં હવે બાયડી રઈ...?
સંસ્કાર સઘળા ભૂલી ગઈ...
લાજ મર્યાદા ચાલી ગઈ ...
બાયડી ક્યાં હવે બાયડી રઈ...?
થઈને મર્દાના ચાલી રહી....
ના બાયડી રઈ , ના ભાયડી થઈ..
બાયડી ક્યાં હવે બાયડી રઈ...?
“અનત”

 અસ્સલ બાયડી....
અડધી બાયડી અડધી ભાયડી ... 


 શબ્દકારે વસ્ત્રોને નહીં સંસ્કારને મહત્વ આપેલું છે. 
વસ્ત્રો તો માત્ર પ્રતિક છે . 

વસ્ત્રો ચાહે ગમે તે પહેરે . 
શબ્દ કાર ને વસ્ત્રો સાથે બિલકુલ વિરોધ નથી..! 

પણ નારી હ્રદયમાં , અને વિચારોમાં આવેલા પરીવર્તન સામે ફરિયાદ છે . 
વિરોધ નથી... ! 

"અનંત"સ્ત્રીમાં થી જ્યારે સ્ત્રી પણું  ગાયબ થઈ જાય  છે, 
ત્યારે એ સ્ત્રી ન રહેતા માત્ર સ્ત્રીનું શરીર જ રહી જાય છે . 
"અનંત"


અનંત વાણી... તારી ઈચ્છા...



બસ આ જોડકણું મારુ...  

મારે "અનંત" ને "અજ્ઞાની" ના શ્બદોનો સહારો છે.  
એટલેજ તો આઠે પ્રહર મારે આનંદ એકધારો છે. 

હું બિલકુલ ગરીબ નથી ! એક તારો સહારો છે !  ને બીજો - 
 મારી પાસે ભાઈબંધોના શબ્દોનો ખજાનો પણ મારો છે .  

અને હવે ભાઈબંધની વાતો  ... ... ! 

ઘણી બધી મજા હતી એ સઘર્ષના દિવસોમાં પણ.

એય ને રાત પડે ને સવાર પડે.  

હા જ્યારે દુનિયાની રાત પડે ત્યારે અમારી અંગત દુનિયામાં સવાર પડતી...  

પછી ઈજ ચાય ઈજ પ્યાલી ...  

અડધી ભરેલી અડધી ખાલી...  

આમ જુવો તો સાવ પાયમાલી ..  

આમ જુવો તો ખૂબ જાહો જલાલી ...  

એ ખંડેર એ ખુરશી ...  

એ દીવા તળે અંધારું ...  

છતાં અજવાળા કરતાં ખૂબ સારું... 

એવું હતું જીવન અમારું...  

અમે ત્રણેય બેઠા હોય સામ સામે ...            

અને પછી ચાયની ચૂશ્કી સાથે, અમારી મહેફિલ જામે...

જ્યારે મળીએ હસીએ રડીએ ....  

આમ દિવસો પસાર કરીયે....  

પાચકા ના પણ ખર્ચા ના હોય ...

ફાલ્તુ અમારી ચર્ચા ના હોય ...  

ગૂઢાર્થ જેમાં છુપાયો ના હોય ...  

એવિ એકેય રચના ના હોય... 

પ્રેમ, હાસ્ય , કરુણા,ના રસ નિચોવાય જાય પછી ...

હું એમની વાતો ને સુધારું, મઠારું સુંદર રીતે શણગારું અને પછી જ !

કાગળ પર, એમના ઋણ સાથે ઉતારું....    

વર્ષો પહેલાની આવીજ એક મુલાકાત પછી ...

અનંતે ઉચ્ચારેલી ....   

અને મે સુધારી, મઠારી શણગારી ને પછી ...

કાગળ પર ઉતારેલી રચના ...

સત્યના પડઘા....   

“અનંત” સત્ય અસત્યના પડઘા સતત પડઘાયા કરે..!
ક્યારેક છળ આપણી સાથે આપણાં જ પડછાયા કરે ..!  
"અનંત"
@@@@@@@@@@@@@@@@@@@@@@@


જ્યારે પણ,  કોઈ પણ,  બે વ્યક્તિની સરખામણી થાય છે.  
ત્યારે બે માથી , એક વ્યક્તિ અચૂક અળખામણી થાય છે.  

ઈચ્છા વિના કશું જ શક્ય નથી , તારી ઈચ્છા મારી ઈચ્છા.
આટલી ઈચ્છા થયા પછીજ ! એક ઈચ્છા આપણી થાય છે.    

જુઠા છે ! બે શર્ત પ્રેમની જે વાતો કરે છે ! પણ કરતાં નથી.!
હું સ્પસ્ટ કહું છું ! જ્યાં પ્રેમ હોય, ત્યાં જ માગણી થાય છે !    

જાણું છું ઘણાય લોકોને મારી સફળતાની ઈર્ષ્યા આવે છે...! 
પણ હું તને પૂછું છું, કહે તું મને ,તને કેવી લાગણી થાય છે ?    

માત્ર પુરુષો જ સ્ત્રીને સતાવે છે, આ વાત પૂર્ણ સત્ય નથી જ !   
હાં.! “અનંત”  સ્ત્રીઓ દ્વારા પુરુષોની પણ સતામણી થાય છે.

"અનંત"      

બ્લાષ્ટ:-

માત્ર,!

ઈચ્છા વિના અડવું કે અડકવાનું અડપલું કરવું. 

કે ટેરવાં દ્વારા પણ અણ છાજતું સ્પર્શવું  

એને જ છેડતી કરી કહેવાય. એવું  નથી ...! 

આંખોથી કે શબ્દો દ્વારા પણ  સતામણી થઈ શકે છે ....  

પણ...!  

જ્યાં સ્પર્શની મજા અરસ પરસ લેવાતી હોય ...  

"અનંત" તેને છેડતી નહીં છેડખાની કહે છે ...! 

 છેડખાની..!  

પ્રેમની નિશાની...!  

છેડખાની ...!  

જ્યાં પ્રેમ હોય ત્યાં સહજ ઘટતી ઘટના ..!   

બાકી જૂતાં પણ પડી શકે ! 

પણ..!  

 સ્ત્રીઓ સામે પુરુષ ક્યારેય છંછેડાતો નથી...  

એવું માનવું ભૂલ ભરેલું છે....!  

"અનંત" 

બ્લાસ્ટ:- "અજ્ઞાની"


દરિયા મધ્યે  જે તરી ગયા, કહે છે એ, કિનારે આવી ડૂબી ગયા...!
“અજ્ઞાની" નક્કી  મધદરિયાથી વધુ ઊંડો કિનારો હોવો જોઇયે...! 

"અજ્ઞાની"


જવાબ હોય જ છે ...


Saumyaજી....:)

ઓઢણા ગયા ઊડી ને ઘાઘરા થયા કટ. (સ્કર્ટ)
ઘુંઘટા ભેળી લાજ ગઈ  નારી થઈ નફ્ફટ ..!

"અનંત"

આ રચના આખી આવીજ છે અને ખૂબ લાંબી છે .. 

જેમાં સ્ત્રીમાં આવેલા બદલાવ..  

અને એના કારણે સર્જાતી સમસ્યાનું સચોટ વર્ણન કરેલું છે...

બીજું કે સ્ત્રીમાં જે કોઈ પણ જાતના બદલાવ આવ્યા છે.. 

તે ક્યાં કારણથી આવ્યા છે,

એનું પણ સચોટ શંશોધન બહુ વર્ષો પહેલા મારા ભાઈબંધે કર્યું હતું ... 

ખૂબ બધા કાગળિયામાં એ પણ ક્યાક છુપાયેલુ દબાયેલું પડ્યું હશે ... 

વખત આવ્યે, વખત મળ્યે એ સખત વાતો આયા જાહેરમાં લાવીશ... 

મૂળ વાત પર આવું તો... 

એ મને બધી વાતો કરતો એટલે મને ખબર કે... 

ઉપર મુજબની રચના લખાયા પછી એ અમારા મોરબીના મેઘાણી કહેવાતા... 

અને મોરબીના મેઘાણી તરીકે ઓળખાતા શ્રી રમેશ ભાઈ દફતરી કે જે પોતે.. 

તખ્તાના પીઢ કલાકાર તેમજ લેખક કવિ અને સાહિત્યના ખૂબ ઊંડા જ્ઞાની હતા...  

જે હવે નથી રહ્યા...જોકે હવે તો ભાઈબંધ પણ નથી રહ્યો... 

મારા ભાઈબંધનું સાહિત્ય એને ખૂબ ગમતું ... 

ભાઈબંધ સાવ મીટર વગરનો હતો ... 

એને મીટર બીટરમાં કઈજ ગતાગમ નહોતી પડતી ... 

ત્યારે પણ સાહેબે કહ્યું હતું મીટરમાં લખવા જતાં મૂળ વાત મરી જતી હોય તો... 

બહુ પરવા નહીં કરવાની .... 

લખવું એવું કે ચીરા પડી જવા જોઇયે વાંચકની છાતીમાં બસ....! 

ઓઢણા ગયા ઊડી ને ઘાઘરા થયા કટ. (સ્કર્ટ)
ઘુંઘટા ભેળી લાજ ગઈ નારી થઈ નફ્ફટ ..!

એ નવો સવો હતો એટલે બિતો કે રખેને કોઈ વાંધો ઉઠાવશે તો... 

એટલે એણે શ્રી રમેશ ભાઈની સલાહ લેવું યોગ્ય લાગ્યું ...  

અને આ રચના એણે શ્રી રમેશ ભાઈ દફરીને બતાવી વંચાવી ને પછી પૂછ્યું ... 

સાહેબ આ સ્ત્રી માટે વપરાયેલો "નફ્ફટ" શબ્દ ચાલશે ? યોગ્ય છે ? 

કોઈ મને વઢશે તો નહીં ને... ? 

કે પછી નફ્ફટ ની જગ્યાએ નારીને નિર્લજ કરી નાખું ? :) 

ત્યારે સાહેબે વ્યંગાત્મક હસતાં હસતાં કહ્યું.. 

કરી નાખું..! તે બાકી રાખ્યું છે કશું ... ! :)  

ઇ તો તે ક્યારની કરી નાખી તારી રચનામાં ... :) 

જોકે હશે જ નહીં તો તું ના કરે એટલે,  

તે કરી એમ પણ ના જ કહેવાય ... :) 

તે તો જે હતું તે લખ્યું ...:)

અને પછી એણે આ પ્રમાણે લખી બતાવ્યુ ... 

ઓઢણા ગયા ઊડી ને ઘાઘરા થયા કટ. (સ્કર્ટ)
ઘુંઘટા ભેળી લાજ ગઈ નારી થઈ નિર્લજ ..!

ત્યારે શ્રી રમેશભાઈએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું,  લેખકો, કવિ કે કોઈ પણ કાલકારોને... 

ક્યારેય કોઈના બાપથી પણ ડરવાનું ના હોય ...

તમે જે કહેવા ઈચ્છો છો એ કહેવા અને સચોટ ભાવ રજૂ કરવા હોય તો....

મનમાથી ડર કાઢી નાખવો જોઈએ , ડરીને ક્યારેય સાચી અભિવ્યક્તિ ના થઈ શકે ...

લોકો શું વિચારશે એમ વિચારીને લખવાથી અને શબ્દો બદલવાથી મૂળ ભાવ મરી જાય છે... 

માટે એવી ભૂલ ક્યારેય ના કરવી જો તારે લોકોથી ડરવું હોય તો લખવાનું અત્યારથી છોડી દે...    

ભાઈબંધે કહ્યું પણ સાહેબ કોઇની લાગણી દુભાય .... 

સાહેબે વચ્ચેજ કહ્યું મૂર્ખ તારી પણ લાગણી જ દુભાઈ હશે ને જ્યારે તે લખ્યું ..!

અને તું શું લખશે લખ્યું કરતાં કોઈ ઈશ્વરીય શક્તિએ લખાવ્યું એમ કહેવું વધુ ઉચિત રહેશે..! 

ત્યારે ભાઈબંધે કહેલું તમારી વાત સાચી છે અને હું પણ એવું માનું છું કે ... 

કલાકારો તો દુનિયા કે સમાજનું દર્પણ હોય છે.... 
કલાકારના સર્જનમાં ક્યારેક પોતાનું દર્દ તો...  
ક્યારેક સમાજમાં સર્જાતી સમસ્યાનું દર્શન હોય છે...     

અંતમાં શ્રી રમેશભાઈ દફતરીએ એને કહ્યું હતું.... 

"અનંત" લખ બિન્દાસ્ત લખ...! 
તારા શબ્દોમાં જીવ છે .. 
એને મરવા ના દેજે ... 
ગમે તે ભોગે જીવતા રાખજે... 

આજે પણ એના શબ્દો જીવે છે..! 

તો... 

હું એનું અધૂરું કાર્ય પૂરું કરું છું ને...:) 

અને છેલ્લે લોકોને માફક ના આવતા શબ્દો સામે સફાઈ... 

સમય પ્રમાણે બધુ વધુ ને વધુ અને ખૂબ ઝડપથી બદલાઈ રહ્યું છે.. 

બદલાવને ક્યારેય કોઈ રોકી નથી શક્યું અને રોકી પણ નહીં જ શકે..! 

ઘડિયાળના કાંટા ક્યારેય ઊંધી દિશામાં પાછા નથી જ ફરતા...!

એ સતત આગળ વધે છે ને વધતાં જ રહેશે .... 

હવે સમાજમાં બનતી ઘટનાને વધુ વાસ્તવિક  રૂપે બતાવવા ... 

માત્ર કાલ્પનિક જ નહીં પણ..! 

હકીકતમાં  બનેતી ઘટનાને અદલ એવી જ રીતે રજૂ કરવા...

સત્ય ઘટના વખતે બોલાયેલા શબ્દો પણ પડદા પર બોલાવા લાગ્યા છે .. 

ફિલ્મ "ફૂલન દેવી" શું આ ઉદાહરણ કાફી નથી... ? 

તો બીજા તમે આપો ...:)

એક શોધશો હજાર મળશે... :) 

ભઇ મારુ ફિલ્મી જ્ઞાન ઓછું છે ... 

જોતો નથી ને.... એટલે ... :) 

હવે તો હઔ ક્યો... :)

મફતમાં આટલું કોણ આલશે ... મે આલ્યુ ...:)        

જોકે મને આજે ફરી મજ્જા આઈ ગઈ... :) :) :) 

Wednesday, 27 August 2014

સત્યના પડઘા ... એક ખુલાસો ...


સત્યના પડઘા ( ગુરુ કથા ...) બે અર્થમાં ... )
Katira Pares
આજે પણ હું ખૂબ આનંદમાં છું આજેય મને મજ્જા આઈ ગઈ ....
જે કઈ પણ થાય છે, તે સારા માટે થાય છે .
ક્યારેક મારા માટે ક્યારેક તમારા માટે થાય છે.
મારો ખુલાસો શરૂ...
આજે હું કઈક નવું અને વધુ શીખ્યો સમજ્યો...
શ્રી અશોક સિહ વાળા સાથે ફોન પર થયેલ વાર્તાલાપ અને ખુલાસા બાદ
આજે હું એક અવસર ઉજવીશ...
જોકે ફોન પર કાનો કાન વાત થયા પછી ...
એ કદાચ થોડા ઘણા હળવા થઈ જ ગયા હશે...
આશા રાખું છું હળવા થઈ જ ગયા હોય...
નહીં થયા હોય તો હવે થઈ જશે..
યારા અગર થઈ ગયા હો હળવા..
તો વ્હાલા આવો મોરબી મળવા ..
માત્ર ખુલાસો આપવા આવ્યો છું.
આવ્યો નથી કઈ, હું અહી લળવા ...
જોડકણું પૂરું...!
જો કે હું તો ગંભીર થયો જ ના હતો પહેલા કે પછી !
માટે મારે હળવા થવાનો પ્રશ્ન જ નથી રહેતો ને...!
હું પહેલા પણ હળવો જ હતો !
ને અત્યારે પણ હળવો જ છું !
હાં તમે જરૂર જરા ગંભીર થઈ ગયા...
ખૈર ઉતાવડમાં અધૂરું સમજાય ...
થાય, ક્યારેક એવુય થાય...
પણ આવે વખતે ખુલ્લા થઈ ખુલાસા માગી કે આપી જ શકાય છે ને ..!
તમે માગ્યા અને મે આપ્યા પણ ખરા જ !
અને હાં ભૂલ છે કે નહીં એ વાતને અસ્થાને મૂકી...
એટલું જ સમજાયું કે તમારી લાગણી દુભાણી છે ..!
કારણ કે તમે ઉતાવડ કરી છે ..!
અકલે મારી વાતનો મર્મ નથી સમજ્યા ...
અને અકલેજ માત્ર ને માત્ર તમારી લાગણી દુભાણી છે..!
અને હવે ખરો ખુલાસો આપું છું તો ...
ખૂબ શાંત ચિતે ધ્યાનથી સાંભળી અર્થાત વાંચો ...
મે તમારી વાર્તાના સંદર્ભે કહ્યું હતું કે,..

Katira Paresh જો મારી કઈ ભૂલ ના થતી હોય તો , તો, અને તોજ ! 

આ દર્દભરી દાસ્તા યાની આ વાર્તા લગભગ અશોક સિહ વાળા એ લખી છે સાચું .. ? 

Ashoksinh Vala પરેશભાઇ આ "લગભગ" વચારે કેમ ઘાયલુ ? અને અવું લખવાનો મતલબ શું ? મે ચોખ્ખુને ચટ્ટ મારું નામ લખ્યુ જ છે તો પછી ચોરીને ચીકણું શા માટે કરો છો આભાર
મતલબ સાવ સાફ છે... !
યાર તમે આ રીતે જવાબ આપીને તમારા પરજ શંકા કરી રહ્યા છો ...!
જ્યારે મારો કહેવાનો અર્થ સાવ સીધો ને સરળ જ છે ...
આમાં ચોરવાની વાત જ નથી ....
અને ચીકણું લાગ્યું હોય તો યાર લપસ્યા ખવાય મારી માફક.... 
હળવી મજાક પૂરી....
ફોન પર થયેલી વાત દરમ્યાન મને એવું લાગ્યું આપ મારા ખુલાસાથી સંતુષ્ટ નથી ...
માટે અહી ફરીવાર મૌજથી મૌજ કરતાં કરતાં ખુલાસો કરું છું કે...
તો મે ત્યારે પણ કહ્યું અને અત્યારે પણ કહું છું કે આખી વાતમાં તમે જ કેન્દ્રમાં છો...!
માત્ર એક સરખા નામ ધારી કોઈ હોય શકે, પણ..
તમારા સિવાય ફેસ બુક પર બીજા કોઈ અશોક શિહ વાળા હોય,
અને એ પણ અસસ્લ તમારા જેવાજ ! થ્રી ઇન વન ત્રિગુણા, યાની ..
ચિત્રકાર, લેખક , અને ગાયક હોય ,
એવું મારા ધ્યાનમાં આજ સુધી નથી આવ્યું ...
અર્થાત:- મે તમને રાબેતા મુજબ માત્ર તમને ખુશ કરવા કેપછી,
તમારાથી ડરીને, કે, રખેને અશોક ભાઈ વઢશે, કે લડશે તો !
એમ વિચારી માત્ર વાહ બાપુ વાહ, ખૂબ સુંદર, નાઇસ, વરિવરી નાઇસ,...
ફરી મને મસ્તી સૂજી >>
જાણે કેમ તમે ન્હાતા જ ના હો એમ વરીવરી નાઇશ એવું હું ના પૂછું .. 
અકલે આવું બધુ ચિલ્લા ચાલુ ચીતરવાને બદલે ...
અને, માત્ર વાહ બાપુ વાહ, ખૂબ સુંદર, નાઇસ, વરિવરી નાઇસ,...
એમ કહેવાની બદલે ...જરા હટકે...
કઈક અલગ જ રીતે તમને અને તમારી વાર્તાને બિરદાવ્યા ...
મને ન બોલવું ફાવે છે, પણ..!
મને ચીલાચાલુ બોલવું કે લખવું બિલકુલ ફાવતું નથી..!
જરા મારો ફેસબુક ઇતિહાસ જોઈ લેશો તો સમજાઈ જશે ...
પણ અફશોસ............ કે.
તમે “લગભગ” એક જ શ્બદને પકડ્યો એ સિવાય કશું ના પકડ્યું ના તો સમજ્યા ..!
માત્ર ઉપર છલ્લું તમે તમારી સમજ અને સ્વભાવ મુજબ સમજ્યા...
અને તમે તમારા પર જ શંકા કરી..
પણ બસ મારા કહેવાનો અર્થ અને હાર્દ ના સમજ્યા...
અને “સાચું ?” પ્રશ્નાર્થ ચિહ્ન પણ તમને ગમ્યું નહીં . પણ !
આમ જાહેરમાં પૂછવાનું કારણ એજ કે ...
કોઈ સમજદાર અથવા ખુદ તમે એમ કહો કે યાર...
હા યાર સાડી સતરવાર સાચું ! એ વાર્તા મેજ લખી છે .! અર્થાત તમે !
પણ એવું કશું તમે ના બોલ્યા...!
ના કોઈએ કહ્યું ના તમે ...
જો કે તમે તો કેમ બોલો , તમને તો ભારેખમ ગેર સમજ થઈ ચૂકી હતી...
અર્થાત....
સાચું આ વાર્તા અશોક સિહ વાળાએ જ લખી છે ...!
મને એમ કે આમ કોઈ કહેશે, પણ ના કહ્યું તો હું શું કરું ?
અને એનો અર્થ એવો હરગિઝ નથી, નથી, ને નથી જ..!
કે એવું ના કહ્યું એટલે એ બધા ના સમજ છે .
યાર સૌની પોત પોતાની એક અલગ જ સોચ સમજ હોય છે.!
અહી બધુ હું કે તમે વિચારીએ એવું જ ના લખાય કે ના બોલાય ...
ના ગમતું લખાય ને લાગણી દુભાય તો બે રસ્તા છે ,
એક તો કમેંટ ડિલીટ કરી દેવી. જેથી જેમ તમારી લાગણી દુભાણી,
એમ કમેંટ ડિલીટ થાય એટલે કમેંટ કરનારની પણ લાગણી દુભાય.
“પાન કા બદલા પાન પિચકારીકા પદલા પિચકારી“ જેવુ,
અથવા ખુલાસો, જે, મે, અને તમે ત્યાં અને અહી કર્યો ....
ખૈર મારો અડધો ખુલાસો પૂરો થયો..
હવે ફરી સમજવામાં ઉતાવળ કરીને એમ ના સમજસો કે,
હું મલાઈ મારી રહ્યો છું .
જે ભીતર હતું તેજ બહાર લાવ્યો છું ..
મારો વાંધો એજ છે કે મને મલાઈ ચોપડવી નથી ફાવતું...
અને મારે મન એવું પણ બિલકુલ ના હોય કે...
તમે મારી પોસ્ટમાં લખો તો જ હું તમારી પોસ્ટમાં લખું...
આ વાતના શોધશો તો અસંખ્ય પુરાવા ચોક્કસ મળશે જ...!
એક તો આ ! સાવ તરો તાજા...
અને મે પહેલા પણ કહ્યું જ છે કે મને વાઘ્રી વહેવાર બિલકુલ પસંદ નથી...!
યાર મન ખુલ્લુ અને મોટું રાખો અને હ્રદય રાખો પહોળું ...
જતું કરો જો થયું હોય મન દુખ ક્યારેક થોડું ...
આ પહેલા પણ મારે જે કહેવું હતું તે મે જાહેરમાં કહ્યું જ હતું ને ...?
અને માત્ર તમને જ નહીં જ્યાં જ્યાં જ્યારે જ્યારે જરૂર લાગી ત્યાં ત્યાં ત્યારે ત્યારે...
કહેવા સમું ખુલ્લા થઈને કહ્યું છે !
જે બધુ એમજ પડ્યું છે શક્ય હોય તો તપાસી લેવું ...!
ત્યારે પણ તમને કહ્યા પછી હું તો સાવ બધુ ભૂલી જ ગયો ...
ને તમે પણ ભૂલી ગયા...
પણ ભૂલવાનું માત્ર મારે હતું ..! તમારે નહીં !
પણ તમેય ભૂલી ગયા.....
અગર જો તમે યાદ રાખ્યું હોત તો ....
કમસે કમ આજે તમે ગેર સમજથી બચી શક્યા હોત...
અને હાં એક વધુ ચોખવટ....
પુરુષ હોવાના નાતે હું પુરુષ વેળા જરૂર કરું કરતો હોઈશ ...
પણ હું એટલી સસ્તી ચીજ પણ નથી કે સ્ત્રીઓ પાછળ પૂછડી પટપટાવતો ફરું ...!
સ્ત્રી મિત્રને પણ જરૂર પડ્યે યોગ્ય જવાબ આપતા અચકાતો નથી જ !
તો યાર તમે તો પુરુષ છો .... 
એટલે ડરીને કમેંટ કરવાનો કે કમેંટ કરીને ડરવાનો તો સવાલ જ પેદા નથી થતો.
આ નીચેનું વાક્ય સ્ત્રી પુરુષ સૌએ ત્રણ વાર ...
વાંચવું !, હોય તોજ વાંચવું ...
( સ્ત્રી અને પુરુષ . અરસ પરસ અહી બન્ને એક બીજા થકી એક હદમાં રહી,
અહી અનહદ આનંદ લેતા જ હોય છે.)
“ આ વિષય વિસ્તારે આવતા અંકે... “
પણ તેમ છતાં પરિણામ ની પરવા કર્યા વગર બિલકુલ ડર્યા વગર.
હું એવું પણ નથી વિચારતો કે,
કોઈ સ્ત્રી મિત્રને કઈક કહીશ અને એ મને લિસ્ટ બહાર મૂકી દેશે તો...
તો ખોટ મનેજ નહીં એને પણ મારી સાલસે...! ચાલસે ? 
ખૈર....
જે કઈ પણ થાય છે, તે સારા માટે થાય છે . 
ક્યારેક તમારા માટે ક્યારેક મારા માટે થાય છે. 
મારો ખુલાસો પૂરો ...
ધન્ય વાદ..
આજે ઉતમ વિષય આપવા બદલ.... 
બ્લાસ્ટ :- આજે હું આટલું શીખ્યો ... 
અહીની આ ત્રીજા વિશ્વની એક ટ્રેજેડી એ છે કે....
અતી ગંભીર વાત મજાકમાં ખપી જાય છે...!
અને અને મજાક ક્યારેક અતી ગંભીર રૂપ ધારણ કરી લ્યે છે ...!
જોકે હજુ સુધી અતી ગંભીર કહી શકાય એવિ ઘટના મારી સાથે કદિ બની નથી...
અને જે બની છે એ એટલી ગંભીર કહી શકાય એવિ નથી...!
પણ હાં તેમ છતાં આજે હું નવું એ શીખ્યો કે,
જ્યારે પણ કઈ કહેવું, લખવું , બોલવું હોય ત્યારે...
સામેની વ્યક્તિની ઊંડી સમજ, સહન સિલતા , અંગતતા , નિખાલસતા,
ભૂલ થઈ હોય તો કબૂલવાની ક્ષમતા.
આ બધા જ પાસાને ધ્યાનમાં રાખી ને લખવું કે બોલવું ...
અન્યથા ચૂપ રહેવું , મૌન રહેવું મનમાં સમજવું અને મૌજમાં રહેવું ....
ફરી એક ટીખળ મનમાં આવે છે ! કરીજ લઉં ભલે થઈ જાય આજ તો ..
એક વિચાર એવો પણ આવે કે ....
પછી લપ થાય એના કરતાં તો પોસ્ટ કર્તાને પૂછી ને લખવું,
કે, ભાઈ હું તામરી પોસ્ટમાં શું લખું ...?
યા તો કહેવાનું કે ,ભાઈ તમને મજા આવે એવું તમેજ લખી આપોને
એટલે પછી માઠું ના લાગે અને માથાકૂટ પણ ના થાય
ભાગ બીજો. પણ વિષય જુદો હવે પછી શરૂ...  
યાર આમ ને આમ બધા ભેગા મળી મનેય લેખક કરી નાખશો ...  
Ashoksinh Vala
"આંસુઓનું ચુંબન" (લધુકથા)
-અશોકસિંહ વાળા
.
માગસર મહીનાની કડકડતી ઠંડીમાં મંદ મંદ ફુંકાતો પવન ઔર વધારો કરી રહ્યો હતો,
સૂર્ય સંધ્યાનો પાલવ તાણીને પોઢવાની તૈયારીમાં હતો, તારાઓ સૂર્યના અસ્ત અને પોતાના ઉદય પર ખંધુ હંસતા હંસતા આભ માંથી ધીમે ધીમે બહાર ડોકીયુ કરી યહ્યા હતા
આ... અલ્હાદક મૌસમમાં પ્રકાશ તથા આજ સવારે જ વિદેશથી એક વર્ષનો અભ્યાસ પૂર્ણ કરીને આવેલો એનો નાનપણનો ગોઠીયો મિત્ર રાહુલ બીયર બારમાં સામ સામે બેસીને પ્રકાશની સગાઇની ઉજવણી રૂપે બીયરની ચુસ્કીઓ લઇ રહ્યા હતાં
પ્રકાશ: રાહુલ... મે મારા જીવનમાં વાગોળેલા બધા અરમાનો પુરા થાય કે ના થાય, પરંતુ સ્વપ્નમાં વાગોળેલુ સુંદર જીવન સંગીનીનું અરમાન જયારે... સગાઇ વખતે પ્રત્યક્ષ નિહાળ્યું ત્યારે.... બધા જ અરમાનો એ... એક જ અરમાન પર ઓળઘોળ કરી દેવાની ઇચ્છા જોર કરી ગઇ, અને હા... ત્યારે ફક્ત પુરૂષાર્થમાં માનનારો હું કિસ્મતની અવગણના ના કરી શક્યો,
અરે... રાહુલ એ પુછતા તો ભુલાય જ ગયુ... તે... વિદેશ જતા પહેલા 'તારા કાંઇક લવ અફેરની વાત કરી હતી એનો ખુલાશો તો પાછો તે કર્યો જ નહિં ?', પ્રકાશે પોતાનું લાંબુ લેકચર પ્રશ્ન સાથે પૂર્ણ કર્યુ
રાહુલ: પ્રકાશ... એ છોકરીએ જ તો આ રખડેલ રાહુલના ધુંધળા જીવનનો રાહ રોશની મય કર્યો છે દોસ્ત,
એમની જીદ્દે જ તો મારા ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ ના જવાના નિર્ણયને પાંગળો બનાવી મને વિદેશ જવાની ફરજ પાડી હતી...
પણ એ... વાત અત્યારે જવા દે, એ માટે તો જીંદગી પડી છે "પરંતુ તે તારા જીવન સંગીની અને મારા ભાભીજીનું નામ તો કહ્યુ જ નહિં", નશાના કેફમાં ઘેરાતી આંખોને પરાણે ખુલ્લી રાખવાનાં વ્યર્થ પ્રયત્ન સાથે રાહુલે પોતાની વાત પૂર્ણ કરી
પ્રકાશ: યાર... રાહુલ નામનું તારે શું કામ?
ચન્દ્રની સુંદરતાને નામ આપવાની મુર્ખતા ના કરતા... એની સુંદરતાને પ્રત્યક્ષ જ નીહાળીલે દોસ્ત, પ્રકાશે રાહુલ તરફ પોતાની મંગેતરનો ફોટોગ્રાફ લંબાવતા કહ્યું...........
"અને...... નશાના કેફમાં ઘેરાયેલી રાહુલની અધખુલ્લી આંખોની પાંપણો પર જુલતા વેદનાનાં આંસુઓ ફોટોગ્રાફ માની યુવતીના કોમળ હોઠોને ચુમી રહ્યાં"...
-અશોકસિંહ વાળા
(લેખનમાં ઘણી ક્ષતિઓ હશે કારણ કે આ લઘુકથા પણ મે ધોરણ ૯માં લખેલી... સાલુ મારા લેખન અને વાંચન પર પ્રતિકુળ સંજોગોને લઇને ૨૨ વર્ષે જ પૂર્ણ વિરામ મુકાય ગયું હતું... ફેસબુક જોઇન્ટ કર્યા પછી પણ પ્રતિકુળ સમય/સંજોગો તો છે જ છતાં "મને કોઇ વાંચે છે એ ઉત્સાહમાં" થોડા લેખો અને રચનાઓનું સર્જન થઇ શક્યું છે જય હો
LikeShow more reactions
Comment
Comments
Ashoksinh Vala પરેશભાઇ આમાં વાંક નથી તમારો કે નથી મારો મુઇ આ ગુજરાતી ભાષા જ એવી છે કે લખવામાં થોડું ચુક્યા એટલે ગયા કામથી... અને બુદ્ધુ આપના અધુરા શબ્દો સમજી ના શક્યો એટલો કાચો નિકળ્યો... બાકી મને મારા પર શંકા ક્યારેય ના થાય હો... મારા અસ્તિત્વ પર જેટલો વિશ્વાસ છે એટલો મારા લેખન પર... ચલો જવા દો રાત ગઇ બાત ગઇ મારા મનમાં હવે કઇ નથી આપ પણ લાંબો ખુલાસો આપી હળવા થયા એનો આનંદ છે જય હો
Katira Paresh ભાઈબંધ... હું પહેલા પણ હળવો જ હતો ...  

ચોક્કસ પહેલા કરતાં વધુ હળવો થયો....  


જે મજા હળવા મળવામાં હોય છે...
એ મજા યાર ક્યાં લળવામાં હોય છે.. ? 

કેટલું ! મજાનું આનંદ દાયક અનુભવાય છે ... 
જ્યારે અરસ પરસ એક બીજાને સમજાય છે... 

આનંદમૂ , મંગલમૂ., પરમૂ સુખમૂ , સુખમૂ સુખમૂ ... 

દોસ્ત જે કઈ પણ થાય છે, તે સારા માટે થાય છે .  
ક્યારેક તમારા માટે તો ક્યારેક મારા માટે થાય છે.