Friday, 1 August 2014

"અનંત" ઝર્ઝરિત પત્રો માંથી .... મંજીલ નથી ‘હું’ કે ‘તું’ હું જાણું છું. તું પણ ચાલ હું પણ ચાલુ છું...

તને કાયમ પ્રશ્નો  ઉદભવે અને મને જવાબ .... 

મે તને પહેલા પણ બંધન અને મુક્તિ વિષે મારી સમજ મુજબ સમજાવેલું ... 

ફરી તને અઢળક પ્રશ્નો થાય છે ... તો...આ સારું છે કે...  

આગળ વધતાં પહેલા એથી પણ આગળ નું વિચારી લેવું .

જેથી પછી પાછું વાળીને જોવાનો વખત ના આવે.... 

બની શકે આવનારા સમયમાં પ્રશ્નો વધે ..! તો એમાં કશું ખોટું નથી જ !

કેમકે આતો યુગોથી નિરંતર ચાલતી  પ્રક્રિયા છે.... 

જે સતત આગળ વધે છે .... 

તો તું આ વાત સમજી લે .... 

બંધનમાં મજા પણ હોય છે ને સજા પણ હોય છે. 

જોકે બ્લ્યાવસ્થા , કિશોરાવસ્થા, યુવાવસ્થા ,ક્રમશ આ બધી- 

અવસ્થા પ્રથમ વર્તમાન બાદના ભૂતકાળ છે.  

પ્રથમ બંધન ગમે ને પછી મુક્તિ નું મન થાય ..  

પ્રથમ આનંદ લાગે ને પછી લાગે જંજાળ એ  ...  

જીવનદરમ્યાન આવતા આ બધા કાળ છે.... 

જીવન સફરમાં આવતા આ ઉતાર ચઢાવ છે ... 

એક તો પ્રથમથી જ લોકો ભટકેલા હતા હવે... 

ભટકાવનારી સફેદ, કેસરી ,ને ભગવી જમાત છે...   

જોકે બંધન અને મુક્તિ આ બધુ માત્ર મનની માયા જાળ છે. 

"તુજે ઉસકા ઉસે તેરા મન,  કભી લગે પિજરા તો કભી લગે પંછી.... " 

કઈક એવું જ ...!   

ખુદ બંધે ઔર બાંધે વો પીંજરા ભી મન ... 
ખુદ ઊડે ઔર તુજે ઉડાએ વો પંછી ભી મન.... 

@@@@@@@@@@@@@@@@@@@@

 યે જિંદગી કુછ એસી હે .... 

તું ખુદ જાકે બંધે ઉસમે ઉસકી તો કોઈ ગલતી નહીં...   
તું ચાહે બંધે ચાહે ઊડે વો તો તુજે કભી રોકતી નહીં...

@@@@@@@@@@@@@@@@@@@@@@

"અજ્ઞાની" એ આજ વાત કઈક આ રીતે કહી ... 

કભી કિસિકો બાંધે , કભી ખુદ જાકે બંધે...  
કભી લગે પીંજરા કભી પંછી લગે મન...  

ઔર કુછ ભી નહીં “અજ્ઞાની” મનકી-   
માયા જાલ હે યે મુક્તિ ઔર બંધન...   
@@@@@@@@@@@@@@@@

અને પછી એણે  પત્રમાં આ  ખુલાસો કરેલો .... 

આ બધા વિચારો મારા પોતાના છે ... !  

તારે  સહમત થવું બિલકુલ જરૂરી નથી...! 

અનુભવે થયેલી આ અનુભૂતિ   પછી એ કદિ કોઈને બાંધતો કે કોઈનામાં બંધાતો નહી  ... 

અગર બંધાય જાય  તો પણ અનુભવે બંધાઈને આઝાદ રહેવાની એને ફાવટ આવી ગઈ હતી .... 

એ બંધાઇ  ને આઝાદ  રહેતો ....

કોઈ એની સામે હાથ લંબાવતું તો કોઈ સામે એ પણ હાથ લંબાવતો ... 

પણ પ્રેમથી !  ક્યારેય કોઈ દબાણ નહીં પરાણે કોઈ જ સંબંધ બિલકુલ નહીં.... 

પરાણે  લેવું દેવું કઈ પણ એને કદિ મંજૂર ના હતું ... 

એટલે હાથ લંબાવતા પહેલા કે કોઈનો લંબાવેલો હાથ પકડતા પહેલા... 

એ સ્પષ્ટતા કરી લેતો ...      

આવી સ્પષ્ટતા કરતી "અનંત" ની રચના.... 
  
મંજીલ નથી હું’ કે તું હું જાણું છું. 
તું પણ ચાલ હું પણ ચાલુ છું. 

રસ્તો છું માત્ર રસ્તો, તું મારી સાથે - 
ચાલ કે પછી રાહ મોડ તારી મરજી. 

@@@@@@@@@@@@@@@
   

 હું બોલી લઉં પછી તું બોલ તારી મરજી.  
    હું ખુલ્લો છું તું ભીતર ખોલ તારી મરજી.      

મે હાથ લંબાવ્યો પ્રેમથી મારી મરજી. 
હવે તું પકડ ચાહે  છોડ તારી મરજી. 

હું આનંદી કાગડો હર હાલમાં હસતો. 
તું હસ ચાહે મો મચકોડ તારી મરજી. 

મારે મન તું દોસ્તતારે મન હું કૌન ? 
તું પાડ કે ના પાડ ફોડ તારી મરજી. 

પ્રેમ પછી આપોઆપ પાગરશે. પ્રથમ. 
ઉગાડ એક નાનકડો છોડ તારી મરજી.  

 હું તોડવામાં નહીં જોડવામાં માનું છું.
હવે તું જોડ ચાહે તું તોડ તારી મરજી. 

હું સાથે ચાલવામાં માનું છે તું આગળ- 
 ચાલ કે મારી પાછળ દોડ તારી મરજી. 

હું ઉબડ ખાબડ રસ્તે પણ આગળ વધીશ.    
તું પસંદ કર સીધો સરળ રોડ તારી મરજી.   

મારા મનમાં તો કઈ કેટલીય કલ્પના.  
તારા મનમાં હો’ કઈ ઔર તારી મરજી. 

મે તો મનમાં હતું તે કહી દીધું ,તું કહે ના -  
ના કહે મને તારા મનના કોડ તારી મરજી.

મને બધુ કબૂલ મંજૂર છે ! તું ચાહે દઝાડ.
ચાહે આપ તારી હુંફ ભરી સોડ તારી મરજી.  

હું કઠિન સફરનો ઉબડ ખાબડ રસ્તો છું “અનંત” હવે-  
તું હાથ પકડી ને ચાલ કે અધવચ્ચે છોડ તારી મરજી.  

"અનંત"

બ્લાસ્ટ:- 

 ભઈ આતો ખ્વાવોની  મંઝિલ છે. 
જ્યાં  રોજ ખયલોની મહેફિલ છે. 

પંખીઓ "અનંત" નિત ઝાડ બદલે. 
જ્યાં માળો બાંધે એજ એની મંઝિલ છે . 






બ્લાસ્ટ :- 

"અજ્ઞાની" 


और फिर कितनी सारी जानकारी मिली "अज्ञानी" लोगोसे . 
मेने बस सिर्फ इतना कहा था की मै कुछ भी जानता नहीं .! 

"अज्ञानी"







No comments:

Post a Comment