Wednesday, 13 August 2014

અનંત વાણી....

........
શોખ,   
ઈચ્છા ,
ઉમંગ,
ઉત્સાહ,
ખુલ્લી આંખની  કલ્પના,
બંધ આંખના સપના,
પ્રેમ, પ્રેમની ઝંખના ...
અને અંતમાં જિજીવિષા.... 
“અનંત” એક પછી એક આ બધા જ મરે છે ...
અને સાવ છેલ્લે મરે છે માણસ .....
શું ખરેખર છેલ્લે જે મરે છે એ માણસ હોય છે... ?  
ના...રે.... છેલ્લે જે મરે છે એ માણસ જ નથી હોતો... 
એ તો ક્રમશ મરી ચૂક્યો હોય છે ...
ને પછી વધે છે માત્ર એક એવું શરીર શરીર.... 
જેમાં હવે માણસ હોવાના એકેય અંશ નથી બચ્યા.... 
જે  છેલ્લે  મરે છે એ હોય છે માત્ર માણસનું શરીર..  
 “અનંત”
બ્લાસ્ટ:- "અનંત" 
મારી હયાતીમાં “અનંત” પડઘા પડ્યા...

મારી હયાતી બાદ જોજોને સોપો પડી જશે...   

No comments:

Post a Comment