Sunday, 17 August 2014

"અનંત" ની મૌજ અનોખી હતી ...

"અનંત" ની મૌજ અનોખી હતી ...

એક વાર એણે ગઝલમાં ગાંડા કાઢ્યા હતા....

આ રહ્યો એ નમૂનાનો નમૂનો....


વરસાદી મૌસમમાં વર્ષે, વર્ષે, વરશે કાગળ પર વાદળ જેવી ગઝલ.
ભીની ભીની ધુમ્મસમાં બાઝે મારા કાગળ પર ઝાકળ જેવી ગઝલ

ભલભલા અંજાય વાંચીને નમણી નારના આંખના કાજળ જેવી ગઝલ.
સમજાય જો ટૂંકમાં તું શાને લખું હું લાંબા લચક ભાષણ જેવી ગઝલ.

નમૂનો ....
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

લસરક કરતીકને ઉતરી જાય સીધી ગળે મારી માખણ જેવી ગઝલ.
માથું ના ફોડે તોય ધાર ધાર કાઢે લોહી મારી પાષણ જેવી ગઝલ.

ખૂબ વિચારું ખૂબ મઠારું પછી જ નિરાંતે કાગળ પર ઉતારું, વગર-
વિચાર્યે લખું નૈ આડેધડ, ના મારુ મથે ગાંગલી ઘાચણ જેવી ગઝલ.

પ્રેમથી વાંચો તો અમ્રુત લાગે ને ઈર્ષાથી વાંચો તો લાગે કાતિલ ઝેર.  
ક્યારેક ડંખે પણ ખરી, દૂધ પાઈને ઉછેરી છે મે નાગણ જેવી ગઝલ.

હું પણ તપ્યો છું ને મારી જ માફક ચૈતર વૈશાખ ને અંગારના તાપમાં. 
તપીને , આજ નીખરી છે કાગળ પર મસ્ત મજાની ફાગણ જેવી ગઝલ.

અનંતએક એક માથું લખાવે એક એક લીટી તય લખાય લીટી દસ.
દસ લિટીની ગઝલને તમે દૂશાસન કહો યા સમજો રાવણ જેવી ગઝલ.

"અનંત"

બ્લાસ્ટ:-

"અજ્ઞાની"

મને જો ખબર હોત કે કાલે મોત આવી જવાનું છે , તો ...

આજે પણ હું મૌન જ રહેત ...

અને બસ ચુપચાપ બધુ જ સહી લેત...

પણ હું લાચાર છું !

મૃત્યુ નિશ્ચિત નથી....!

અને હાં..!

યાદ રહે હું કોઈને પણ નાના કે નકામા નથી ગણતો કે સમજતો...

એ મારી તકલીફ છે...!

અગર તમે એવું માની લ્યો , તો....

એ તમારી તકલીફ છે....!

પણ એમાં તમારો વાંક નથી..!

હું જાણું છું અને સ્વીકારું પણ છું જ ! કે....

બુંદમાં સાગર થવાની ક્ષમતા હોય જ છે... !

"અજ્ઞાની"



No comments:

Post a Comment