મે માત્ર ફરી, સુધાર્યું , મઠાર્યું ને શણગાર્યું ...
બાકી એનુજ , એનું એજ જૂનું પુરાણું ...
@@@@@@@@@@@@@@@
કેટલું ..! અદભૂત દ્રશ્ય ...
હાં !
આજે મે જોયું એક એવું અદભૂત દ્રશ્ય....
એ દ્રશ્યમાં જાણે અદલ મારુ ને તારું પ્રતિબિંબ જીલાયું હોય ...
મે જોયું ઘેઘૂર વૃક્ષ અને એ વૃક્ષના થડ પર,
નિરાંતે આંખો બંધ કરી થડને ચપોચપ ચીપકીને પથરાઈને ,
સૂતી છે એક ખિસકોલી ...
હાં હું હજુ પણ જોઉ છું.
એ વૃક્ષના થડમાં ...
મને હું જોઉ છું.
ને,ચીપકેલી ખિસકોલમાં ...!
તને હું જોઉ છું.
એ વૃક્ષનું થડ એ હું.
ને થડને ચીપકીને સૂતેલી ખિસકોલી એ તું .
આંખ બંધ કરી,
વૃક્ષ ના થડપર ચપોચપ ચીપકીને,
સૂતેલી ખિસકોલી માફક જ
રોજ પ્રભાતે તું પણ...!
આંખ બંધ કરી ,
મારી છાતી પર.
વૃક્ષ ના થડ પર ચીપકીને સૂતેલી ખિસકોલીની માફક -
મને ચીપકી ને સૂતી હોય છે.
ને પછી જ આંખો મારી ખૂલતી હોય છે .
આ હકીકત સામે આવી છે આપણી ઊંડી કલ્પના થકી.
અને હાં, આ આપણાં જીવનની હકીકત છે. કલ્પના નથી..!
"દ્રઢ કલ્પના વાતવિકતાની ખૂબ નજીક હોય છે."
હવે તું કહે ખિસકોલી કે , આ વાસ્તવિકતા સાથે જોડાયેલી કલ્પના
અને "અનંત" કલ્પના સાથે જોડાયેલી વાસ્તવિકતા તને કેવી લાગી .???
જરા ધ્યાનથી જો ..!
એક તસવીરમાં જે રીતે વૃક્ષના થડ પર ખિસકોલી સૂતી છે ,
એજ રીતે બીજી તસવીરમાં છોકરાની છાતી પર છોકરી સૂતી છે .
વૃક્ષનું થડ ને થડને ચીપકેલી ખિસકોલી જાણે હું ને તું .
પુરુષની છાતી ને છાતી પર ચીપકેલી સ્ત્રી જાણે તું ને હું .
તારા અને ખિસકોલી ના ...
અંદાજ બન્ને ના બિલકુલ સરખાજ છે .
કે નૈ ?
"અનંત"
બ્લાસ્ટ:-1 "અજ્ઞાની "
બદલાવ કે પરીવર્તન સારું કે ખરાબ,
વ્યક્તિમાં , જીવનમાં કે જગતમાં ક્યારેક એકાએક નથી જ આવતું.
આજે સમજ્યાવ્યું અને અત્યારેજ કોઈને સમજાય જાય ...
આજે વિચાર્યું હોય એ મુજબ આજ ને આજ બધુ બદલાય જાય ...
એવિ ઈચ્છા કે અપેક્ષા કરવી એ મહા મૂર્ખતા છે...
કોઈ એક વ્યક્તિના વિચારથી કે ઇચ્છાથી એના એકલામાં પરીવર્તન આવી શકે ....
જ્યારે જગતભરના લોકોની એક સરખી ઈચ્છા અને વિચારથી દુનિયા બદલાઈ જાય છે...
એજ રીતે તો બદલાવ આવ્યો છે , અને સતત આવી રહ્યો છે... આવતો જ રહેશે....
"અજ્ઞાની"
બ્લાસ્ટ :-2 "અજ્ઞાની"
અન્યની ઈચ્છા, ઉછીના વિચાર, વાંચન અને ઉધારની સમજણથી.
ક્યારેય કોઈ વ્યક્તિ કે એના જીવનમાં પરીવર્તન ના જ આવે...
અને કદાચ કોઇની ઈચ્છા, ઉછીના વિચાર, વાંચન અને ઉધારની સમજણથી.
કોઈ બદલાવ આવે તો પણ એનું આયુષ્ય અલ્પ હોવાનું ...
કદાચ એ બદલાવ થોડી સેકન્ડ, મિનિટ, કલાક, દિવસ કે મહિનો જ ટકે છે....
પણ ખરો બદલાવ કે પરીવર્તન સ્વ્ભાવમાં કે જીવનમાં તો જ આવે .
જો વાંચન બાદ મંથન થાય ...
અથવા ભીતરની સમજણ જાગે , છેક ઊંડેથી ઊંડા વિચાર સપાટી પર આવે ...
અને ખુદની ઈચ્છા પ્રબળ હોય તોજ વ્યક્તિ બદલી શકે ...
જે લોકો બદલાયા છે એને પૂછશો તો જાણવા મળશે કે...
એ લોકોએ બદલવાની ઊંડી ઈચ્છા કરી હશે...
અને માત્ર ઈચ્છા કરીને બેસી ના રહેતા,
એ ઈચ્છા ને સાકાર કરવા, સતત પ્રયાસ અને પરિશ્રમ કર્યો હશે...
"અજ્ઞાની"
મારુ કામ પૂરું.... :)
No comments:
Post a Comment