Thursday, 18 December 2014

અનંત અંતર નાદ ...

લોકો છો કહેતા કે પ્રેમમાં શરત ના હોય... પ્રેમ હંમેશા બિન શરતી હોય.... 

પણ "અનંત" એ બાબતે સ્પષ્ટ હતો ...

એક વાર મે એને આ વિષે પૂછ્યું,  કે શું ખરેખર પ્રેમ માં શરત ના હોય ...? 

અને એણે  દ્ર્ઢ્તા પૂર્વક કહ્યું  એ બધી વાતો હંબગ છે આ નર્યું જૂઠાણું છે, દંભ છે, 

પ્રેમની શરૂવાતનું માત્ર પાગલપન છે, પરિયા...  માત્ર પાગલપન....! 

જે વિના શરતે પ્રેમની વાત કરે છે એ  બિલકુલ જુઠા છે .  

અને કદાચ કોઈ વિના શરતે પ્રેમ કરે પણ છે , તો પણ...!  

એવા પ્રેમીઓ પાછળથી એ ભૂલ બદલ પારાવાર પસ્તાય છે... 

અને પછી લગ્ન બાદ શરતોના ગંજ ખડકે છે...

હું એના શબ્દે શબ્દને ધ્યાનથી સાંભળતો...  

થોડી વાર ખામોશ રહી નિશ્વાસ સાથે એ બોલ્યો.. 

પરિયા પ્રેમમાં શરત જેવુ કશું ના હોત તો....  

પ્રેમ લગ્ન નો અંજામ, છૂટા છેડાં, ના હોત.  પણ હોય છે.! 

એથી તો બહેતર છે જાજુ આપીને ,  થોડું,  પણ માંગી લેવું...!  

અને અંત માં એણે  કહ્યું હતું, આપણે આપવામાં હમેશા ટૂંકા પડીએ છીએ પરિયા સાવ ટૂંકા ... 

એનો સ્વભાવ અને  એના વિચાર એની રચનામાં સ્પષ્ટ થઈ જતાં.... 

આજે પણ એની કલમ કાગળમાં ગુંજે છે . 
અને... 
અને વર્ષો પહેલા એના મુખે બોલાયેલા શબ્દો મારા હ્રદયમાં ગુંજે છે .... 

આ એ નિર્દોષ નો નિર્ઘોષ ... 
એટલે કે.... 
અવાજ વગરનો અવાજ ... 
બ્લાસ્ટ :- અનંત" 

પ્રેમ બે શર્ત નહીં ...બલ્કે એકાદ બે શર્ત સાથે જ કરવો જોઇયે ....  

તો... 

હું આખુય આ આયખું તને આપું તું અડધું તો આપ. 
હું નીચોવી નાખું આંઈખું તું એક ટીપું આંસુ  જો આપ.  

સાગર તો નથી માંગતો કૈ હું, પણ તું ઝરણું તો આપ.  
સાચેજ હવે તો ડૂબી રહ્યો છું છેક હું, તું તરણું તો આપ. 

હ્રદય હવે હાથ નથી રહેતું. એ મને  સાથ નથી દેતું.  
આ  હ્રદયના  સ્પંદનોને આંબવાને  હરણું તો આપ.  

પછી ધરી દઉં  હું મારી  હર એક ક્ષણ  તારા ચરણે.
પાથરી આ દીલને જરા તું પ્રેમનું પાથરણું તો આપ. 
  
"અનંત"મારા પ્રેમની શુધ્ધતા માપવા પછી આવજે .   
પ્રથમ જે વેદનાઓ  છે એ ગાળવાને  ગરણું તો આપ. 

"અનંત"

એતો નક્કી જ છે કે,  કારણ વિના કશું થાય નહીં, 
પણ કારણ શું છે ? જ્યાં સુધી તને સમજાય નહીં. 

ત્યાં સુધી રસ્તો બીજો કોઈ મૌન રહેવા સિવાય નથી. 
શો અર્થ બોલવાનો જો સાદ ભીતરનો સંભળાય નહીં . 

મારી ભીતર ભીતર રોજ કઈ કેટલુય તૂટે . 

પણ તું ! તારે શું ! તું તો છે હ્રદય બહેરી ..... 

તેથી તને એ તૂટવાનો નાદ સંભળાય નહીં..... 

ક્રમશ :.....

  'ને પછી કો'ક  દિ' હું , ને મારા શબ્દો  પણ  મૌન થઈ જશે .... 

  જો તને  છેક લગી "અનંત" ભીતરનો સાદ સંભળાશે નહીં..... 

"અનંત"    


માસૂમ હ્રદયને નાહક તડપાવે તું ઐ નાજુક માસુકા. 
તું પ્રેમમાં સમય પસાર કરે 'ને હું પ્રેમ કરું છું સાચુકા. 

મારે મન પ્રેમ સતત છે. તારે ઘડીભર ગમ્મત છે. 
મારે મન પ્રેમ મમત છે . તારે મન  કેમ રમત છે ?

મળે તે ઓછું પડે, 'ને આપવામાં પડીએ સાવ ટૂંકા.
જે લાગણીમાં ભીનાશ નહીં, તે સંબંધ છે સાવ સૂકા.  

"અનંત" 

બ્લાસ્ટ :- 

સાગર નહીં એક ઝરણું તો આપો . 
ડૂબી રહ્યો છું છેક તરણું તો આપો. 

મારા પ્રેમની શુધ્ધતા માપવા ના આવશો . 
"અનંત" વેદનાઓ ગાળવા ગરણું તો આપો . 

"અનંત"





આજે પણ એની કલમના પડઘા જૂના ઝર્ઝરિત કાગળમાં ગુંજે છે .
અને.....
વર્ષો પહેલા એના મુખે બોલાયેલા શબ્દોના પડઘા મારા હ્રદયમાં ગુંજે છે ....
આ એ નિર્દોષ નો નિર્ઘોષ ...
એટલે કે....
અવાજ વગરનો અવાજ ...
બ્લાસ્ટ :- અનંત"
પ્રેમ બે શર્ત નહીં ...બલ્કે એકાદ બે શર્ત સાથે જ કરવો જોઇયે ....
તો...
બધુ બહાર ના રખાય ...
વધુ બહાર ના રખાય...
પાગલનો કૈ ભરોશો નૈ !
એને બહાર ના કઢાય.....
લીલું લીલું. થોડું થોડું કાચું સારું ...
સત્વ એમાં થોડું તો સચવાય...
પછે સ્વાદ જેવુ કશું ના જળવાય...
જો આખે આખું પાકે પાકું બફાય...
એણે મરતા સુધી લખ્યું અનંત...
શું મારાથી થોડુકય ના લખાય... ?
તો .. !
એની વાત જુદી, જુદી મારી વાત છે....
આ જોડકણામાં એની આંગળીય નથી...
પૂરે પૂરો મારો હાથ છે...
કો'ક દિ ' ભૂલ ભૂલમાં લખાય જાય...
તો એમાં શું મારો વાંક છે ...?
તો.....
કાય નૈ હવે....! 🙂


No comments:

Post a Comment