Friday, 16 January 2015

હું કશું જ કરતો નથી....

આંખો જોવાનું.
કાન સાંભળવાનું.
નાક સૂંઘવાનું ને સ્વાસ લેવાનું.
હ્રદય ધબકવાનું ...
મન વિચારવાનું ...
આત્મા પ્રાર્થના કરવાનું ...
હાથ વજન ઊંચકવાનું ...
ને પગ ચાલવાનું ...
આમ આ બધા પોત પોતાનું કામ કરે છે ..
હું ક્યાં કશું જ કરું છું ...
હું તો બસ ખૂણામાં બેસીને આ બધાને કામ કરતાં જોયા કરું છું ....
બસ જોયા જ કરું છું...
આંખને રડવાનું .
હ્રદયને ઝૂરવાનું.
હોઠને બબડવાનું અને...
મનને મંથન કરવાનું કામ સોંપી ને હું તો,
એ....ય ને , રોજ નિરાંતે રોજ રાત્રે સૂઈ જાવ છું.
“અનંત”
બ્લાસ્ટ :-
સ્ત્રીના પ્રેમ અને પીડા બન્ને થકી નવું સર્જન થાય છે.
અહી શબ્દકાર બે અર્થમાં વાત કરે છે..
પહેલો અર્થ એ કે સ્ત્રી જ્યારે પુરુષને પ્રેમ કરે છે ત્યારે શરીર સોંપે છે,
અને મિલનની એ ક્ષણ થકી સ્ત્રી ગર્ભવતી બને છે ...
અને પ્રેમ પછી પ્રસૂતિની પીડા સહી સ્ત્રી બાળકને જન્મ આપે છે.
મતલબ કે સ્ત્રી થકી એક નવું સર્જન થાય છે.
કોઈ ભાગ્યશાળી પછીથી મહાન સર્જક થાય છે.
બીજા અર્થમાં શબ્દકાર કહે છે .
કે સ્ત્રી જ્યારે કોઈ સીધા સાદા કલાકાર ના હોય,
 એવા પુરુષને પણ જ્યારે પ્રેમ કરે છે, આપે છે,
ત્યારે એ સીધોસાદો યુવાન પણ !  
પ્રેમની લાગણી ને વ્યક્ત કરવા કલાકાર બની જતો હોય છે.
અને એજ સ્ત્રી જ્યારે એને પીડા આપે છે ત્યારે પણ.....
 એ પીડાને લઈ કોઈ ઉતમ સર્જક બની જતો હોય છે.
આમ શબ્દકારના બન્ને અર્થ સાર્થક લાગે છે. કે,,,     
  સ્ત્રીના પ્રેમ અને પીડા બન્ને થકી નવું સર્જન થાય છે.
"અનંત"


  

No comments:

Post a Comment