Monday, 5 January 2015

અનંતના ઠૂંઠવાય ગયેલા કાગળિયા ઉકેલતા મળી હુંફ...

એડિટમાં ના જુવોને યાર....

નાહક શંકા જશે ...

શંકા જશે તો પણ સમર્થન નહીં મળે...

એણે માત્ર લખ્યું છે ...

કાગળયા  ભરી ભરીને લખ્યું છે....

જે લખ્યું તે આજે પણ જેમનું તેમ ઝર્ઝરિત થઈ પડ્યું છે...

એક પણ ટુકડો ફાડયો નથી....

થોડું કઈક ગઈ કાલે લખ્યું...

થોડું આજે લખ્યું તો થોડું ફરી ક્યારેક...

આમ બસ લખી લખીને મૂકી દેવું ભૂલી જવું...

એ એની આદત, , બે ફિકરાય, એજ  એની મસ્તી હતી...!

અને આ મારી મસ્તી છે...

એના કાગળિયા ઉકેલવા...

એ મારી મસ્તી છે....

તો યાર, તમે પણ મસ્ત થઈને માણો ને....

શિયાળો છે હુંફ ની ઝંખના હર કોઈને થાય...!

અને હાં એ ના ભૂલવું કે ....

શ્બદોમાં પણ જીવ હોય છે...

જ્યારે સાવ નજીક આવીને મળવું શક્ય ના હોય ત્યારે ...

હૂંફાળા શબ્દો પણ હુંફ આપી શકે છે ...

આ શબ્દોમાં જે તાપવા ઝંખે તાપી શકે છે....

હું તપું છું , ને તાપું છું...

હું તો બસ આપું છું ...

મે ક્યાં કશું માંગ્યું કદિ .?.

છતાં મને જે મળે છે એનાથી હું સંતુષ્ટ છું ...
@@@@@@@@@@@@@@@@@@@@@

હૂંફાળી ધુમ્મસ...
~~~~~

શીયાળા ની સવાર...

ચો  તરફ...

બસ, ધુમ્મસ... ધુમ્મસ ....

દૂર દૂર 'હું' 'ને 'તું'.

સ્પષ્ટ ના દેખાય કશું.

દેખાય સઘળું..  ધૂંધળું ...ધૂંધળું....

મને તું..

અને,

તને હું.

દ્રશ્ય ધૂંધળું.

ધૂંધળું જીવન.

આ તન મન દજાડે, શિયાળાનો ઠંડો પવન....

બહાર પવન...

ભીતર અગન.....

ધીરે ધીરે ચાલ આપણે નજીક આવીએ...

અંગ અંગમાં આગ લાગે...

આ ટાઢમાં તનને તપવાની ઈચ્છા જાગે....

ભળ ભળ બળવાની ઈચ્છા જાગે ....

ને ભીતર પણ થોડો પ્રકાશ થાય...

તો, ચાલને ! આપણે હુંફ મેળવીએ.

ગરમ શ્વાસોમાં શ્વાસ સળગાવીએ.

હાડ થીજાવતી ટાઢમાં....

તન તાપીએ ...

મન તાપીએ...

પ્રેમ આપીએ ....

પ્રેમ પામીએ....

ના,,!  તું , હોઠ ના ખોલ.

હું બોલું છું ને..!

બસ, તું, કશું, કશું, કશુજ ના બોલ...

મારી આંખોમાં.... 

 તારે, ડૂબવું હોય, તો ડૂબી જા ..! 

અને ડૂબીને તરી જા ! 


પણ, આમ આંખોમાં આંખો પરોવીને ... 

મારી આંખમાં ઝાંકવાનું રહેવા દે..... 

ડૂબી જશે તું !  ઊંડાણ માપવાનું રહેવા દે .....

થઈ શકે તો મને શુધ્ધ પ્રેમ કર... 

મારા પ્રેમની શુધ્ધતા માપવાનું રહેવા દે... 

ખાબોચિયું તો નથી જ !

ઝરણું છું યા દરિયો છું....

તું નદી થઈ તારી જાતને ચૂપ ચાપ...

જો વહાવી શકે તોમારામાં વહેવા દે.....

કરાવ નહીં ચૂપ.મને...

આમ મારા હોઠ પર આગળી મુકી ને !

હું થઈ જઈશ સાવ ચૂપ.

એટલી નજીક આવ કે ..

દ્રશ્ય થોડું થોડું સ્પ્સ્ટ થાય...

જીવનનુ પણ..!

હું’ ‘ને તુંએક બીજાને સ્પ્સ્ટ જોઈ શકીએ..

ને પછી તું મારા હોઠ પર બસ, તારા હોઠ ચપોચપ ચાંપી દે....

ધીરે.... ધીરે... નજીક એટલા આવીયે

કે, મારા નાકના ટેરવાંને તારા નાકનું ટેરવું સ્પર્શે.....

ધીરે...ધીરે... ચાર આંખો વચ્ચેનું અંતર ઘટે.


ને પછી આવીએ એટલા પાસે પાસે,

કે....

પછી ફરી દ્રશ્ય તને મારૂ મને તારું .

સાવ ધૂંધળું ધૂંધળું ભાસે...

આ કુદરતી ધુમ્મસ્માં આપણે પણ ઓગળી જઇયે….

ચાલ આપણેય ઓગળીને આ ધુમ્મસમાં ભળી જઇયે.....

હું’ ‘ને તુંએક થઈનેથઈ જઇયે અનંતધુમ્મસ... ધુમ્મસ...










"અનંત"

*બ્લાસ્ટ*

મને બકબક કરતો બંધ કરવાને તારી આ નાજુક નમણી આંગળી નહીં.!
"અનંત" તારા ગુલાબી હોઠ ચપોચપ મૂક, હું આપો આપ થઈ જઈશ ચૂપ.!



"અનંત”

  • Pravin Kapadia ખુબ છટાદાર લેખન મિત્ર, લખતા રહો દોસ્ત અમારા જેવા
    વાંચન ભુખ્યાઓ ને ખોરાક મળતો રહે....
  • Katira Paresh હાં Pravin Kapadia એ કામ તો જ્યાં સુધી ઝર્ઝરિત કાગળિયા ખૂટશે નહીં ત્યાં સુધી કરવું જ રહ્યું... 
  • પ્રવીણ મિયાત્રા લેખન એટલે અનુભવની ધરતી માથી ઉઠેલુ ઝરણુ?

    ....કે કવિ ની કોરી કલ્પના...?


    કે પછી શબ્દ સાગર ના ખોળે જાળ બીછાવીને બેઠેલો માછીમાર!!!

    ...એની જાળમા છટપટતા શબ્દો ના માછલા એક નવો અવતાર પામી ધન્ય બની જતા હોય એવુ નથી?
  • Katira Paresh ભાય ..ભાય.... Pravin Miyatra 

    પવલા યાર તે તો મસ્ત કાવ્યાત્મક વાત લખી..... 


    ધીરે ધીરે તારી ભીતર ભંડારેલો શબ્દોનો ખજાનો બાહાર આવે છે ... મને મજા આવે છે... 

    તું કહે છે એવું જ હશે .... ! 

    હું તો ઉછીના અનુભવે પૂછીને પાણી પીનારો.....
    છાશ તો બધા પીવે હું તો પાણીને ફૂંકીને પિનારો .... 

    અનંત નો જરાય નૈ આ વિચાર માત્ર ને માત્ર મારો...  

    કેમ પણ, ધડ,દઈને કૈ દીધું ને ... ! તો પછી...! 



No comments:

Post a Comment