Monday, 23 February 2015

એજ જૂના ઝર્ઝરિત અનંત અને અજ્ઞાનીના પીળા પડી ચૂકેલા કાગળિયા માંથી....


... 

અનંત અલ્લડ ટપુ હતો... 

થોડો શરમાળ પણ ખરો... 

એટલે જટ દઈને કોઈને દાદ ના દે... 

સતત  મજૂરી કરતાં માણસને થોડું મનોરંજન પણ જોઇયે .. 

મનોરંજન માટે તેની પાસે માત્ર રેડિયો બસ કામ કરે અને ગીતો સાંભળે ... 

ખાલી સાંભળેજ નહીં બલ્કે સાથે સાથે ગાય પણ ખરો ... 

મહોલ્લાની એક છોકરી નામ જશું જેની નજર સતત અનંત પર ફરતી ... 

એ નિજ મસ્તીમાં કામ કરતાં કરતાં ગાતા અનંતને સાંભળતી ... 

અનંત ને મળવા ઝંખતી મહોલ્લામાં આવતા જતાં અનંત ને જોયા કરતી ... 

હવે તેનો જાત પર કાબૂ રાખવો મુશ્કેલ થઈ પડ્યો..  

તેથી એક દિવસ  લાગ જોઈને કોઈ જુવે નહીં એમ ઘરમાં ઘૂસી ગઈ ... 

અને અનંત ને સીધું જ કહ્યું અનંત હું તને ચાહું છું ... 

શું તું મને પ્રેમ કરશે ...?

અનંત દિવસ દરમ્યાન ઘટતી ઘટના નો ચિતાર ...

અમે ત્રણેય જ્યારે રાત્રે મળીએ ત્યારે મારી પાસે રજૂ કરે...  

પછી શું શું ઘટ્યું એ વાત ફરી ક્યારેક ...

પણ પેલી એ અચાનક કરેલા સવાલથી એ હેબતાઈ ગયેલો ... 

થોડા જૂના ઘાવ પણ તાજા થઈ ગયા અને આંખો ભીની....

એ પછી શું થયું એ વાત ફરી ક્યારેક ...

પણ પેલીના અચાનક સવાલ બાદ એણે જે રચના લખેલી તે આ રહી.. 

@@@@@@@@@@@@@@@@@@@@@@

બૌ સવાલ નૈ પૂછવાના...! 


અરે, આમ સાવજ  અચાનક ! આવા તે કઈ સવાલ પૂછાતા હશે !
 મારી આંખો પછી ચોધાર રડી પડે, એમ તે કઈ આસું લૂછાતા હશે ! 

અરે,મારી આંખો ભીની છે ! કઈ તારો રૂમાલ નથી ! રૂમાલ હોય, તો,    
હું સૂકવી દઉં તડકે. પણ આ આંસુ છે! એમ તે કઈ તડકે સુકાતા હશે !

 ચામડીના કેટલાય આવરણ નીચે છેક એક હ્રદય હોય છે ! ને એ-
હ્રદયની વચો વચ્ચ ઊંડા ઘાવ ! છુપા ઘાવ,એમ તે કઈ દેખાતા હશે !

અગર જો તારી મીઠી નજર પડે તો થોડો ઘણો ફેર પણ પડે દરદમા..
પણ પછી ફરી પીડા વધી જશે ! જ્યારે ઘાવ ધીરે ધીરે ભરાતા થશે !  

પ્રેમથી એટલેજ હવે ખૂબ ડર લાગે છે મને, તું પણ કોઈક બહાનું ધરી-
ત્યારેજ મને અધવચ્ચે છોડી જશે તો !? જ્યારે ઘાવ મારા રુઝાતા હશે.

સાચી સમજ જ્યાં સુધી નહીં પાંગરે, સંબંધ ખીલ્યા પહેલા ખરતા રહેશે 
       આ પ્રેમના નામે રોજ રોજ કોણ જાણે કેટ કેટલાના હ્રદય દૂભતા હશે !         

ઘાવ તો ઘાવજ હોય છે પછી તે નવા હોય કે જૂના ખૂબજ પીડા આપે છે.   
પ્રેમના પ્રેમાળ સ્પર્શ  વગર પ્રેમના આ ઘાવ, એમ તે કઈ રુઝાતા હશે.!   

પ્રેમ એક પલ નો હોય, કે પછી, અનેક ક્ષણનો પ્રેમ તો પ્રેમજ હોય છે ને.!
દિવસો એ,મજાનાં હોય કે,પછી,સજાનાં એમ તે કઈ થોડા ભૂલાતા હશે !    

જેની નજર લાગણી સભર ને વિચાર ઊંડા હોય, તેની તો વાતજ જુદી છે.  
તમે લાખ છુપાવો ! એ માત્ર આંખ જોઈને કહેશે એમ તે ઘાવ છુપાતા હશે ! 

“અનંત” અચાનક એણે એવો સવાલ કર્યો, જેનો જવાબ મારી પાસે ના હોય,
તો હું શું કરું ? હવે તુજ કહે મને, ઓચિંતા આવા તે કઈ સવાલ પૂછાતા હશે !
અનંત”



*બ્લાસ્ટ*

હર એક સત્ય પાછળ એક અસત્ય સંતાયુ હોય છે ..! 
અને હર એક અસત્ય પાછળ એક જૂઠ છુપાયું હોય છે..! 

માટે "અજ્ઞાની" શું સાચું શું ખોટું, કે શું ખોટું શું સાચું તે શોધવા-  
કરતાં જે કઈ સામે હોય તે માણવું એમાંજ સુખ સમાયું હોય છે.! 

"અજ્ઞાની" 



No comments:

Post a Comment